રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફિલ્મ સમીક્ષા - ચાલીસ ચૌરાસી(4084)

P.R
સ્ટાર કાસ્ટ: નસીરુદ્દીન શાહ, કે કે મેનન, અતુલ કુલકર્ણી, રવિ કિશન, ઝાકિર હુસૈન, શ્વેતા ભારદ્વાજ
ડાયરેક્શન: હૃદય શેટ્ટી
રેટિંગ: 3.5 સ્ટા

ચાર મિત્રો પંકજ(નસીરદ્દીન શાહ), બોબી(અતુલ કુલકર્ણી), શક્તિ ચિનપ્પા(રવિ કિશન), એલ્બર્ટ પિન્ટો(કે કે મેનન) એક ખાલી ઘરમાંથી 20 કરોડ રૂપિયાની નકલી નોટો ચોરવા માંગે છે અને તે નકલી નોટો છાપતું મશીન પણ. સમસ્યા માત્ર એક જ છે: તેમની પાસે કોઈ પ્લાન નથી...

રિવ્યૂ: લો બજેટની ઓછી પ્રમોટ કરાયેલી ફિલ્મ પણ ઘણી વાર હિટ જાય છે અને બોલિવૂડના કહેવાતા નિયમોને તોડી નાંખે છે. ખાસ કરીને એવી ફિલ્મ જેમાં કોઈ જાણીતા મોટા સ્ટાર્સ ન હોય. નસીરુદ્દીન શાહ, કે કે મેનન, અતુલ કુલકર્ણી, રવિ કિશન અને ઝાકિર હુસૈન આ ફિલ્મને એક નાટ્યાત્મ ઊંચાઈએ લઈ જવા માટે પૂરતા છે. અમુક અણધાર્યા ટ્વિસ્ટ જે તમને સામાન્ય રીતે બોલિવૂડ ફિલ્મોમાં નથી જોવા મળતા તે તમને ખરેખર આશ્ચર્ય પમાડી શકે છે.

P.R
મુખ્ય વાત છે એક ખાલી પડેલા ઘરમાં રહેલું નકલી નોટો છાપતું મશીન ચોરવાની. આ ચોરી માટે તેમની પાસે કોઈ યોજના નથી. તેઓ દરેક પોતાની સાથે પોતાની નાની નાની ઈચ્છા અને મહત્વકાંક્ષાઓ સાથે લઈને ચોરી કરવા નીકળી પડે છે અને તેના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે તે જ આ ફિલ્મને જોવાલાયક બનાવે છે. જેમ કે, મર્સિડિઝ અને બીએમડબલ્યૂ જેવી કારની ચોરી કરતો કે કે મેનન એટલે કે આલ્બર્ટ પિન્ટોનું સપનું છે એક વિન્ટેજ ફિઆટ કાર ખરીદવાનું. એટલે સુધી કે તે મુંબઈની દરેક ફિઆટ કારને ચોરીને તેને ખત્મ કરી નાંખતો હતો. કારણ? મુંબઈમાં માત્ર એક જ ફિઆટ હોવી જોઈએ અને તે પણ માત્ર તેની એકલાની. જ્યારે પણ તે ફિઆટ કાર જોતો ત્યારે તેના દિલના ધબકારા વધી જતાં. તે પછી આવે છે અતુલ કુલકર્ણી-બોબી. પોતાના સિંગર બનવાના સપના સાથે તે તમને રોમાંચિત કરી દેશે. ત્રીજો છે રવિ કિશન (શક્તિ ચિનપ્પા) મનમોજી ડ્રગ માફિયાનો રોલમાં ઘણો અસરકારક લાગે છે.

તે કહે છે કે જો તમારે ડ્રગ્સ ન લેવા હોય તો ન લો, પણ તેના પર લેક્ચર પણ ન આપો. આ બધા જ બિનઅનુભવી ચોરોની વચ્ચે અલગ તરી આવે છે એક માત્ર નસીરુદ્દીન શાહ. માનવું મુશ્કેલ છે પણ અંગ્રેજીમાં બોલતો, મિશનને એક્સિક્યૂટ કરતો આ છેતરપિંડી કરનારો ચોર એક સમયે યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગનો વડો હતો. આ વાત ત્યારે જ જાણવા મળે છે જ્યારે તે પોતાની સહકર્મચારી પ્રોફેસર માટે પોતાના આકર્ષણની વાત કરે છે.

આ ચોરી કરવા માટે તેઓ એક વેનમાં પોલિસનો વેશ ધારણ કરીને પહોંચે છે પણ ત્યાં અન્ય એક વાસ્તવિક ગેન્ગસ્ટર કેસમાં ફસાઈ જાય છે અને તેમાંથી ઊભી થાય છે હાસ્યની છોળો જે તમને હસવા પર મજબૂર કરી દેશે. એક નવા જ પ્રકારની કોમેડીનો આનંદ માણવા માટે આ ફિલ્મ ચોક્કસ જોવા જજો.