સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

જીંદગી ન મિલેગી દોબારા - ફિલ્મ સમીક્ષા

IFM
બેનર : ઈરોજ ઈંટરનેશનલ મીડિયા લિ, એક્સેલ ઈંટરટેનમેંટ
નિર્માતા : રિતેશ સિંઘવાની, ફરહાન અખ્તર
નિર્દેશક : જોયા અખ્તર
સંગીત : શંકર-અહેસાન-લોય
કલાકાર : ઋત્વિક રોશન, કેટરીન કેફ, અભય દેઓલ, ફરહાન અખ્તર, કલ્કિ કોચલિન, નસીરુદ્દીન શાહ

સેંસર સર્ટિફિકેટ : યૂ/એ *2 કલાક 34મિનિટ *17 રીલ

બેચલર પાર્ટી, રોડ ટ્રિપ, એડવેંચર સ્પોર્ટ્સ, સ્કૂલ કોલેજના મિત્રો સાથે ગીત ગાવુ એવી વાતો છે જે દરેક વય નએ વર્ગના લોકોને ગમે છે. કેટલાક એ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હોય છે અને કેટલાકને વીતેલા દિવસો યાદ આવી જાય છે. આને જ આધાર બનાવીને જોયા અખ્તર એ 'જીંદગી ના મિલેગી દોબારા' ફિલ્મ બનાવી છે.

કેટલીક આ જ પ્રકારની ફિલ્મ જોયાના ભાઈ ફરહાન અખ્તર એ પણ દસ વર્ષ પહેલા 'દિલ ચાહતા હૈ'નામથી બનાવી હતી. જોયા ની ફિલ્મ પોતાના ભાઈની ફિલ્મના સ્તરની તો નથી, પરંતુ મૈત્રી, પ્રેમ, જીંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ, જીવન જીવવાની સ્ટાઈલ જેવી વાતોને તેમણે પોતાની ફિલ્મ દ્વારા સારી રીતે રજૂ કરી છે. જો તેઓ પોતાના દ્વારા ફિલ્માવેલ દ્રશ્યોને નાના કરવાની હિમંત રાખતી તો દર્શક પણ અમુક જગ્યાએ બોર થવાથી બચી જતા અને ફિલ્મમાં ચુસ્તી આવી જતી.

વાર્તા ત્રણ મિત્રોની છે. કબીર(અભય દેઓલ)ની શોધ નતાશા(કલ્કિ કોચલિન)ના લગ્ન થવાના છે. લગ્ન પહેલા તે પોતાના બે મિત્રો ઈમરાન(ફરહાન અખ્તર) અને અર્જુન (ઋત્વિક રોશન)ની સાથે સ્પેનમાં લાંબી રોડ ટ્રિપ પર જાય છે.

IFM
ત્રણેનો મિજાજ, જીંદગી પ્રત્યે દ્રષ્ટિકોણ બિલકુલ જુદો જ છે. ઈમરાન હજુ પણ નાનો જ છે. શાળા-કોલેજવાળી મસ્તી હજુ પણ તેની ચાલુ છે. લાગે છે કે જીંદગી પ્રત્યે ગંભીર નથી. બીજી બાજુ અર્જુન પરિપક્વ થઈ ચુક્યો છે. 40 વર્ષની વય સુધી તે ઢગલો પૈસા કમાવી લેવા માંગે છે. જેથી પાછળથી રિટાયર થઈને જીંદગીની મજા લૂટી શકે. કબીર પોતાના સંકોચી સ્વભાવને કારણે પરેશાન રહે છે.

આ બહારની યાત્રા સાથે સાથે ત્રણેય આંતરિક યાત્રા પણ કરે છે. આ દરમિયાન તેઓ ખુદને ઓળખે છે. સાથે જ તેઓ કેટલાક લોકોને મળે છે, કેટલીક ઘટનાઓ તેમની સાથે થાય છે. જેના દ્વારા તેમને ખુદને સમજવાની તક મળે છે. તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે કે નહી, આ વાત સાથે તેઓ રૂબરૂ થાય છે.

ઋત્વિક રોશનવાળો ટ્રેક આ બધામાં શ્રેષ્ઠ છે. ઋત્વિકનો જીંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને તેમા ફેરફાર થવો એ તર્કસંગત છે. ફરહાન અખ્તરની વાર્તાથે તેના પિતાવાળો ટ્રેક નબળો છે, પરંતુ ફરહાનનુ મસ્તીથી ભર્યુ પાત્ર આને છુપાવી છે. અભય દેઓલની સ્ટોરી ઠીક છે.

થોડી લાઈનની વાર્તામાંમ જેમા વધુ ગૂંચવણ નથી હોતી, સ્ક્રીનપ્લેનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વાર્તાને ખૂબ ધીમે ધીમે આગળ વધારી છે અને વચ્ચેની જગ્યાને ભરવા માટે સશક્ત દ્રશ્યોની જરૂર પડે છે. સંવાદન પણ અસરદાયક હોવા જોઈએ. કારણ કે પાત્રોના મનમાં શુ ચાલી રહ્યુ છે, એ સંવાદથી જ જાણ થાય છે. 'જીંદગી ના મિલેગી દોબારા' આ પરિક્ષામાં ખરી ઉતરી છે.

પહેલા હાફમાં ઘણા દ્રશ્યો સારા બન્યા છે. ઈંટરવલ પછી ફિલ્મ ઘણી જગ્યાએ પાટા પરથી ઉતરી જાય છે, કારણ કે દ્ર્શ્યોને લાંબા ખેંચવામાં આવ્યા છે. ખાસ કરીને એડવેંચર સ્પોર્ટ્સના સીન લાંબા થઈ ગયા છે. ફિલ્મનો અંત પણ કેટલાક લોકોને ચોંકાવી દે છે. કારણ કે આકસ્મિક રૂપે જ ફિલ્મ સમાપ્ત થઈ જાય છે, પરંતુ વાતને સમાપ્ત કરવાની આ જ યોગ્ય રીત છે.

નિર્દેશકના રૂપમાં જોયા અખ્તર પ્રભાવિત કરે છે. તેમણે ખૂબ જ શાંતિપૂર્વક અને સમજી વિચારીને પોતાની વાત સામે મુકી છે. દરેક પાત્રની ખૂબી અને કમજોરીને તેણે શ્રેષ્ઠ રીતે પડદાં પર રજૂ કરી છે. કેટલાક દ્રશ્ય તેણે શાનદાર રીતે રજૂ કર્યા છે. ખાસ કરીને ઋત્વિક અને કેટરીના કેફના ચુંબન દ્રશ્ય માટે જે સિચુએશન ઉભી કરી છે તે લાજવાબ છે. ફિલ્મને સંપાદિત કરવાની હિમંત એ બતાવતી તો ફિલ્મનો રોમાંચ વધી શકતો હતો.

ઋત્વિક રોશન હેંડ્સમ લાગવાની સાથે સાથે તેમણે પોતાના પાત્રની ઝીણવટોને સારી રીતે પકડી છે. ફરહાન અખ્તરએ પોતાના અભિનય દ્વારા પોતાના પાત્રને ખૂબ જ મનોરંજક બનાવ્યુ છે. અભય દેઓલનુ પાત્ર ઋત્વિક અને ફરહાનની તુલનામાં થોડુ દબાય ગયુ છે, પરંતુ તેમણે પોતાની તરફડાટને સારી રીતે રજૂ કરી છે.

IFM
કેટરીના કેફની એક્ટિંગ આ ફિલ્મની સરપ્રાઈઝ છે. તેનુ સ્ક્રીન પ્રેજંસ જોરદાર છે અને જ્યારે જ્યારે તે સ્ક્રીન પર નથી દેખાતી તો તેની કમી ખૂંચે છે. તેના રોલને લંબાવી શકાતો હતો. કલ્કિ અને નસીરુદ્દીન શાહ પોતાના નાનકડા રોલમાં પણ પ્રભાવિત કરે છે. શંકર-અહેસાન-લોયનું સંગીત ફિલ્મને મેચ કરે છે. કાર્લોસ કૈટેલનએ સ્પેનની સુંદરતાને ખૂબ જ સુંદરતાથી કેમેરામાં કેદ કરી છે.

'જીંદગી ના મિલેગી દોબારા' જીંદગી પ્રત્યે આપણા દ્રષ્ટિકોણને સકારાત્મક કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

રેટિંગ : 3/5

1 - બેકાર, 2-સરેરાશ, 2.5- ટાઈમપાસ, 3-સારી, 4-શાનદાર, 5-અદ્દભૂત