0
લાફા પ્રકરણનો રિપોર્ટ હવે મંગળવારે-નાણાવટી
શનિવાર,મે 10, 2008
0
1
મુંબઇ. આઇપીએલ ટૂર્નામેંટની 31મી મેચ બેંગ્લોર રોયલ ચેલેંજર્સ સામે મુંબઇ ઇંડિયંસ મુંબઇ ખાતે આજે શનિવાર બપોરે 3 કલાકે અથડાશે, તેમજ 32મી મેચ આજે સાંજે જ ચેન્નઇ ખાતે રાત્રે 8 કલાકે રમાશે. ચેન્નઇ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સ ઇલેવન રમશે.
1
2
અમદાવાદ. ભજ્જી-શ્રીસંત લાફા પ્રકરણમાં બીસીસીઆઇ દ્વારા નિયુકત તપાસ કમિશનર સુધીર નાણાવટીએ પોતાની તપાસ પુરી કરી લીધી છે અને તેઓ રિપોર્ટને 12મી મેના રોજ સોમવારે બોર્ડ સમક્ષ રજૂ કરનાર છે. બીસીસીઆઈ હરભજન ઉપર એક વર્ષનો પ્રતિબંધ મુકે તેવી સંભાવના છે.
2
3
આઇપીએલની 30મી ટ્વેંટી-20 ટૂર્નામેંટ રાજસ્થાન રોયલ્સ અને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ વચ્ચે જયપુર ખાતે ગઇકાલે યોજાઇ હતી તેમાં રાજસ્થાન રોયલ્સના યુસુફ પઠાણ અને ગ્રીમ સ્મિથ વચ્ચે થયેલ 109 રનની ભાગીદારીની મદદથી ડેક્કન ચાર્જરનો આઠ વિકેટે પરાજય થયો હતો.
3
4
અમદાવાદ. હરભજન સિંહ અને શ્રીસંતના લાફા પ્રકરણની તપાસ અમદાવાદમાં નિમાયેલી તપાસ કમિટિના કમિશનર સુધીર નાણાવટી સમક્ષ ગઇકાલથી શરૂ થઇ હતી તેમાં હાજર થયેલા હરભજન અને શ્રીસંત સવારે તેઓ મળ્યા હતા અને બપોરે પંચ સમક્ષ હાજર થયા હતા.
4
5
નવી દિલ્હી. નવી દિલ્હી ખાતે ગઇકાલે દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં છેલ્લી ઓવરમાં ચેન્નઇ સુપર કિંગ્સને 15 રન બનાવવાના હતા ત્યારે આ રોમાંચક મેચમાં ચેન્નઇનો છેલ્લા બોલે વિજય થયો હતો...
5
6
મુંબઈ. મુંબઇમાં ગઇકાલ રાત્રે મુંબઇ ઇંડિયંસ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી આઇપીએલની ટ્વેંટી-20 મેચમાં મુંબઇની શાનદાર બોલીંગથી રાજસ્થાન રોયલ્સ ફકત 103 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. અને તેણે 7 વિકેટે રાજસ્થાન સામે શાનદાર જીત મેળવી છે.
6
7
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનાં ફ્રેંચાઈઝી બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનાં આઠ મે નાં રોજ ઈડન ગાર્ડનમાં કોલકાતા તથા બેંગલૂર રોયલ ચેલેંજર્સ વચ્ચે રમાનારી મેચ પહેલા થનારો શો ખોરંભે ચડશે તેવી શક્યતાઓ નજર આવી રહી છે.
7
8
બેંગ્લોર ખાતે આઇપીએલની ગઈ કાલે રમાયેલી કિંગ્સ ઈલેવન પંજાબ અને બેંગ્લોર રોયલ ચેલેંજર્સ વચ્ચેની મેચમાં બેંગ્લોરની ટીમનો જે શરમજનક પરાજય થયો તે માટે બેંગ્લોર ટીમનો કેપ્ટન રાહુલ દ્રવિડ બેટ્સમેનોને જવાબદાર ગણે છે.
8
9
કોલકાત્તા નાઈટરાઈડર્સના ધુરંધર બોલર ઈશાંત શર્માને રવિવારે મુંબઈ ખાતે મેચ ફીની દસ ટકા રકમની સજા કરવામાં આવી હતી. મોહાલી ખાતે શનિવારે પંજાબ કિંગ્સ ઈલેવન સામે યોજાયેલી મેચ દરમિયાન કિક મારીને સ્ટમ્પ પાડી દેવા બદલ ઈશાંતને આ સજા કરવામાં આવી છે.
9
10
મુંબઇ. મુંબઇના કેપ્ટન શોન પોલોકના ઓલરાઉન્ડ દેખાવના કારણે રવિવારના રોજ અહીં દિલ્હી ડેરડેવિલ્સના વિજય કુચને મુંબઇ ઇંડિયંસે રોકી લીધી હતી અને તેમાં 29 રનથી શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેઓએ આઇપીએલ શ્રેણીમાં પોતાની બીજી વિજય નોંધાવી હતી.
10
11
કરાચી. રાવલપીંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત શોએબ અખ્તર પરથી એક મહિનો પ્રતિબંધ હટી જતા હવે તે આઇપીએલની મેચમાં રમી શકશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા શોએબ અખ્તર પર લાગેલા પાંચ વર્ષના પ્રતિબંધને એક મહીના માટે હટાવી લેવામાં આવેલ છે,
11
12
મોહાલી. પંજાબ ટીમની સતત ચોથી જીત બાદ કેપ્ટન યુવરાજસિંહે કહ્યું કે નવો બોલ સંભાળનાર બોલરોએ કલકત્તાની સામે પહેલી છ કે સાત ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
12
13
મુંબઇ. આઇપીએલમાં પોઇંટ્સ ટેબલમાં સૌથી આગળ સેહવાગની સુકાનીવાળી દિલ્હી ડેરડેવિલ્સની ટીમ આજે મુંબઇ ખાતે મુંબઇ ઇંડિયંસ સામે ટકરાશે. આ મેચમાં મુંબઇ ઇંડિયંસના ભાવિનો સઘળો મદાર ઇજાગ્રસ્ત સુકાની સચિન તેંડુલકરની ફિટનેસ ઉપર છે.
13
14
ચેન્નઇના વિજય ઘોડાને રોકવાનું કામ દિલ્હી ડેરડેવિલ્સે કર્યું છે. દિલ્હી ડેર ડેવિલ્સના સુકાની વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરની જોરદાર બેટિંગની મદદથી દિલ્હી ડેર ડેવિલ્સની ટીમે શુક્રવારે જોરદાર ક્રિકેટ રમીને ચેન્નાઇ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી હતી.
14
15
જયપુર/હૈદરાબાદ. રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબે ગઇકાલે આઇપીએલની મેચો જીતી લીધી છે. રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 45 રનો થી હરાવ્યા. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે ડેક્કન ચાર્જર્સને 7 વિકેટે હાર આપી હતી.
15
16
હૈદરાબાદ. આજે આઇપીએલની 18 અને 19મી મેચ અનુક્રમે હૈદરાબાદ અને જયપુર ખાતે રમાશે. જેમાં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ પ્રિતિ ઝિંટાની કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટકરાશે અને જયપુર ખાતે શાહરૂખ ખાનની નાઇટ રાઇડર્સ કોલકાત્તા સામે રાજસ્થાન રોયલ્સ મેચ રમશે.
16
17
નવી દિલ્હી ખાતે ગઇકાલ બુધવારના રોજ આઇપીએલની 17મી મેચમાં ડેરડેવિલ્સનો 10 રને શાનદાર વિજય થયો હતો. ગંભીર-ધવનની અડધી સદી તથા મેકગ્રાની ચાર વિકેટની સહાયથી અહીં રમાયેલી આઈપીએલની ટ્વેંટી-20 મેચમાં બેંગલોર ટીમે હાર સામનો કર્યો હતો.
17
18
કોલકાત્તામાં રમાયેલી મુંબઇ ઇંડિયંસ અને કોલકાત્તા નાઇટ રાઇડર્સને ગઇકાલની રોમાંચક મેચમાં મુંબઇ ઇંડિયંસના ખેલાડી બ્રેવો અને રોબિન ઉથપ્પાએ ચોથી વિકેટે નોંધાવેલી સદીની અણનમ ભાગીદારીની મદદથી મુંબઇની ટીમે પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો છે.
18
19
કોલકત્તા. ઇંડિયન પ્રીમિયર લીગની મેચોમાં સતત હારનો સામનો કરી રહી અને વિવાદોમાં ફસાયેલી મુંબઇ ઇંડિયંસ ટીમ આજે મંગળવારે કોલકત્તાના ઇડન ગાર્ડંસ ખાતે રમાનારી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
19