સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

કાઈટ્સ: ફિલ્મ સમીક્ષા

IFM
બેનર: ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન પ્રા.લિ.
નિર્માતા: રાકેશ રોશન
નિર્દેશક : અનુરાગ બસુ
સંગીત: રાજેશ રોશન
કલાકાર: ઋત્વિક રોશન, બારબરા મોરી, કંગના, નિક બ્રાઉન, કબીર બેદી, યુરી સુરી
યુ/એ* 14 રીલ * 2 કલાક 8 મિનિટ
રેટિંગ 3/5

'કાઈટ્સ'ની વાર્તા પર જો તમે ધ્યાન આપશો તો તમને લાગશે કે આ એક સાધારણ છે. આની અંદર કંઈ પણ નવું નથી. આપણે આ રીતની વાર્તાવાળી હજારો ફિલ્મો જોઈ ચુક્યા છીએ. તે છતાં પણ જો આ ફિલ્મ જોવા લાયક હોય તો તેની અસાધારણ પ્રસ્તુતિના લીધે છે.

નિર્દેશક અનુરાગ બાસુ આ સામાન્ય વાર્તાને એક અલગ જ સ્તર પર લઈ ગયાં છે અને ફિલ્મને તેમણે ઈંટરનેશનલ લુક આપ્યો છે. આધુનિક ટેકનીક, શાર્પ એડીટીંગ અને ભવ્યતાનું એટલુ ઉમદા પેકિંગ કર્યું છે કે જુની વાર્તા પણ નવી લાગે છે.

લોસ વેગાસમાં રહેનારો જે (ઋત્વિક રોશન) પૈસા કમાવવા માટે તે છોકરીઓ જોડે પણ લગ્ન કરી લે છે જે ગ્રીન કાર્ડ ઈચ્છતી હોય. આવી રીતે 11મા લગ્ન તે નતાશા/લિંડા (બાર્બરા મોરી) સાથે કરે છે જે મેક્સિકોથી પૈસા કમાવવા માટે લોસ વેગાસ આવી છે.

અરબપતિ અને કેસિનોના માલિક (કબીર બેદી)ની છોકરી જીના (કંગના)ને જે ડાંસ શીખવાડે છે. જીના તેને ખુબ જ પ્રેમ કરતી હોય છે. જેની નજર માત્ર તેના પૈસા પર હોય છે એટલે તે પણ પ્રેમનું નાટક કરે છે.

IFM
બીજી બાજુ નતાશા પણ જીનાના ભાઈ ટોની (નિલ બ્રાઉન) સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે જેથી કરીને તેની ગરીબી દૂર થઈ જાય. નતાશા અને જેની એક વખત ફરીથી મુલાકાત થાય છે અને તેમને એવું લાગે છે કે તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે.

લગ્નના એક દિવસ પહેલા નતાશા જેની સાથે ભાગી છુટે છે. ટોની અને તેના પિતા અપમાન જેવું લાગે છે અને તેઓ જે-નતાશાને શોધે છે જેથી કરીને તેઓ તેમની હત્યા કરીને પોતાનો બદલો લઈ શકે. ટોની સફળ થાય છે કે જે? આ ફિલ્મની અંદર લાંબી ચેંજીંગ દ્વારા દેખાડવામાં આવ્યું છે.

આમાં કોઈ શંકા નથી કે ફિલ્મની વાર્તા એકદમ સામાન્ય છે. વધારે પડતાં ચઢાવ-ઉતાર પણ નથી. અમુક ખામી પણ છે કે કેવી રીતે અમીર, શક્તિશાળી અને બગડેલા પરિવારના બે સભ્યો એકદમ ગરીબ લોકો સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે અને પૈસા પાછળ ભાગતા જે અને નતાશા પ્રેમ માટે બધુ જ છોડી દે છે. પરંતુ નિર્દેશક અનુરાગ બસુએ આ ફિલ્મની વાર્તાને એટલી સુંદર રીતે ફિલ્માવી છે કે બધુ જ ઈગ્નોર કરી શકાય છે.

વાર્તાને સીધી રીતે કહેવાની જગ્યાએ તેઓએ આને જટિલતાની સાથે કહી છે જેના લીધે ફિલ્મની અંદર થોડીક રોચકતા ઉત્પન્ન થાય. ફ્લેશબેકનો ખુબ જ સરસ રીતે ઉપયોગ કર્યો છે. એક ફ્લેશબેક શરૂ થાય છે અને તે પુર્ણ થાય તે પહેલા બીજા ઘટનાક્રમની શરૂઆત થઈ જાય છે. પછી આગળ જઈને જુના ફ્લેશબેકની શરૂઆત કરવામાં આવે છે. એલર્ટ રહીને દર્શકને બધુ જ યાદ રાખવું પડે તેમ છે.

ફિલ્મની અંદર ઈમોશન નાંખવા માટે સંવાદોની મદદ નથી લેવાઈ કેમકે ફિલ્મના બંને પાત્રો એકબીજાની ભાષા નથી જાણતાં તે છતાં પણ નતાશાના પ્રેમને તમે અનુભવ કરી શકો છો. ટોનીથી બચતાં ફરતાં તેમને તે પણ ખબર નહોતી કે તેઓ ક્યાર સુધી જીવીતે રહેશે, એટલા માટે તેઓ દરેક ક્ષણમાં આખી જીંદગી જીવી લેવા માંગે છે. આ વાતને અનુરાગે ખુબ જ સુંદર રીતે રજુ કરી છે.

ફિલ્મની એડિટિંગ ચુસ્ત છે જેના લીધે ફિલ્મની ગતિમાં ઝડપ આવી ગઈ છે અને તેના લીધે દર્શકોને વધારે વિચારવાનો ટાઈમ નથી મળતો. કાઈટ્સને ઈંટરનેશનલ લુક આપવા માટે તેની એડિટીંગે મહત્વપુર્ણ રોલ ભજવ્યો છે.

ઋત્વિક રોશન હેંડસમ દેખાય છે. જ્યાં સુધી અભિનયનો સવાલ છે ત્યાં સુધી ફિલ્મની શરૂઆતમાં પાત્રને અનુસાર તેઓ લંપટતા દેખાડી શક્યા નથી પરંતુ ત્યાર પછી પ્રેમની અંદર ડુબેલા પ્રેમીનો રોલ તેમણે ખુબ જ સુંદર રીતે ભજવ્યો છે. ઋત્વિકની સરખામણીમાં બારબરા ખુબ જ સુંદર દેખાય છે પરંતુ તેમની કેમેસ્ટ્રી ખુબ જ જામે છે. બારબરાની એક્ટિંગ એટલી બધી નેચરલ છે કે લાગતુ જ નથી કે તે અભિનય કરી રહી છે. કંગના અને કબીર બેદીની પાસે કંઈ વધારે નથી. નિક બ્રાઉને ખલનાયકનો રોલ સારી રીતે ભજવ્યો છે.

IFM
રાજેશ રોશનના બે ગીત 'જીંદગી દો પલ કી' અને 'દિલ ક્યુ યે મેરા' સાંભળવા જેવા છે. ફિલ્મના સંવાદ અંગ્રેજી, સ્પેનીશ અને હિંદીમાં છે. મલ્ટીપ્લેક્સમાં અંગ્રેજી અને સિંગલ સ્ક્રીનમાં હિંદી સબ ટાઈટલ આપવામાં આવ્યું છે.

ટેકનીકી રૂપે ફિલ્મ હોલીવુડના સ્તરની છે. અયનંકા બોસની સિનેમાટોગ્રાફી કમાલની છે. સલીમ-સુલેમાનનું બેકગ્રાઉંડ મ્યુઝીક ખુબ જ ઉમદા છે.

કાઈટ્સની વાર્તા પર જો મહેનત કરી હોત તો ફિલ્મની વાત જ કંઈક અલગ હોત. તે છતાં પણ ઓર્ડિનરી વાર્તાને એક્સટ્રા ઓર્ડિનરી રીતે રજુ કરી છે તેથી કાઈટ્સ જોઈ શકાય છે.