સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

એક્શન રિપ્લે

નિર્માતા-નિર્દેશક - વિપુલ શાહ
સંગીત - પ્રીતમ
કલાકાર - અક્ષય કુમાર, એશ્વર્યા રાય, નેહા ધૂપિયા, કિરણ ખેર, ઓમપુરી, આદિત્ય રાય કપૂર
રિલીજ ડેટ - 5 નવેમ્બર 2010
P.R

વાત 1965ની છે. જ્યારે કિશન(અક્ષય કુમાર)પોતાના પિતાના સૂર્યપ્રકાશ ભોજનાલય પર કલાકો સુધી કામ કરતો હતો. 2010માં તે એક જાણીતી બોલીવુડ કેફેનો માલિક છે, પરંતુ કામ આજે પણ તેને એટલુ જ કરવુ પડે છે. કલાકો સુધી તે સસ્તુ શાક ખરીદવા માટે બજારમાં ફરતો રહે છે, અને કેફે સાચવે છે તેની પત્ની માલા(એશ્વર્યા રાય) માલા ખૂબ જ ગુસ્સેલ છે. કપડાથી લઈને તેનુ હાસ્ય પણ લાઉડ છે. ટોમબોયની જેવી તે રહે છે અને તેના મોટાભાગના મિત્રો પુરૂષો છે. ખર્ચાળ તો એ એટલી છે કે જો તેની કારનો સ્ટીરિયો ખરાબ થાય તો તે નવો સ્ટીરિયો નહી પરંતુ નવી કાર જ ખરીદી લે છે. તેથી તેને 'ખર્ચવતી' પણ કહેવામાં આવે છે.

P.R

માલા અને કિશનના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે, પરંતુ તેમની વચ્ચે બિલકુલ પ્રેમ નથી. અવારનવાર બંને ફક્ત લડતા રહે છે. તેમના ઝગડાથી સૌથી વધુ પરેશાન તેમનો પુત્ર બંટી(આદિત્ય રોય કપૂર)છે. બંટીની એક ગર્લફ્રેંડ છે તાન્યા(સુદીપા સિંહ)જે તેની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ પોતાના માતા-પિતાની હાલત જોઈને બંટીને લગ્ન નામથી જ ભય લાગે છે. તે ઈચ્છે છે કે તેના મમ્મી પપ્પા પરસ્પર સારો વ્યવ્હાર કરે ત્યારે જ તે તાન્યા સાથે લગ્ન કરી તેને પોતાના ઘરે લાવશે. આ દરમિયાન તાન્યાના દાદા પ્રોફેસર એંથની ગોજાલ્વિસ બંટીને અંતિમ ચેતાવણી આપીને કહે છે કે તે તાન્યા સાથે લગ્ન કરે કે પછી તેનાથી દૂર રહે.

P.R

બંટીએ પોતાના માતા-પિતાના લગ્નની 35મી વર્ષગાંઠ પર એક શાનદાર પાર્ટી આપી અને આ દિવસે પણ તેઓ પરસ્પર ખૂબ ઝગડ્યા. તેનાથી બંટીને ખૂબ જ દુ:ખ થયુ. બંટીએ નક્કી કર્યુ કે તે ઘડિયાળના કાંટાને વિપરિત દિશામાં ફેરવીને કિશન અને માલાના એરેંજ મેરેજને લવ મેરેજમાં બદલી નાખશે જેથી તે પ્રેમપૂર્વક રહે. અને તે આ કામ કેવી રીતે કરશે ? એક પ્રોફેસરનુ ટાઈમ મશીન ચોરીને.
P.R

આ ટાઈમ મશીન દ્વારા બંટી એ સમયમાં પહોંચી જાય છે જ્યારે કિશન અને માલાનુ લગ્ન નહોતુ થયુ. એ સમયે કિશનના પિતા રાજા બહાદુર અને માલાની માં બોલી દેવી એકબીજાના જાની દુશ્મન હતા. બંટી માટે સૌથી મુશ્કેલ કામ હતુ કે તેના પપ્પા અને મમ્મી એકબીજાને પ્રેમ કરે. ત્યારબાદ પોતાના દાદા-દાદી અને નાના-નાનીને લવ મેરેજ માટે રાજી કરવા. બંટી સફળ થાય છે કે નહી જાણવા માટે જોવી પડશે 'એક્શન રિપ્લે'



P.R

નિર્દેશક વિશે

ગુજરાતી થિયેટરમાં અભિનય અને નિર્દેશન પચેહે વિપુલે ટીવી સીરિયલ 'એક મહલ હો સપનો કા' નિર્દેશિત કરી અને હિંદી ફિલ્મોની દુનિયામા પગ મૂક્યો. વિપુલ શાહે મોટા બજેટની ફિલ્મો બનાવવી પસંદ છે. અત્યાર સુધી તેઓ આંખે (2002), વક્ત (2005), નમસ્તે લંડન(2007), લંડન ડ્રીમ્સ(2009)નિર્દેશિત કરી ચૂક્યા છે. સિંહ ઈઝ કિંગ(2008)ના તેઓ નિર્માતા છે. અક્ષય કુમાર અને તેમની વચ્ચે ખાસ સંબંધ છે. તેથી તેમની ફિલ્મોક્માં મોટાભાગે અક્ષય કુમાર જ હીરો હોય છે.