આ વાર્તા છે બાળપણના બે મિત્ર જોગી (રાજેશ ખન્ના) અને ગોગી (અન્નૂ કપૂર)ની . જોગે લંડનથી વીસ વર્ષ પછી પંજાબમાં પોતાના ગામ પોતાના પુત્ર રોહિત(રોહિત નાયર)ની સાથે પરત ફરે છે. તેની ઈચ્છા છે એક તેનો પુત્ર પંજાબમાં જ કોઈ પંજાબી છોકરી જોડે લગ્ન કરે.
બીજી બાજુ ગોગી વીસ વર્ષ પહેલા પંજાબ છોડીને મુંબઈમાં વસી ગયો. ત્યાં તેણે દક્ષિણ ભારતીય છોકરી લક્ષ્મી(કિશોરી શહાણે)જોડે લગ્ન કર્યા અને હવે બંનેની એક પુત્રી ઈશા(નૌશીન અલી સરદાર) છે. ગોગી ઈચ્છે છે એક તેની પુત્રીનુ લગ્ન પંજાબી છોકરા છોડે થાય, જ્યારે કે તેની પત્નીનુ કહેવુ છે કે છોકરો સાઉથ ઈંડિયન હોવો જોઈએ.
જોગીનો પુત્ર અને ગોગીની પુત્રી એક યાત્રા દરમિયાન મળી ચૂક્યા છે. તેમને ખબર નથી કે તેમના પિતા સાર્રા મિત્રો છે. તેની મુલાકાત સારી નહોતી રહી અને તે એકબીજાને નફરત કરે છે.
જ્યારે તેમને ખબર પડે છે કે તેના પિતા મિત્ર છે તો તેઓ એક પ્લાન બનાવે છે. જેના મુજબ બંનેના પરિવારની વચ્ચે ગેરસમજ ઉભી કરે છે. જોગી-ગોગીની વચ્ચેની દોસ્તી દુશ્મનીમાં ફેરવાય જાય છે.
રોહિત અને ઈશા તે માટે પોતાની જાતને જવાબદાર માને છે. તેઓ ફરીથી જોશી અને ગોગીને મિત્ર બનાવવા માંગે છે. તેઓ આ બધુ કેવી રીતે કરે છે તે માટે જોવી પડશે - 'દો દિલો કે ખેલ મેં'