ટોપ પરફોર્મેંસેસ : ફર્સ્ટ હાફ 2010
વર્ષ 2010નો ફર્સ્ટ હાફ સમાપ્ત થઈ ગયો છે, બોલીવુડને માટે આ કોઈ વિશેષ ન રહ્યુ. બીજા હાફમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો રજૂ થશે અને આશા છે કે આ હાફ સારો સાબિત થશે. પહેલા હાફમાં કેટલાક સારા પરફોર્મેંસ જોવા મળ્યા. આવો આની ચર્ચા કરીએ.
શાહરૂખ ખાન : માય નેમ ઈઝ ખાન
મારુ નામ ખાન છે અને હુ ટેરરિસ્ટ નથી. કરણ જોહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'નો આ સંવાદ ઝડપથી લોકપ્રિય થયો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મએ સારી કમાણી કરી. રિઝવાન ખાનનો રોલ શાહરૂખ ખાને શાનદાર રીતે અભિનીત કર્યો. ઘણા લોકોનુ માનવુ છે કે આ તેમના શ્રેષ્ઠ અભિનયમાંથી એક છે. 'ચક દે ઈંડિયા' અને 'સ્વદેશ' માં કરવામાં આવેલ અભિનયને સાથે તેની તુલના કરવામાં આવી. વર્ષના અંતમાં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં તેનુ નામ જરૂર આવશે.
ઈશ્કિયા : નસીરુદ્દીન-અરશદ વારસી
વર્ષો પહેલા નસીર અને અરશદે 'મુજે મેરી બીવી સે બચાવો'નામની ફિલ્મ કરી હતી. જે પસંદગીન દર્શકોએ આ ફિલ્મ જોઈ હતી તેઓ કહી રહ્યા હતા 'મને આ પિક્ચરથી બચાવો'. વિશાલ ભારદ્વાજે આ જોડીને 'ઈશ્કિયા'માં એક વધુ તક આપી અને ખાલૂજાન તથા બબ્બનના રૂપમાં તેમણે કમાલ કરી નાખી. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જામી. નસીરનુ તો કહેવુ જ શુ, પરંતુ અરશદે પણ આ સારા અભિનેતાને સારી ટક્કર આપી. સર્કિટ પછી અરશદનુ આ બેસ્ટ પરફોર્મેંસ માનવામાં આવ્યુ.
રણવીર કપૂર, અર્જુન રામપાલ, મનોજ વાજપેયી : રાજનીતિ