રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (01:03 IST)

Maha Shivratri 2022 : મહાશિવરાત્રિ પર આ 5 રાશિના જાતકો પર રહેશે શિવની વિશેષ કૃપા

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ (Maha Shivratri 2022) તહેવારનુ ખૂબ મહત્વ છે. આ દિવસે શિવભક્તો વ્રત કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 01 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. આ વાર્ષિક ઉત્સવ દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપ બિલિપત્ર અને જળ અર્પણ (Maha Shivratri) કરી શકો છો. . આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર કેટલીક રાશિઓ (Zodiac Signs)માટે ખૂબ જ શુભ રહેશે. તેમાં મેષ, વૃશ્ચિક અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે.
 
મેષ - આ વર્ષે મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ રહેશે. આ દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગનો અભિષેક કરો. ભગવાન શિવના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા દરેક કાર્ય સફળ થશે.
 
મિથુન - મહાશિવરાત્રીના દિવસે સારા સમાચાર મળવાની અપેક્ષા છે. ભગવાન શિવ પણ તમારા પર પોતાની વિશેષ કૃપા વરસાવશે. તમારા વિવાહિત જીવનમાં પણ સારા બદલાવ આવશે. સંબંધો સુધરવાની શક્યતા સૌથી વધુ છે. તમારા જીવનસાથી સાથેના તમારા બોન્ડને મજબૂત કરવા માટે આ સમયની ઊર્જાનો ઉપયોગ કરો.
 
વૃશ્ચિક - આ શિવરાત્રિ પર આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. તેઓ તેમના જીવનમાં વધુ માનસિક શાંતિ અને સંતુલન અનુભવે તેવી શક્યતા છે. જો આ રાશિના લોકો નોકરી શોધી રહ્યા છે, તો તેમને ઘણી સારી તકો મળવાની સંભાવના છે. નોકરી અને ધંધામાં સફળતા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
 
મકર - મકર રાશિના લોકોને શનિદેવ અને મહાદેવ બંને તરફથી વિશેષ આશીર્વાદ મળશે. આ શિવરાત્રિ પર બેલપત્ર, ગંગા જળ, ગાયના દૂધ વગેરેથી ભગવાનની પૂજા કરવાથી તમને સમૃદ્ધિ અને સુખ મળશે
 
કુંભ - આ રાશિના લોકોને શનિદેવ અને મહાદેવ બંનેના આશીર્વાદ પણ મળશે. તમે કાર્યક્ષેત્રમાં સફળ થશો અને પૈસાની સાથે આવક પણ વધશે. આ તહેવાર પર વ્રત કરો અને ભગવાન શિવની પૂજા નિયમ પ્રમાણે કરો.