Scorpio zodiac sign Vrishchik Rashi horoscope bhavishyafal 2025 : જો તમારો જન્મ 23 ઓક્ટોબરથી 21 નવેમ્બરની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ વૃશ્ચિક છે. ચંદ્ર રાશિ મુજબ જો તમાર નામનો અક્ષર તો, ના, ની, નૂ, ને, નો, યા, યી અને યૂ છે તો પણ તમારી રાશિ વૃશ્ચિક છે. વર્ષ 2025માં તમારુ કરિયર, વ્યવસાય, લવ લાઈફ એજ્યુકેશન, પરિવાર અને આરોગ્યનુ ભવિષ્યફળ વેબદુનિયાપર જાનૉ વિસ્તારથી. તમારા પર શનિની ઢૈય્યાનો પ્રભાવ માર્ચ 2025 સુધી રહેશે. શનિની ગોચર માર્ચમાં પંચમ ભાવમાં રહેશે. વર્ષની શ શરૂઆતમાં બૃહસ્પતિ સપ્તમ ભાવમાં રહેશે. ત્યારબાદ વર્ષના મધ્યમાં અષ્ટમ ભાવમાં ગોચર કરશે. આ ગોચર નોકરી અભ્યાસ અને વેપારમાં મિશ્રિત પરિણા આપશે. લવ લાઈફ અને ગૃહસ્થ જીવન માટે આ વર્ષ સરેરાશ રહેશે. તમારો લકી વાર મંગળવાર અને લકી કલર લાલ અને નારંગી છે. આ સાથે જ ૐ હનુમતે નમ: મંત્રનો જાપ તમારે માતે શુભ રહેશે. હવે જાણીએ વાર્ષિક રાશિફળ વિસ્તાર પૂર્વક..
1. વર્ષ 2025 વૃશ્ચિક રાશિવાળા માટે કરિયર અને વ્યવસાય Scorpio job and business horoscope Prediction for 2025:
વર્ષની શરૂઆતથી લઈને 14 મે સુધી નોકરી અને વેપારની હાલત સારી રહેશે. ત્યારબાદ બૃહસ્પતિના અષ્ટમ અને શનિના પંચમ ભાવમાં ગોચરથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો કે ઓક્ટોબરથી સમય ફરીથી તમારા અનુકૂળ રહેશે. તમારી રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. નોકરિયાત છો તો તમારે સૂર્યના ઉપાય કરવા જોઈએ વેપારી છો તો મંગળ અને બુધના ઉપાય કરવા જોઈએ. જો તમે વર્ષ 2025ને સારુ બનાવવા માંગો છો તો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
2. વર્ષ 2025 વૃશ્ચિક રાશિના જાતકોનો અભ્યાસ Scorpio School and College Education horoscope prediction 2025:
વર્ષ 2025 એ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ભર્યો રહેશે જે અભ્યાસ પર બિલકુલ ફોકસ નથી કરી શકતા કે જે સેલ્ફ સ્ટડી પર ધ્યાન નથી આપતા. કારણ કે શનિ, રાહુ અને બૃહસ્પતિનુ ગોચર તેમને માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તમારે મે મહિના સુધી ખુદને અભ્યાસમાં લગાવી દેવુ પડશે ત્યારે જ તમે સારુ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. શાળાનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કોલેજના વિદ્યાર્થી અને કોમ્પિટિશન એક્ઝામ આપી રહેલ વિદ્યાર્થી જો થોડુ પણ એકસ્ટ્રા એકર્ટ લગાવશે તો પરિણામ સારા મળવાની શકયતા છે. તમારે બસ 3 કામ કરવાના છે. પહેલુ અભ્યાસ કરવાના સ્થાન પર એક પોપટનુ ચિત્ર લગાવો. માથા પર અતર ભેળવેલુ ચંદનનુ તિલક લગાવો અને હનુમાનજીની નિત્ય ઉપાસના કરવાની છે.
3. વર્ષ 2025 વૃશ્ચિક રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક જીવન Scorpio Marriage Life and Family horoscope Prediction for 2025:
બૃહસ્પતિના ગોચરને કારણે મે સુધી કુંવારા લોકોના લગ્ન નક્કી થવાની શક્યતા પ્રબળ છે. વૈવાહિક જીવન માટે આ વર્ષ સારુ રહેશે. તમારા ઘરમાં સંતાનનો જન્મ થઈ શકે છે. ગુરૂની દ્રષ્ટિ લાભ ભાવ, બીજા ભાવ અને ચતુર્થ ભાવ પર હોવાને કારણે ઘર-પરિવારમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. શનિના પ્રકોપથી બચવા માટે તમારે મંગળના ઉપાય કરવા પડશે તો સંપૂર્ણ વર્ષ સમૃદ્ધિદાયક રહેશે.
4. વર્ષ 2025 વૃશ્ચિક રાશિવાળાની લવ લાઈફ | Scorpio love life horoscope Prediction for 2025:
જો તમે કોઈની સાથે પ્રેમ સંબંધોમાં છો તો વર્ષ 2025 તમારે માટે મિશ્રિત પ્રભાવવાળુ રહેશે. કારણ કે શનિ અને રાહુનો પંચમ પર પ્રભાવ તમારી લવ લાઈફમાં ઉતાર ચઢાવ લાવશે. આ બ્રેકઅપ પણ કરાવી શકે છે. તમારે સમજદારીથી કામ લઈને તમારા પાર્ટનરની ભાવનાને સમજવી પડશે. એક બીજાના મનમાં કોઈપણ પ્રકારથી ગેરસમજ ને આવવા ન દેશો. આવી ગઈ તો દૂર કરવાનો પ્રયાસ કરો. સારુ રહેશે કે બોલતી વખતે તમે સારા શબ્દોની પસંદગી કરો. તમે રોજ ચંદનનુ તિલક લગાવો છો કે શ્રી રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા જાવ છો તો તેનુ શુભ પરિણામ પ્રાપ્ત થશે.
5. વર્ષ 2025 વૃશ્ચિક રાશિના જાતકોનો આર્થિક પક્ષ Scorpio financial horoscope Prediction for 2025:
વર્ષના મધ્યમાં બૃહસ્પતિનો અષ્ટમ ભાવમાં ગોચર લાભ ભાવ પર દ્રષ્ટિ નાખશે ત્યારે આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે. બુધનુ ગોચર આ ભાવમાં હોવાથી તમારા આર્થિક જીવનમાં કોઈ મોટો ઉતાર કે ચઢાવ આવશે નહી. વર્ષ 2025 માં તમારો આર્થિક પક્ષ મિશ્રિત રહેશે. તમારે તમારી બચતનો પૈસો શેયર બજારમાં લગાવવાને બદલે કોઈ પ્રોપર્ટીમાં લગાવવો જોઈએ. તમે પ્લોટમાં સારો નફો કમાવી શકો છો.
6. વર્ષ 2025 વૃશ્ચિક રાશિના જાતકોનુ આરોગ્ય | Scorpio Health horoscope Prediction for 2025:
વર્ષની શરૂઆતથી લઈને માર્ચના અંત સુધી શનિનો પ્રભાવ ચતુર્થ ભાવ પર રહેશે. જેને કારણે જેમનાઅ છાતીમાં, ઘૂટણમાં કમરમા કે પછી માથામાં કોઈપણ પ્રકારની તકલીફ છે તો સતર્ક રહેવાની જરૂર છે. આરોગ્યનુ વિશેષ ધ્યાન રાખવુ જરૂરી છે. કારણ કે મે માં રાહુના રાશિ પરિવર્તનને કારણે સમસ્યા હજુ વધી શકે છે. આવામાં સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી વર્ષ 2025 મિશ્રિત રહી શકે છે. જો કે ગુરૂના ઉપાયથી રાહત મળે શકે છે.
7 વૃશ્ચિક રાશિ માટે વર્ષ 2025ના શુભ ઉપાય Scorpio 2025 horoscope Remedies upay for 2025 in gujarati :-
1. મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં ગોળ, ચણા, લાલ મસૂરની દાળ અને લાલ કપડા અર્પિત કરો
2. ઘરમાંથી જ્યારે પણ બહાર નીકળો તો કંઈક ગળ્યુ ખાઈને અને પાણી પીન એ જ બહાર નીકળો.
3. શનિવારના દિવસે સાંજે છાયા દાન કરો
4. ગુરૂવારનો ઉપવાસ કરો અને કાચા સૂતરને હળદરથી રંગીને પીપળાના વૃક્ષના થડની ચારો બાજુ આઠ વાર બાંધો.
5. તમારો લકી નંબર 9
લ કી રત્ન મૂંગા
લકી કલર લાલ અને નારંગી
લકી વાર મંગળવાર અને રવિવાર
અને લકી મંત્ર ૐ હનુમતે નમ: અને ૐ ભોમ ભૌમાય નમ: