સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફિલ્મ સમીક્ષા - ડોન 2

IFM
કલાકાર : શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા, બોમન ઇરાની, ઓમ પુરી, લારા દત્તા, કુનાલ કપુર, નવાબ શાહ, રિતિક રોશન(ગેસ્ટ રોલમાં)
ડાયરેક્ટર : ફરહાન અખ્તર

રેટિંગ : 3.5

લગભગ 5 વર્ષ સુધી પોલીસ દ્વારા પાથરવામાં આવેલી જાળમાં ફયાયેલા રહેલા ડોને(શાહરૂખે) આ વખતે પોલીસને જ પોતાની જાળમાં ફસાવી લીધી છે. ડોનની આ જાળમાં રોમા(પ્રિયંકા ચોપરા) અને મલિક(ઓમ પુરી) ફસાઇ ચૂક્યા છે અને સમજી નથી શકતા કે આખરે તેઓ જેલમાંથી બહાર કેવી રીતે આવે. રોમા હજુ પણ ડોનને ભૂલી નથી. તેનું પહેલું અને અંતિમ મિશન પોતાના ભાઇ રમેશની હત્યાનો બદલો લેવાનું છે. રોમા હવે ઇન્ટરપોલ સાથે જોડાઇ ચૂકી છે અને પોતાના હેડ મલિક સાથે ડોનને એકવાર ફરી પુરાવા સાથે જેલમાં મોકલવા માટે દિવસ-રાત એક કરી રહી છે. બીજી તરફ ડોન હવે એશિયાના ડ્રગ્સ માર્કેટ પર પૂરી રીતે કબજો કરી લીધા બાદ યુરોપના બજારમાં પોતાની ધાક જમાવવા ઇચ્છતો હોય છે. તેનો ઇરાદો ડ્રગ્સ માર્કેટ દ્વારા યુરોપીય ઇકોનોમીને બરબાદ કરવાનો છે. વર્ધન(બોમન ઇરાની)ને પોતાની સાથે ભેળવ્યા બાદ ડોન કમ્પ્યુટર ટેકનીકમાં મહારત મેળવી ચૂકેલા સમીર અલી(કુનાલ કપુરી) અને જબ્બાર(નવાબ શાહ)ને પણ એક ભયાનક મિશનમાં સામેલ કરવા ઇચ્છે છે. તેનો ઇરાદો હવે સ્પષ્ટ છે કે તેને કોઇપણ હાલતમાં પોતાની મિશનમાં સફળતા મેળવવી છે. આ તરફ મલિક અને રોમા પણ ડોનનો પીછો કરતા કરતા જર્મની પહોંચે છે.

IFM
ફરહાન અખ્તરની પહેલી ફિલ્મ 'ડોન' અમિતાભ બચ્ચન સ્ટારર સુપર હિટ ફિલ્મ ડોનની રીમેક હતી. પણ આ વખતે 'ડોન-2'ની સ્ટોરી અને અંદાજ બિગ બી સ્ટારર ફિલ્મ કરતા પૂરેપૂરો અલગ છે. ડોન હવે ભારતમાં નહીં પણ વિદેશોમાં સક્રિય થયો છે અને તેની નજર ડ્રગ્સમાંથી થતી ભરપુર કમાણી કરતા પણ વધુ કમાણી કરવા પર ટકેલી છે. ફરહાને આ ફિલ્મને બિગ બીની ફિલ્મ કરતા અલગ લૂક આપવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે ઘણી હદ સુધી સફળ પણ રહ્યો છે. ડોનનો બિઝનેસ મેલેશિયા, થાઇલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની સુધી ફેલાઇ ચૂક્યો છે. આ વખતે શાહરૂખનું પાત્ર ગત 'ડોન' કરતા થોડું અલગ છે. તે વધુ ગુસ્સાવાળો છે અને માફી શબ્દ તેની ડિક્શનરીમાં નથી.

ડાયરેક્શનની વાત કરીએ તો ફરહાને આ વખતે ઇમોશન્સ કરતા વધુ મહેનત એક્શન અને સ્ટંટ સીન પર કરી છે. સ્ક્રિપ્ટ બરાબર કસાયેલી છે અને એકપણ ક્ષણ દર્શકોને વિચારવાનો મોકો નથી આપતી. ઝડપથી દોડી રહેલી સ્ટોરીને ફરહાને એવા અંદાજમાં રજૂ કરી છે જે જોનારને શરૂથી અંત સુધી જકડી રાખે છે.

આ ફિલ્મના મ્યુઝિકની સરખાણી ગત ફિલ્મ સાથે કરીએ તો એવું કહેવું પડે કે ડોન 2 ગત ફિલ્મ કરતા ઘણી પાછળ છે. ગઇ ફિલ્મમાં અનેક ગીતો મ્યુઝિક ચાર્ટમાં ટોપ 5માં સામેલ થયા હતા. પણ આ ફિલ્મના ગીતો તમને માત્ર પરદા પર સારા અને કર્ણપ્રિય લાગશે.

IFM
એક્ટિંગની વાત કરીએ તો શાહરૂખ શરૂથી લઇને અંત સુધી ફિલ્મમાં છવાયેલો છે. આ વખતની ફિલ્મમાં ડાયલોગ ડિલિવરી જોરદાર છે અને સ્ટાઇલ પણ તમને પ્રભાવિત કરશે. ગત ફિલ્મની સરખામણીએ શાહરૂખ બ્લેક શેડમાં છે અને તેના સ્ટંટ અને એક્શન પણ વખાણવા લાયક છે. પ્રિયંકાની ભૂમિકા ગત ફિલ્મમાં સમાપ્ત થયેલા રોલનું એક્સટેન્ટશન માત્ર છે. તો લારા દત્તાની એક્ટિંગ કરતા તેની બ્યુટીનું પ્રદર્શન વધુ થયું છે. બોમન ઇરાની અને ઓમ પુરી પોતપોતાની ભૂમિકામાં સો ટકા ફિટ છે. રિતિક રોશ ભલે થોડી મિનિટ માટે સ્ક્રીન પર દેખાય છે પણ તે પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહ્યો છે.

બદલાયેલા ડોનની જોરદાર વાપસી, શાહરૂખનો ડિફરન્ટ લૂક, દમદાર એક્શન, સ્ટંટ સીન્સની સાથે જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડના આકર્ષક લોકેશન્સ વગેરે માણવું હોય તો 'ડોન 2' જોવી જ રહી.