બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (15:51 IST)

Independence Day Essay - 15મી ઓગસ્ટ/ સ્વતંત્રતા દિવસ પર નિબંધ

15 august essay
15 august essay
ભારતના રાષ્ટ્રીય તહેવારોમાં 15 મી ઓગસ્ટ મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે. દર વર્ષે ભારતમાં 15 મી ઓગસ્ટના દિવસે ‘સ્વતંત્રતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
 
ઇ.સ. 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજો શાસન કરતા હતા. આપણો દેશ અંગ્રેજોની યાતનાઓ સહન કરતો હતો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યાંથી દેશના લોકોએ આઝાદીનો આનંદ બનાવ્યો. ત્યારથી 15 મી ઓગસ્ટ નો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
 
આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન નો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ નું ગાન કરવામાં આવે છે. આઝાદીની લડતમાં બલિદાન આપનાર શૂરવીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
 
દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધે છે. કેટલાક ગામો અને શહેરોમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. આઝાદીની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રભાવના જગાડે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાટકો, સંવાદો વગેરેનું આયોજન કરવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે.
 
આવી રીતે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.