સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

કરણ મેહરા દુ:ખી

P.R
'વિરુધ્ધ' માં વેદાંતની ભૂમિકા ભજવનારા કરણ મેહરા હાલ ઘણા જ દુ:ખી છે. કારણ કે તેમના શો ને બંધ કરી દેવામાં આવ્યો છે. આ શો જબરજસ્ત લોકપ્રિય હતો અને દરેક વય અને દરેક વર્ગના લોકો આને પસંદ કરતા હતા.

કરણના મુજબ વિરુધ્ધ ના ફરી શરૂ થવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. કરણ કહે છે 'વિરુધ્ધમાં કામ કરવુ ખૂબ જ આનંદદાયક હતુ અને મારે માટે આ ખૂબ જ સારુ પ્લેટફોર્મ હતુ. મેં કદી વિચાર્યુ પન નહોતુ કે વેદાંતના રૂપમાં હું આટલો લોકપ્રિય થઈ જઈશ. મને બાળકોથી લઈને વયસ્ક સુધીના લોકો ઓળખે છે. હું એ બાળકો સાથે ક્રિકેટ રમવું મિસ કરીશ જે શૂટિંગ દરમિયાન હાજર રહેતા હતા. કોઈ વાંધો નહી, દરેક અંતની એક નવી શરૂઆત હોય છે.