રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ - રેડી

બેનર-સોહેલ ખાન પ્રોડક્શન્સ, ટી સ્રીરિઝ, રવૈલ ગૈડસન એંટરટેનમેંટ એંડ સોફ્ટવેર પ્રા.લિ.
નિર્માતા : રજત રવૈલ, ભૂષણ કુમાર, નિતિન મનમોહન, કિશન કુમાર, સોહેલ ખાન
નિર્દેશક : અનીસ બજ્મી
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : કલાકાર : સલમાન ખાન, અસિન, આર્ય બબ્બર, પરેશ રાવલ, મહેશ માઁજરેકર, અખિલેન્દ્ર મિશ્રા, પુનીત ઇસ્સર, મનોજ જોશી, મનોજ પાહવા, શરત સક્સેના

રિલીજ ડેટ : 3 જૂન 2011
IFM

સલમાનના પાત્રનુ નામ પ્રેમ ઘ્ણી ફિલ્મોમાં જોવા મળ્યુ છે. 'રેડી'માં તેઓ ફરી એકવાર પ્રેમ નામના ચરિત્રને ભજવીને દર્શકોનુ દિલ જીતવાનો પ્રયત્ન કરશે આ પ્રેમ પોતાના પિતા અને ચાચાઓની વિશાળ સંપત્તિનો એકમાત્ર વારસદાર છે. બીજા પિતાઓની જેમ પ્રેમના પિતા ઈચ્છે છે કે તેમનો પુત્ર લગ્ન કરીને સેટલ થઈ જાય. તેમને પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવવાની તક આપે. પરંતુ પ્રેમને પોતાનુ સિગલ સ્ટેટસ ખૂબ જ ગમે છે. સિંગલ રહેવાની તે ભરપૂર મજા લૂટે છે.

IFM

સંજના(અસિન)ના માતા-પિતા દુનિયામાં નથી રહ્યા, પરંતુ તેને માટે ઘણી મિલકત છોડી ગયા છે. તેના કાકાઓની નજર તેની પ્રોપર્ટી પર છે અને તેઓ સતત તેની મિલકત પર કબજો જમાવવાનુ ષડયંત્ર રચી રહ્યા છે. સંજના તાજેતરમાં જ ભારત પરત ફરી છે, પોતાના કાકાઓ સાથે રહેવા માટે. સંજનાના કાકાની ઈચ્છા છે કે સંજના તેમની પસંદના યુવક સાથે લગ્ન કરે.

IFM

સંજનાને પ્રેમ સાથે અને પ્રેમને સંજના સાથે પ્રેમ થઈ જાય છે. પ્રેમના પિતા ખુશ થઈ જાય છે કે તેમનો પુત્ર લગ્ન કરવા માંગે છે. સંજનાના કાકાને આ વાતની જાણ થાય છે તો તેઓ સંજના અને પ્રેમને અલગ કરવાના પ્રયત્ન કરે છે. ઘણી યોજનાઓ બનાવે છે, પરંતુ પ્રેમ પોતાના પરિવારની સાથે તેના કાકાઓને નિષ્ફળ કરે છે, આ દરમિયાન ઘણી મજેદાર ઘટનાઓ ઘટે છે. ગેરસમજ ઉભી થાય છે. રેડીમાં રોમાંસ, કોમેડી અને એક્શનની સાથે એ બધો મસાલો છે જે સામાન્ય દર્શકોને લોભાવે છે.
IFM

નિર્દેશક વિશે :
બોક્સ ઓફિસ પર અનીસની અગાઉની કેટલીક ફિલ્મો ભલે નિષ્ફળ ગઈ હોય, પરંતુ 'રેડી'ની સફળતાને લઈને તેને બિલકુલ પણ ચિંતા નથી. તેનુ માનવુ છે કે 'નો એટ્રી' પછી સલમાન સાથે તેમની આ બીજી ફિલ્મ પણ સફળ રહેશે. ઘણી હિટ ફિલ્મ બનાવી ચુકેલ અનીસને જાણ છે કે દર્શક શુ ઈચ્છે છે અને એ જ અનુભવ વડે તે મસાલા ફિલ્મ બનાવે છે. અનીસનુ માનવુ છે કે પારિવારિક ફિલ્મ પસંદ કરનારાને પણ 'રેડી' ગમશે.