બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : બુધવાર, 6 જૂન 2018 (13:35 IST)

દરેક નામનો હોય છે ખાસ લક્ષ્મી મંત્ર, તેનો જાપ કરવાથી થઈ શકે છે ધન લાભ

ધર્મ ગ્રંથ મુજબ જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થઈ જાય તેને પોતના જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો નથી.  આ કારણ છે કે ધન લાભ માટે દેવી લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે.  જ્યોતિષ મુજબ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા જો રાશિ મુજબ લક્ષ્મી મંત્રનો જાપ કરવામાં આવે તો ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.  જાણો રાશિ મુજબ મંત્ર અને જાપ કરવાની વિધિ 
 
 
1. મેષ રાશિ - આ રાશિનો મંત્ર છે ૐ એં ક્લીં સૌ :
2. વૃષભ રાશિ - આ રાશિનો મંત્ર છે ૐ એં ક્લીં શ્રીં 
3. મિથુન રાશિ - મંત્ર ૐ ક્લી એં સૌ: 
4. કર્ક રાશિ - મંત્ર ૐ એં ક્લી શ્રીં 
5 સિંહ રાશિ - મંત્ર ૐ હ્રીં શ્રીં સૌ:
6. કન્યા રાશિ - મંત્ર - ૐ શ્રીં એં સૌ:
7. તુલા રાશિ - મંત્ર ૐ હ્રીં શ્રીં સૌં 
8. વૃશ્ચિક રાશિ - મંત્ર  ૐ એં ક્લી સૌ:
9. ધનુ રાશિ - મંત્ર ૐ હ્રીં ક્લીં સૌ: 
10. મકર રાશિ - મંત્ર ૐ હ્રીં ક્લીં હ્રીં શ્રીં સૌ:
11. કુંભ રાશિ - મંત્ર ૐ હ્રીં એં ક્લીં શ્રીં 
12. મીન રાશિ - મંત્ર ૐ હ્રીં ક્લીં સૌ:
 
મંત્ર જાપ કરવાની વિધિ આ પ્રકારની છે... 
 
1. રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી આ મંત્રનો જાપ કરવો જોઈએ. 
2. જાપ શરૂ કરતા પહેલા પૂર્વ દિશા તરફ મોઢુ કરીને ગાયના શુદ્ધ ઘી નો દિવો પ્રગટાવો. આ દીવો મંત્ર જાપ સુધી પ્રગટવો જોઈએ. 
3. ઓછામાં ઓછી 11 માળાનો જાપ જરૂર કરો. મંત્ર જાપ કુશના આસન પર બેસીને કરશો તો યોગ્ય રહેશે. 
4. મંત્ર જાપ માટે સ્ફટિકની માળાનો પ્રયોગ કરો. મંત્ર જાપ પછી માળાને પૂજા સ્થાન પર જ મુકો.