સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

અતિથિ તુમ કબ જાઓગે ?:પતિ, પત્ની અને અતિથિ

IFM
બેનર: વોર્નર બ્રોસ, પિક્ચર્સ, વાઈડ ફ્રેમ ફિલ્મ્સ
નિર્માતા : અમિતા પાઠક, વૉનર બ્રોસ,
નિર્દેશક : અશ્વિન ધીર
સંગીત : પ્રીતમ
કલાકાર : અજય દેવગન, કોંકણા સેન, પરેશ રાવળ

યૂ સર્ટીફિકેટ *13 રીલ

રેટિંગ : 3/5

આ વ્યસ્ત જીંદગીમા અને મોંધવારીના સમયમાં અતિથિ કોઈને પણ ગમતા નથી. એ સમય વીતી ગયો જ્યારે ગેસ્ટ ઘરમાં ઘણા દિવસો સુધી પથારી પાથરીને બેસતા હતા અને ખરાબ પણ નહોતા લાગતા. આ વાતને ધ્યાનમાં રાખીને નિર્દેશક અશ્વિની ધીરે 'અતિથિ તુમ કબ જાઓગે' બનાવી છે. આમ તો તેમની સ્ટોરી ટીવી માટે વધુ ફિટ છે, પરંતુ અશ્વિનીએ ફિલ્મ બનાવી નાખી છે. પરંતુ ફિલ્મ ખરાબ નથી અને સમય પસાર કરવા જોઈ શકાય છે.

મુંબઈમાં રહેનારા પુનીત(અજય દેવગન) અને મુનમુન(કોંકણા સેન શર્મા)ની પોત-પોતાની વ્યસ્ત લાઈફ છે. પુનીત ફિલ્મોની સ્ક્રિપ્ટ લખે છે અને મુનમુન એક ઓફિસમાં કામ કરે છે. બંનેનો એક પુત્ર છે, જે મોટાભાગે એવા પ્રશ્નો કરે છે કે આપણી ઘરે મહેમાન કેમ નથી આવતા ?

છેવટે એક દિવસ પુનીતના દૂરના સંબંધી લમ્બોદર (પરેશ રાવળ)એમના ઘરે આવી ટપકે છે. તેમને બધા ચાચાજી કહે છે. ચાચાજીનો અંદાજ અનોખો છે. ઘરની બાઈ પાસે એ રીતે કામ લે છે કે તે નોકરી છોડીને જતી રહે છે. મુનમુન આને કારણે ખૂબ નિરાશ થઈ જાય છે. તેમનુ કહેવુ છે કે પતિ જો છોડીને જતો રહે તો તરત બીજો મળી જાય છે પણ બાઈ નથી મળતી.

ચાચાજીને માટે જમવાનુ બનાવવાનુ હોય તો સ્નાન કરીને જ કિચનમાં જવુ પડે છે. આવા અનેક તેમના નિયમ કાયદા છે. એક-બે દિવસ તો સારુ લાગે છે પરંતુ જ્યારે ચાચાજી જવાનુ નામ જ નથી લેતા તો પુનીત-મુનમુન તેમને ઘરેથી કાઢી મૂકવા માટે અવનવી તરકીબ અજમાવે છે. પરંતુ ચાચાજી આગળ બધી ટ્રેક્સ નિષ્ફળ થાય છે.

IFM
પુનીત અંડરવર્લ્ડ પાસે પણ જાય છે, છતા તેને નિષ્ફળતા સાંપડે છે. કેવી રીતે એ સફળ થાય છે અને તેમને ચાચાજીનુ મહત્વ સમજાય છે એ આ ફિલ્મનો સાર છે.

અશ્વિની ધીરે આ પહેલા 'વન ટૂ થ્રી'નામની ફિલ્મ બનાવી હતી, જેમા તેમણે અશ્લીલતાથી પરેજ નહોતુ કર્યુ. પરંતુ આ ફિલ્મને તેમણે આ બધી ગંદકીથી દૂર રાખી અને એકદમ સાફ-સુથરી ફિલ્મ રજૂ કરી છે.

ગણેણજી સાથે અતિથિને જોડવુ અએન કાલિયા(વિજુ ખોટે)અને ચાચાજીવાળા કેટલાક દ્રશ્ય સારા બન્યા છે. ફિલ્મ અંતિમ થોડીક રીલમાં નબળી પડી જાય છે. વાર્તાનો એંડ સારી રીતે નથી કર્યો. કેટલાક દ્રશ્યો વારંવાર આવ્યા છે. છેવટે જે ડ્રામા અને ઉપદેશ આપવામાં આવ્યો છે તે બોરિંગ છે.

ચાચાની હરકતોથી કંટાળેલા પુનીતનુ પાત્ર અજયે સારી રીતે ભજવ્યુ છે. કોંકણ સેનને નિર્દેશકે ઓછી તક આપી છે. પરેશ રાવળ આ ફિલ્મના હીરો છે. ગોરખપુરમાં રહેનારા લમ્બોદર ચાચાની બારીકાઈઓને તેમણે પડદાં પર ઉત્તમ રીતે રજૂ કરી છે. સતીષ કૌશિક અને વિજૂ ખોટેનો અભિનય સારો છે.

સંગીતના નામ પર એકાદ ગીત છે અને કેટલીક પૈરોડી છે જે નહી પણ હોતી તો કોઈ ફરક ન પડતો. ટૂંકમાં 'અતિથિ તુમ કબ જાઓગે ? ' એક સ્વચ્છ ફિલ્મ છે જે જોઈ શકાય છે.