સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

દિલ તો બચ્ચા હૈ જી : ફિલ્મ સમીક્ષા

IFM
બેનર : ભંડારકર એંટરટેનમેંટ, વાઈડ ફ્રેમ પિક્ચર્સ
નિર્માતા : કુમાર મંગત પાઠક, મધુર ભંડારકર
નિર્દેશક : મધુર ભંડારકર
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : અજય દેવગન, ઈમરાન હાશમી, ઓમી વૈદ્ય શ્રુતિ હસન, શાજાન પદ્મસી, શ્રદ્ધા દાસ, ટિસ્કા ચોપડા, રિતુપર્ણા સેનગુપ્તા.

સેંસર સર્ટિફિકેટ : એ *2 કલાક 28 મિનિટ *16 રીલ

રેટિંગ : 3/5

સારુ છે કે મધુર ભંડારકરે પોતાનો ટ્રેક બદલ્યો નહિ તો એક જેવી ફિલ્મ બનાવતા તેઓ ટાઈપ્ડ થવા માંડ્યા હતા. અગાઉની ફિલ્મ 'જેલ'ની અસફળતાએ તેમને સબક શીખવાડતા તેમણે આ વખતે હલકી ફુલકી રોમાંટિક ફિલ્મ 'દિલ તો બચ્ચા હૈ જી' બનાવી.

મોટાભાગના નિર્દેશક જ્યારે પોતાના કમ્ફર્ટ જોનમાંથી બહાર આવે છે તો શ્રેષ્ઠ ફિલ્મ નથી આપી શકતા. કંઈક નવુ કરવાના ચક્કરમાં તેઓ બહેકી જાય છે. 'દિલ તો બચ્ચા હૈ જી' દ્વારા મધુરે કોઈ મહાન રચના તો નથી કરી પરંતુ આ ફિલ્મ સરેરાશથી સારી છે. ઘણી જગ્યાએ સ્ક્રિપ્ટમાં એડિટિંગની જરૂર અનુભવાય છે, પરંતુ સમગ્ર રીતે આ ફિલ્મ દર્શકોને 'ફીલ ગુડ'નો અહેસાસ કરાવે છે.

IFM
પ્રેમના માપદંડ સૌ માટે જુદા જુદા છે. કોઈ સેક્સને જ પ્રેમ સમજે છે. કોઈનુ દિલ કોઈ એકથી સંતુષ્ટ થતુ જ નથી, તો કોઈ એક પર જ પોતાનુ દિલ ન્યોછાવર કરી દે છે. જેને આધાર બનાવી મધુર ભંડારકર, નીરજ અડવાની અને અનિલ પાંડેએ 'દિલ તો બચ્ચા હૈ જી'ની વાર્તા અને સ્ક્રીનપ્લે લખ્યા છે.

38 વર્ષીય નરેન આહુજા(અજય દેવગન)નુ વૈવાહિક જીવન નિષ્ફળ રહ્યુ. પત્નીથી તે છુટાછેડા લઈ રહ્યો છે. આ દરમિયાન તે પોતાનાથી અડધી વયની છોકરી જૂન પિંટો(શાઝાન પદ્મસી) તરફ આકર્ષિત થવા માંડે છે.

જૂન આજની જનરેશન છે, જે કોઈની પણ સાથે પોતાના દિલની વાતો બિંદાશ પૂર્વક શેર કરે છે. તે પોતાના બોસ નરેનને પણ પૂછી બેસે છે કે તેમણે પહેલીવાર સેક્સ કંઈ વયે કર્યુ હતુ. નરેન તેના આ બિંદાસપણને જ પ્રેમ સમજી બેસે છે.

નરેનને બે પેઈંગ ગેસ્ટ છે, મિલિંદ કેલકર(ઓમી વૈદ્ય)અને અભય (ઈમરાન હાશમી) મિલિંદને માટે પ્રેમનો મતલબ છે લગ્ન અને પરિવાર. તેને એ વાતથી મતલબ છે કે તે ગુનગુન(શ્રદ્ધા દાસ)ને ચાહે છે ભલે ગુનગુન તેનો અને તેના પૈસાનો ઉપયોગ કરતી હોય. સાચો પ્રેમ જ તેને માટે મહત્વનો છે.

અભયની જીંદગી ત્રણ 'એફ'ની આસપાસ ફરે છે. ફન, ફ્લર્ટિંગ અને ...... તેની જીંદગીનુ આદર્શ વાક્ય છે સૂઈ જાવ અને સૂવા દો. પ્રેમ તેને માટે બેકારની વાતો હતી, જ્યા સુધી તે નિક્કી(શ્રુતિ હસન)ને મળતો નથી. આ ત્રણેના પ્રેમની ગાડી મંઝીલ સુધી પહોંચે છે કે નહી, એ ફિલ્મમાં હળવા મનોરંજક રીતે બતાવવામાં આવ્યુ છે.

આ વાર્તમાં હાસ્યની ભરપૂર શક્યતા હતી, પરંતુ ત્રણે લેખક મળીને તેનો સારો ઉપયોગ ન કરી શક્યા. ઘણી જગ્યાએ ફિલ્મ ઢસડીને આગળ વધે છે. ખાસ કરીને પ્રથમ હાફમાં. ત્રણે કેરેક્ટર્સને સ્થાપિત કરવામાં જરૂર કરતા વધુ સમય લેવામાં આવ્યો છે. તેમ છતા તેમને જેટલા રજૂ કરવામાં આવ્યા છે તે સારા લાગે છે. સંજય છૈલ દ્વારા લખાયેલ 'આજકલ તક હોલસેલમે બ્રેડલક ચલ રહા હૈ'જેવા સંવાદ ઘણી જગ્યાએ હસાવે છે. અજય અને શાઝાનની વાર્તા સૌથી વધુ રસપ્રદ છે અને હસાવે છે.

IFM
નિર્દેશક મધુરે પ્રેમને લઈને જુદા જુદા દ્રષ્ટિકોણને પોતાના કેરેક્ટર દ્વારા સામે મૂક્યા છે. તેમની ત્રણે ફિમેલ કેરેક્ટર્સ ખૂબ જ પ્રેકટિકલ અને બોલ્ડ છે. અભયની સાથે નિક્કી એક રાત વિતાવે છે અને સેક્સને લઈને બિલકુલ અસહજ નથી થતી. ગુનગુન પોતાના સ્વાર્થ માટે મિલિંદનુ ખૂન શોષણ કરે છે.

એક નિર્દેશકના રૂપમાં મધુરે વાર્તાને એ રીતે રજૂ કરી છે કે ઉત્સુકતા બની રહે છે. જો કે ઘણી જગ્યાએ રિપીટેશન જોવા મળ્યુ છે. ફિલ્મની લંબાઈ પણ વધુ છે અને અંત પણ પરફેક્ટ કહી શકાતો નથી.

અભિનય ફિલ્મનું સૌથી મજબૂત પાંસુ છે. અજય દેવગને પોતાનાથી અડધી વયની છોકરીને પ્રેમ કરવાની અસહજતાને શ્રેષ્ઠ રીતે રજૂ કરી છે. શાઝાન પદ્મસી ફિલ્મની સરપ્રાઈઝ છે. તેનો સુંદર અને માસૂમ ચેહરોનો નિર્દેશકે સારો ઉપયોગ કર્યો છે. શાઝાનનો અભિનય ઉલ્લેખનીય છે અને આ ફિલ્મ પછી તેને સારી તકો મળી શકે છે.

ઈમરાન હાશમી માટે લંપટ વ્યક્તિનુ પાત્ર ભજવવું કાયમ સરળ રહ્યુ છે. આ ફિલ્મમાં તેમણે પોતાના અભિનયમાં સુધારો કર્યો છે. ઓમી વૈદ્ય '3 ઈડિયટ્સ'થી ઉઠીને સીધા 'દિલ તો બચ્ચા હૈ જી'મા આવી ગયા છે. શ્રુતિ હસનમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો અને શ્રદ્ધા દાસ પણ પ્રભાવિત કરે છે.

પ્રીતમનુ સંગીત મધુર છે, પરંતુ હિટ ગીતની કમી છે. હિટ ગીત આ ફિલ્મ માટે મદદરૂપ સાબિત થઈ શકતા હતા. હાલ કેટલાક દિવસોથી ઔર જાદુગરી ફેમસ થઈ રહ્યુ છે. ટૂંકમાં ઉણપો હોવા છતા પણ 'દિલ તો બચ્ચા હૈ જી'રોચક છે.