રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 5 ઑગસ્ટ 2015 (15:02 IST)

મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ.. શુ થશે 12 રાશિયો પર અસર

મંગલ ગ્રહ 30 જુલાઈની રાત 12.55 પર મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. ગ્રહોના આ રાશિ પરિવર્તનથી દરેક વાણી પ્રભાવિત થાય છે. આવો જાણીએ કે ગ્રહોના આ પરિવર્તનની કંઈ રાશિ પર શુ અસર થશે 
 
આગળ વાંચો બાર રાશિયો પર પ્રભાવ .. 

મેષ રાશિના જાતકોના ચંદ્રમાં ગોચર કુંડળીના આઠમાં ભાવથી થઈને અગિયારમાં ભાવ સુધી જશે. આગામી કેટલાક દિવસોમાં મિશ્રિત પ્રભાવ થશે. કર્મમાં કમી ન રાખશો. કિસ્મતને કર્મનો સાથ મળશે તો ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. વેપાર અને નોકરી બંનેમાં લાભ થશે.  જીવનસાથીની સાથે યાત્રા પર જવાની તક મળશે. સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની જરૂર રહેશે. 
વૃષભ રાશિના જાતકો માટે રાશિ પરિવર્તન મિશ્રિત અનુભવને લઈને આવી રહ્યો છે. ધન લાભ થવાના યોગ બનશે. પણ ધન જેવુ આવશે એવુ જતુ રહેશે. નુકશાન નહી થાય. કાર્યનો વિસ્તાર થશે પણ સતર્ક રહો. દાંમ્પત્ય જીવન સામાન્ય રહેશે. રોકાણ સમજી વિચારીને કરશો તો ધન લાભ થશે. પરિજનોના આરોગ્યનુ ધ્યાન રાખો. 
 
 
મિથુન રાશિના જાતકોનો ચંદ્રમાં મતલબ ધનનો સ્વામી આ સાત દિવસોમાં છઠ્ઠા ભાવથી થઈને નવમાં ભાવ સુધી જશે. લાંબી યાત્રાની સફળદાયક રહેશે. રાશિનો ચંદ્રમાં ભાગ્ય ભાવમાં હશે જે શુભ રહેશે. પ્રેમ માટે ઉત્તમ સમય છે. વેપારમાં લાભ થશે. પરિવારની કોઈ મહિલા સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા કાયમ રહેશે. 
 
 
કર્ક રાશિના જાતકોને છઠ્ઠા ચંદ્રમાં દુશ્મનો પર જીત અપાવશે. પારિવારિક તનાવ રહી શકે છે. દામ્પત્ય જીવન સામાન્ય રહેશે. વેપારમાં રોકાયેલો પૈસો મળવામાં થોડી પરેશાની આવી શકે છે. નોકરિયાત લોકોને થોડુ ધન લાભ જરૂર થશે. સ્વાસ્થ્યને લઈને આ અઠવાડિયુ થોડુ ચિંતાજનક રહી શકે છે. જૂનો રોગ સતાવશે. 
 
 
સિંહ રાશિના જાતકોને ચંદ્રમાં ગોચર કુંડળીના ચોથા ભાવથી થતા સપ્તમ ભાવ સુધી જશે. સન્માનની પ્રાપ્તિ થશે.  નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. વેપારમાં અનિશ્ચિતતા રહેશે. વૈવાહિક સંબંધના પ્રસ્તાવ મળશે. પ્રેમ પ્રસ્તાવ સફળ થશે.  હ્રદય રોગથી પીડિત જાતક સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. 
 
 
કન્યા રાશિ ના જાતકોનુ ચંદ્રમાં ગોચર કુંડળીના પરાક્રમ ભાવથી છઠા ભાવ સુધી જશે. સારો સમય શરૂ થઈ ચુક્યો છે. વેપાર-વ્યવસાયની અવરોધો પણ દૂર થઈ જશે. બેરોજગારોને રોજગાર મળવાના યોગ બની રહ્યા છે. દામ્પત્ય સુખ મધ્યમ રહેશે.  સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરો. પેટ સાથે સંબંધિત રોગ જેવા કે અજીર્ણ, ખાટા ઓડકાર, ગેસને કારણે પરેશાની થઈ શકે છે. 
 
 
તુલા રાશિના જાતકોને સમય અપેક્ષાકૃત સારો રહેશે. વાણી પર નિયંત્રણ રાખો. સાસરિયા પક્ષ તરફથી પુર્ણ સહયોગ મળશે. જીવનસાથી સાથ સંબંધ ઠીક રહેશે. ચોથા ચંદ્રમાં અઠવાડિયાના અંતિમ દિવસોમાં તમને પરેશાન કરી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા કાયમ રહેશે. 
 
 
વૃશ્ચિક રાશિના જાતકોને ચંદ્રમા અઠવાડિયાની શરૂઆતમાં લગ્નમાં રહેશે. મહત્વપુર્ણ ક્ષેત્રોમાં અવરોધ આવી શકે છે. સંતાન સુખ 
મળશે. અચલ સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય આ અઠવાડિયે સામાન્ય રહેશે. માનસિક તનાવ રહેશે. તેથી જરૂર 
કરતા વધુ ન વિચારો. 

ધન રાશિના જાતકોનો ચંદ્રમા ગોચર કુંડળીના ખર્ચભાવથી ચાલીને ધન ભાવથી થતા પરાક્રમ ભાવ સુધી જશે. બીજાના કામોમાં 
દખલ આપવાથી વિવાદ થશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપાર-ધંધામાં પણ તણાવ ખતમ થશે. નોકરિયાત લોકો માટે પણ સમય સારો નથી. સ્વાસ્થ્ય સારુ રહેશે. 
મકર રાશિવાળા જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. નવા વાહનના યોગ બની રહ્યા છે. નોકરીમાં પદોન્નતિનો યોગ બની રહ્યો છે. ચંદ્રમાં તમારી જ રાશિથી થઈને કુંભ રાશિ સુધી જશે. દાંમ્પત્ય જીવન માટે અઠવાડિયુ અનુકૂળ નથી. શરદી-ખાંસી અને તાવની સમસ્યા રહી શકે છે. 
કુંભ રાશિના જાતક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનિયોથી ગ્રસિત રહેશે. મોસમી બીમારીયો પરેશન કરી શકે છે. નોકરી-ધંધામાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. દાંમ્પત્યજીવન ઠીક રહેશે. રાજનીતિક જવાબદારીઓ મળી શકે છે.  માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. ચંદ્રમાં તમારી રાશિમાં આવશે તો સારો સમય રહેશે. વિદ્યાર્થીઓ માટે સારુ રહેશે. પહેલા કરવામાં આવેલ મહેનતનું ફળ મળી શકે છે. 
મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન ફાયદાકારી થશે. વિવાદોમાં વિજય મળશે. વિચાર્યા વગર રોકાણ ન કરો. સંતાન સુખ મળશે.  વિરોધી તમને પરેશાન કરવાની કોશિશ કરી શકે છે. દામ્પત્ય જીવનમાં પરેશાની થઈ શકે છે.  અઠવાડિયાના અંતમાં ધન લાભ થશે  સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.