બે અઠવાડિયા પહેલા રજૂ થયેલ ફિલ્મ ડોન 2 અને આ અઠવાડિયે રજૂ થયેલ ફિલ્મ 'પ્લેયર્સ'માં ઘણી સમાનતા છે. ડોન નોટ છાપવાની પ્લેટ્સ ચોરવા માટે ટીમ બનાવે છે. સફળ થાય છે, પરંતુ ખરા સમયે તેના સાથી મિત્રો ગદ્દારી કરે છે.
આ અઠવાડિયે રજૂ થયેલ ફિલ્મ 'પ્લેયર્સ'માં દસ હજાર કરોડ રૂપિયાનુ સોનુ ચોરવાનું છે જ ટ્રેન દ્વારા રશિયાથી રોમાનિયા લઈ જવામાં આવી રહ્યુ છે. એક ટીમ બનાવવામાં આવે છે, જેમા જાદૂગર છે, કોમ્પ્યુટરનો નિષ્ણાત છે, એક વિસ્ફોટ વિશેષજ્ઞ છે. આ ટીમ પણ સફળ થાય છે અને ત્યારબાદ તરત જ એક સાથી ગદ્દારી કરે છે.
નિર્દેશકનુ કામ છે કે અવિશ્વસનીય વાર્તાને સફળ બનાવવી. ડોન 2ના નિર્દેશક ફરહાન અખ્તર થોડા ઘણા સફળ રહ્યા, પરંતુ 'પ્લેયર્સ'ના નિર્દેશક અબ્બાસ-મસ્તાન આ બાબતે સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા.
પહેલાથી છેવટ સુધી જે સ્ક્રીન પર બતાવવામાં આવે છે તે બિલકુલ વિશ્વસનીય નથી લાગતુ. થ્રિલર ફિલ્મ બનાવવામાં જાણીતા અબ્બાસ-મસ્તાનની આ સૌથી ખરાબ ફિલ્મોમાંથી એક છે.
P.R
ચાર્લી (અભિષેક બચ્ચન) કરોડોનું સોનું લૂંટવાની યોજનાનો મુખ્ય સૂત્રધાર હોય છે. તેના રોલ મોડલ વિક્ટર દાદા (વિનોદ ખન્ના) તેને સ્ફોટક એક્સપર્ટ બિલાલ(સિકંદર ખેર), જાદુગર રોની (બોબી દેઓલ), સ્પાઈડર (નિલ નિતીન મુકેશ), ઓટોમોબાઈલ એક્સપર્ટ (બિપાશા બાસુ), નૈના (સોનમ કપૂર) અને મેકઅપ એક્સપર્ટ સન્ની (ઓમી વૈદ્યા)ની એક ટીમ બનાવવામાં મદદ કરે છે. આ આખી ટીમ મળીને એક ચાલતી ટ્રેનમાં રાખેલું કરોડોનું સોનું 10 મિનીટમાં લૂંટવા માટેની યોજના ઘડે છે. તેઓ કેવી રીતે આ યોજના પાર પાડે છે અને તેમાં સફળ રહે છે કે નહીં, તેના પર આધારિત છે 'પ્લેયર્સ'.
ફિલ્મ કુશળ, સ્ટાઈલિશ અને શાર્પ 'પ્લેયર્સ'ની ગેન્ગ પર આધારિત છે જેઓ એક ખતરનાક ચોરીનો પ્લાન બનાવે છે. આ હોલિવૂડ ફિલ્મ 'ધ ઈટાલિયન જોબ'ની હિન્દી રિમેક છે. જો કે, 'ધ ઈટાલિયન જોબ' જેટલો રસપ્રદ સ્ક્રિનપ્લે 'પ્લેયર્સ'માં જોવા નહીં મળે. અબ્બાસ-મસ્તાને ફિલ્મને ભારતીય દર્શકોને અનુકૂળ બનાવવા માટે અમુક ફેરફારો કર્યા છે, જે મૂળ ફિલ્મમાં નહોતા. જેના કારણે ફિલ્મ લાંબઈ અને કંટાળાજનક બની ગઈ છે. અમુક સિકવન્સને વધુ સચોટતાથી રજૂ કરી હોત તો ફિલ્મ વધારે પ્રભાવશાળી બની શકી હોત.
P.R
નિલનું પાત્ર પડકારજનક છે પણ તે અપેક્ષામાં ખરો નથી ઉતરતો. સિકંદર અને ઓમી વૈદ્યનો અભિનય તેમના પાત્રમાં સારો છે. બોબી દેઓલ તદ્દન વેડફાયો છે. ઓટોમોબાઈલ એક્સપર્ટની ભૂમિકામાં બિપાશા બાસુ સુપર સેક્સી અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. તેની બિકીની સિકવન્સમાં તે ખરેખર સ્ટાઈલિશ સોનમે સેક્સી દેખાવાનો પૂરતો પ્રયાસ કર્યો છે જેમાં તે સફળ રહી છે પણ એક્ટિંગમાં તેણે ઘણી મહેનત કરવાની જરૂર છે. જ્યા સુધી વાત છે અભિષેક બચ્ચનની તો, તેણે પણ પાપા બિગ બી પાસેથી અભિનય અને સ્ક્રિન પર પોતાની અસર ઊભી કરાવની ટિપ્સ લેવાની ખાસ્સી જરૂર છે.
સ્ક્રિનપ્લે ઘણો નબળો હોવાને કારણે ફિલ્મ દર્શકોને પોણા ત્રણ કલાક સુધી જકડી નથી રાખતી. ચાલતી ટ્રેનમાં ચોરીની સિકવન્સ ખરેખર અદ્દભુત છે.
પ્રિતમે આપેલું સંગીત ઠીક-ઠાક છે. એક પણ ગીત લોકોની જીભે ચઢ્યુ હોય તેવું નથી. 'યે લડકી હૈ નાદાન' અને 'હો ગઈ મેં ટુન્ન' સોનમનાં સ્ટાઈલિશ અને બિપાશાનાં સેક્સી લૂકને હાઈલાઈટ કરે છે