રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફિલ્મ સમીક્ષા - ઈંકાર

P.R
બેનર : વાયકોમ 18 મોશન પિક્ચર્સ, ટિપિંગ પોઈંટ ફિલ્મ્સ
નિર્દેશક : સુધીર મિશ્રા
સંગીત : શાંતનુ મોઈત્રા
કલાકાર : અર્જુન રામપાલ, ચિત્રાંગદા સિંહ, દીપ્તિ નવલ
સેંસર સટીફિકેટ : યૂએ *2 કલાક 10 મિનિટ

રેટિંગ : 2.5/5

ગ્લેમર ઈંડસ્ટ્રીના થોડાક મેકર્સની દર્શકોમાં એવી અલગ ઈમેજ છે કે તેમને પણ આ ઈમેજમાંથી બહાર આવવુ પસંદ નથી. 'હજારો ખ્વાહિશે એસી ભી', 'ઈસ રાત કી સુબહ નહી' 'યે સાલી જીંદગી' બનાવી ચુકેલ સુધીર મિશ્રા પણ તેમાંથી એક છે. આ વખતે સુધીરે સેક્સુઅલ હૈરસમેંટના સબ્જેક્ટને પકડ્યો છે. પણ ફિલ્મમાં વારંવારે ફ્લેશબેક અને ઘણા સીન વાર્તાનો ભાગ નથી બની શક્યા.

સેક્સુઅલ હૈરસમેંટ પર ફિલ્મ બનાવતા આજે પણ આપણા ફિલ્મમેકર્સ ગભરાય છે. એવામાં સુધીરની આ ફિલ્મ પ્રશંસનીય છે. આ એ માટે ખાસ છે કારણ કે વર્તમાન સમયમાં દેશભરમાં વુમન રાઈટ્સને લઈને ચર્ચા ચાલી છે. પણ છેવટે 15 મિનિટની અ ફિલ્મમાં સુધીરની વાર્તાને પૂરી કરવાના ચક્કરમાં આવા ગૂંચવાયા કે ક્લાઈમેક્સમાં કંઈક નવુ બતાવવાને બદલે તેમણે તેને એક પ્રશ્નચિહ્ન પર છોડી દીધો.

P.R
હિમાચલના નાનકડા શહેરમાં સોલનથી મુંબઈ આવેલ માયા લુથરા (ચિત્રાંગદા સિંહ)નુ સપનું આ શહેરમાં પોતાના અધૂરા સપનાને પૂરા કરવાનું છે. મુંબઈની એક એડ એજંસીમાં કામ કરી રહેલ માયાની મુલાકાત એક એવોર્ડ પોગ્રામમાં રાહુલ વર્મા(અર્જુન રામપાલ)સાથે થાય છે. જે શહેરની સૌથી મોટી એડ એજંસેના સીઈઓ છે. પહેલી જ મુલાકાતમાં રાહુલને લાગે છે કે માયામાં કંઈક નવુ કરવાનો જોશ છે. એ જોઈને તે પોતાની કંપનીમં ચીફ કોપી એડિટરનું સ્થાન આપે છે. થોડાક જ દિવસમાં માયા પોતાની કાબેલિયત પુરવાર કરે છે અને રાહુલની એકદમ નિકટ આવી જાય છે.

આ દરમિયાન બંને વચ્ચે સંબંધો પણ બની જાય છે. પણ કોઈ પ્રેમનો એકરાર નથી કરતુ. કેટલાક સમય બાદ રાહુલને લાગે છેકે માયા તેના પર અધિકાર જમાવવા લાગી છે, જે તેને પસંદ નથી. બીજી બાજુ આ દરમિયાન માયાની કાબેલિયત પર કંપનીના બોસ તેને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં જોડાવવાની ઓફર કરે છે. પણ રાહુલ માયાને આ ઓફર કબૂલ ન કરવાની સલાહ આપે છે. પણ માયા આ ઓફર સ્વીકારી લે છે. આ પછી જ બંને વચ્ચે અંતર વધતુ જાય છે અને અચાનક એક દિવસ માયા રાહુલ વિરુદ્ધ સેક્સુએલ હૈરેસમેંટની ફરિયાદ કરી દે છે. ફરિયાદની સુનાવણી માટે ઓફિસ તરફથી વુમન સોશલ વર્કર મિસેજ કરદાર (દીપ્તિ નવલ)ની અધ્યક્ષતામાં એક કમિટિ બને છે, જે તપાસ શરૂ કરે છે.

P.R
અર્જુન રામપાલે પોતાનુ પાત્ર ઈમાનદારીથી ભજવ્યુ છે. એકવાર ફરી ચિત્રાંગદાએ સાબિત કર્યુ છે કે એક્ટિંગમાં તેની જોરદાર પકડ છે. 'તારે જમી પર'માં પોતાની ઓળખ સાબિત કરી ચુકેલ બિપિન શર્માએ ગુપ્તાજીનુ ખૂબ જ નબળુ પાત્ર કર્યુ, એ સમજાતુ નથી. લાંબા સમય બાદ પડદા પર જોવા મળેલી રેહાના સુલ્તાન ઠીક રહી. બીજી બાજુ દીપ્તિ નવલ પોતાની પ્રભાવશાળી હાજરી નોંધાવે છે.

સુધીર મિશ્રાએ પોતાના જુદા અંદાજમાં સેક્સુઅલ હૈરેસમેંટ જેવા મુદ્દાને રજૂ કર્યો છે. બોક્સ ઓફિસની ડિમાંડ પર તેમણે કેટલાક દ્રશ્યોને લાઈટ બનાવ્યા છે. તપાસ સમિતિની સમએ માયાનુ જોર જોરથી બરાડીને પોતાનો પક્ષ મુકવો અને નબળો ક્લાઈમેક્સ સમજથી બહાર છે.

શાંતંનુ મોઈત્રાએ વાર્તાના ટેસ્ટ મુજબ મ્યુઝિક આપ્યુ છે. 'મૌલા તૂ માલિક હૈ' અને 'દરમિયાન'નુ ફિલ્માંકન સારુ છે.

જો તમે સુધીરના ફેન છો અને કંઈક જુદી બનેલી ફિલ્મ જોવી પસંદ કરો છો તો આ ફિલ્મ તમને નિરાશ નહી કરે.