રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

એક મેં ઔર એક તૂ : ફિલ્મ સમીક્ષા

બેનર : ધર્મા પ્રોડક્શંસ, યૂટીવી મોશન પિક્ચર્સ
નિર્માતા : કરણ જૌહર, રોની સ્ક્રૂવાલા, હીરુ જોહર
નિર્દેશક : શકુન બત્રા
સંગીત : અમિત ત્રિવેદી
કલાકાર : ઈમરાન ખાન, કરીના કપૂર, બોમન ઈરાની, રત્ના પાઠક, રામ કપૂર.
સેસર સર્ટિફિકેટ : યૂ/એ *15રીલ

રેટિંગ 3.5/5
IFM

'એક મે ઔર એક તૂ' માં કરીના કપૂરની જ એક હિટ ફિલ્મ 'જબ વી મેટ'ને અનુભવી શકાય છે. તેમા પણ બોરિંગ ટાઈપનો છોકરો સંજોગરૂપે જીંદગીના દરેક સેકંડનો આનંદ ઉઠાવનારી છોકરીના સંપર્કમાં આવે છે. તેની પાસેથી જીંદગી જીવવાનો અંદાજ શીખે છે. અને પ્રેમ કરી બેસે છે. આની સાથે જ મળતી આવતી સ્ટોરી 'એક મૈ ઔર એક તૂ' માં પણ જોવા મળે છે. જો કે 'એક મૈ ઔર એક તૂ'માં નવી વાત એ છે કે હીરો-હીરોઈનનું લગ્ન થઈ જાય છે. બંને લગ્ન તોડવાની કાર્યવાહી કરે છે અને આ દરમિયાન તેમની મૈત્રી થઈ જાય છે.

રાહુલ (ઈમરાન હાશમી) અને રિહાના(કરીના કપૂર)નો ઉછેર એકદમ જુદા જ વાતાવરણમાં થયો છે. રાહુલ પોતાના ડેડી સામે મોઢુ નથી ખોલી શકતો. ટાઈ પણ તે પોતાના પિતાને પૂછીને જ પહેરે છે. મમ્મીના કહેવાથી તે દરેક કોળિયો 32 વાર ચાવીને ખાય છે. દિવસે ત્રણ વાર બ્રશ કરે છે અને અંડરવિયર પણ ઈસ્ત્રી કરીને પહેરે છે. એ વાત સાચી કે આનાથી થોડી સારી આદતો શીખવા મળે છે, પરંતુ તેના પર વધુ પડતા મેનર્સ લાદી દેવામાં આવે છે. જેનુ વજન ઉઠાવતા ઉઠાવતા તે પરેશાન થઈ ગયો છે. તે 25 વર્ષનો છે, પણ તેના પેરેંટ્સ હજુ પણ તેને દસ વર્ષનું બાળક જ સમજે છે.

બીજી બાજુ રિહાના પોતાની મરજીની માલિક છે. પોતાના રીતે લાઈફને એંજોય કરે છે. પેરેંટ્સનું કોઈ પ્રકારનું પ્રેશર તેના પર નથી. રિહાના અને તેના ડેડીના સંબંધો એટલા ઓપન છે કે તે પોતાની પુત્રીને પૂછી લે છે કે જે વ્યક્તિ સાથે તેનું ભૂલથી લગ્ન થઈ ગયુ છે, તેની સાથે તેણે સુહાગરાત માણી છે કે નહી.

IFM

લાસ વેગાસમાં રહેનારા બંને વ્યક્તિ જોબલેસ છે. ક્રિસમસની પ્રથમ રાત્રે તેઓ ખૂબ દારૂ પી લે છે અને નશામાં વેડિંગ ચૈપલ જઈને લગ્ન કરી લે છે. લાસ વૈગાસમાં તમે ક્યારેય પણ કોઈપણ પરિસ્થિતિમાં લગ્ન કરી શકો છો. સવારે આંખ ખુલે છે તો પોતાની ભૂલ સમજાય છે. તેઓ પોતાના લગ્નને રદ્દ (એનલ્ડ)કરવા માટે દોડે છે. જેમા થોડા દિવસ લાગી જાય છે અને આ દરમિયાન બંનેની જીંદગીમાં ચેંજ આવી જાય છે.

વાર્તા જાણીતી લાગે છે, પરંતુ શકુન બત્રાનુ નિર્દેશન એટલુ સરસ છે કે ફિલ્મ બાંધી રાખે છે. હળવાશથી તેમણે વાર્તાને આગળ વધારી છે. ક્યાય પણ ઈમોશનલ કે ડ્રામેટિક સીનનો ઓવરડોઝ નથી. ફિલ્મના બંને કેરેક્ટર્સ એકબીજાથી અલગ છે જેને શકુને વિસ્તારપૂર્વક રજૂ કર્યો છે. ઈમરાન અને કરીનાનો સ્વભાવ જોઈને અંદાજ આવી જાય છે કે તેમનો ઉછેર કેવા વાતાવરણમાં થયો છે

સામાન્ય રીતે ઈટરવલ પછી આવનારા ભાગમાં લવ સ્ટોરીઝ પર આધારિત ફિલ્મ વિખરાય જાય છે, પરંતુ આ ભાગને શકુને ખૂબ જ સારી રીતે સાચવ્યો છે. સ્ટોરી મુંબઈ શિફ્ટ થાય છે અને કરીનાના પરિવાર સાથેના કેટલાક શ્રેષ્ઠ દ્રશ્યો જોવા મળે છે. અભિજાત્ય વર્ગનું બનાવટીપનને ડિનર ટેબલ પર ફિલ્માવેલ સીન દ્વારા ખૂબ જ શ્રેષ્ઠતાપૂર્વક રજૂ કરવામાં આવ્યુ છે. જેમા ઈમરાનનો ગુસ્સો ફૂટી નીકળે છે. ઈમરાન અને કરીનાના પ્રેમને લઈને ગેરસમજવાળું દ્રશ્ય અને ઈમરાનના પિતા દ્વારા તેને ટાઈ પહેરાવવાનું દ્રશ્ય વખાણવા લાયક છે.

IFM

છોકરા અને છોકરી વચ્ચે દોસ્તી અને પ્રેમની લાઈન ખૂબ જ ઝાંખી હોય છે અને તેની આજુબાજુ ફિલ્મ બનાવવી સહેલી નથી હોતી. પરંતુ શકુન આમા સફળ થયા છે અને ફિલ્મનો અંત પણ તાજગી લાવ્યો છે. ફિલ્મમાં કનવર્સેશન (વાતચીત) વધુ છે અને એક્શન ઓછી તેથી સ્ક્રિપ્ટ અને ડાયલોગ શાનદાર હોવા જોઈએ. જેમા લેખક આયેશા અને શકુન બત્રા સફળ રહ્યા છે, કારણ કે ઈમરાન અને કરીનાની વાતચીત સાંભળવી સારી લાગે છે.

સંગીતકાર અમેતિ ત્રિવેદી અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યનો ઉલ્લેખ પણ જરૂરી છે. બંનેયે સાંભળવા લાયક અને યુવા સંગીત આપ્યુ છે. ગીતને સ્ક્રિપ્ટમાં એવા ગૂંથ્યા છે કે ગીત દ્વારા વાર્તા આગળ વધે છે. ગુબ્બારે, આંટીજી અને એક મે ઔર એક તૂ જેવા ગીત પહેલીવાર સાંભળતા જ ગમે છે.

ફિલ્મની લીડ પેયર કરીના-ઈમરાનની કેમેસ્ટ્રી ખૂબ જામી છે. જેનો શ્રેય તેમની એક્ટિંગને જાય છે. વય વધવાની સાથે સાથે કરીના સુંદર થવાની સાથે એક્ટિંગમાં પણ નિપુણ થઈ રહી છે. રિહાનીની જીંદાદીલીને તેણે જીવંત બનવી છે અને આખી ફિલ્મમાં તેનો અભિનય જોવા લાયક છે.

અભિનયની બાબતે ઈમરાન પણ કરીનાથી ઓછો ઉતરે તેવો નથી. તેના પાત્રનુ પોતાના પિતા સામે બોલતી બંધ થઈ જાય છે અને આ દ્રશ્યોમાં તેમણે શ્રેષ્ઠ અભિનય કર્યો છે. બોમન ઈરાની, રત્ના પાઠક શાહ, રામ કપૂર સહિત બધા કલાકારોએ સારો અભિનય કર્યો છે.

'એક મે ઔર એક તૂ' સ્વીટ રોમાંટિક મૂવી છે. આ ફિલ્મને જોઈને વેલેંટાઈન વીકને શ્રેષ્ઠ બનાવી શકાય છે.