રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (08:33 IST)

Holi 2023: હોળી દહન માટે આ વખતે ફક્ત અઢી કલાકનુ છે મુહુર્ત, જાણો હોળીનુ શુભ મુહુર્ત અને પૂજા વિધિ

ફાગણ માસની પૂનમની તિથિના રોજ હોળી દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોળી પ્રગટાવવાૢઆ આવે છે. પારંપારિક રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે. બીજા દિવસે રંગોવાળી ધુળેટી રમવામાં આવે છે.  આવો જાણીએ હોળી પ્રગટાવવાના શુભ મુહુર્ત, પૂજા વિધિ અને ઉપાય વિશે... 
 
હોળી દહન શુભ મુહૂર્ત  
 
હોળીનો તહેવાર પૂનમના દિવસે ઉજવવામાં આવે છે 
 
ફાગણ પૂર્ણિમા તિથિ શરૂ - 6 માર્ચ 2023ના રોજ સાંજે 04.17 મિનિટે 
ફાગણ પૂર્ણિમા તિથિ સમાપ્ત - 7 માર્ચ 2023 6.09 વાગ્યા સુધી 
આ વર્ષે હોળીનુ શુભ મુહૂર્ત 2 કલાક 27 મિનિટ સુધી રહેશે. 
હોળી દહન 2023 તિથિ 
મંગળવાર 7 માર્ચ 2023 
હોળી પ્રગટાવવાનો સમય - સાંજે 6.24 થી 8.51 સુધી 
ભદ્રાનો સમય - 6 માર્ચ સાંજે 4.18 મિનિટથી 7 માર્ચ સવારે 5.14 મિનિટ સુધી 
 
હોળીની પૂજા કેવી રીતે કરવી ?  
 
- હોળી દહનના શુભ અવસર પર હોલિકા પ્રગટાવવા માટે જ્યા લાકડીઓ ભેગી કરી હોય ત્યા જઈને પૂજા કરવી 
- પૂજા સામગ્રીને થાળીમાં રાખો. તે થાળીમાં શુદ્ધ પાણીનું નાનું વાસણ મૂકો. જ્યારે પણ તમે પૂજા સ્થાન પર હોવ ત્યારે તમારે પૂર્વ અથવા ઉત્તર તરફ મોં કરીને બેસવું જોઈએ. આ પછી, પૂજાની થાળી અને પવિત્ર જળ પોતાના પર છાંટવું. i
-  હિન્દુ ધર્મ અનુસાર કોઈપણ પૂજાની શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી થાય છે. તેથી સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. આ પછી દેવી અંબિકા અને પછી ભગવાન નરસિંહની પૂજા કરો. આ ત્રણેયની ભક્તોએ પૂજા કર્યા પછી પ્રહલાદને યાદ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ.  
-  અંતમાં, હાથ જોડીને હોલિકાની પૂજા કરો અને સુખી અને સમૃદ્ધ જીવન માટે તેમના આશીર્વાદ લો. 
- હોલિકા પર સુગંધ, ચોખા, દાળ, ફૂલ, હળદર અને નારિયેળ અર્પિત કરો. આ પછી, કાચા દોરાને હોલિકાની આસપાસ બાંધો અને તેની પ્રદક્ષિણા કરો. આ પછી હોલિકાને જળ ચઢાવો.  
- જ્યારે હોલિકા પ્રગટાવવામાં આવ્યા ત્યારે તેમા નાવા પાક રૂપે ધાણી ચણા અને ખજૂર ચઢાવવામાં આવે છે.   
- હોલિકાની અગ્નિમાં નવા પાક ઘઉંને પણ શેકીને પ્રસાદ રૂપે પરિવારમાં વહેંચવામાં આવે છે.