જામીન મળ્યા બાદ સલમાન ખાન હવે કરીના સાથે ગીતમાં રોમાંસ કરશે
ઉચ્ચ ન્યાયાલય દ્વારા સજા સસ્પેંડ કર્યા બાદ સેશંસ કોર્ટથી જામીન મેળવીને સલમાન ખાન કે પહેલું કામ કરશે તે ગીતનું શૂટીંગ કરશે હા સલમાન ખાન આજે કાશ્મીર પાછા ફરી રહ્યા છે. કાશેમેરમાં તેમની રાહ 'બજરંગી ભાઈજાન'ની હીરોઈન કરીના કપૂર જોઈ રહી છે.
કરીના કપૂર ખાન , સલમાન ખાન સાથે એક ડ્યુએટ શૂટ કરશે. આ ડ્યુએટના શૂટીંગ બાદ સલમાન ખાનની આ વર્ષની ઈદ રિલીઝ થયેલી ફિલ્મ બજરંગી ભાઈજાન ની શૂટીંગ કરશે. આ ફિલ્મનું પણ માત્ર 30 ટકા શૂંટીંગ બાકી છે.
સલમાન ખાન પ્રેમ રતન ધન પાયો માટે નોન સ્ટોપ શૂટીંગ કરશે.સલમાન ખાને અત્યારે પોતાન ફ્યુઉચર પ્રોજેકટને તારીખો આપી નથે. કારણ કે 1 જૂનના રોજ તેને જોધપુર જવાનું છે. જયાં તેમની પર કાળિયારના શિકાર અને ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં સુનાવની થશે. સલમાન ખાનની આગામી ફિલ્મ જોધપુર કોર્ટના નિર્નય પર ઘણી નિર્ભર રહેશે.
સલમાન ખાન આદિત્ય પંચોલી અને જરીના વહાબના પુત્ર સૂરજ પંચોલીની ડેબ્યુ ફિલ્મ હીરોના પ્રોડ્યુસર છે. આ ફિલ્મનું ગીત સલમાન ખાને પોતાના આવાજમાં ગાયું છે. આફિલ્મ 3 જુલાઈના રોજ રીલિઝ થશે.