ફિલ્મ સમીક્ષા - ફેરારી કી સવારી
ફિલ્મનું નામ: ફેરારી કી સવારીસ્ટાર કાસ્ટ: શર્મન જોષી બોમન ઈરાની, રિત્વિક સાહોર, પરેશ રાવલ, સીમા પહાવાડાયરેક્શન: રાજેશ માપુસકરરેટિંગ: 4 સ્ટાર્સ આ ફિલ્મ બાપ-દિકરાના પ્રેમ પર આધારિત છે. એક નાનકડો છોકરો મોટો ક્રિકેટર બનવા માંગે છે અને તેના પિતા તેનું આ અશક્ય લાગતું સપનું સાકાર કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે...પછી ભલે તેણે તેના માટે સચિન તેંદુલકરની રેડ-હોટ ફેરારી કારને એક દિવસ માટે ચોરવી પડે. ક્યારેય મોટા થવા ન માંગતા યુવકો માટે અને મોટા થઈને સચિન જેવા કિક્રેટર બનવા માંગતા બાળકો માટે આ ફિલ્મ બનાવાઈ છે. ફિલ્મમાં દેખાડાયેલી લાલ રંગની હોટ ચકચકતી ફેરારી- હા, સચિન તેંદુલકરની ફેરારી કાર, જે દરેક યુવકની ડ્રિમ કાર હોય છે-જોઈને ચોક્કસ જ લલચાઈ જશે. કાયો (રિત્વિક સાહોર) મોટો થઈને લિટર માસ્ટર સચિન તેંદુલકર બનવા માંગે છે. તે ગલી ક્રિકેટથી પણ વધુ સારું ક્રિકેટ રમી શકતો ઘણો પ્રતિભાશાળી ક્રિકેટર છે. રૂસી (શર્મન જોષી), સિંગલ ફાધર છે અને વર્લી આરટીઓમાં હેડ ક્લર્કની સાધારણ નોકરી કરે છે. તે ઘણો પ્રામાણિક અને સરળ સ્વભાવનો છે અને તેનો એક માત્ર ગોલ છે- દીકરાનું સપનું સાકાર કરવું. ચહેરા પર હંમેશા સ્મિત (ઘણી વાર તો ફેરારી કારના ચળકાટ કરતા વધુ ચળકતી સ્માઈલ) પોતાના દીકરાના આ સપનાને સાચુ પાડવા માટે કોઈની પણ સાથે લડવા તૈયાર હોય છે. (પછી પોલિસ હોય, ગુંડા હોય, વેડિંગ પ્લાનર હોય કે પછી આપણો પોતાનો સચિન તેદુંલકર હોય.) કાયો ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં ટ્રેનિંગ માટે ક્વોલિફાઈ થઈ જાય છે પણ તેણે આ ટ્રેનિંગ કેમ્પમાં જોડાવા માટે ખાસ્સા રૂપિયાની જરૂર હોય છે. મોટા પપ્પા (બોમન ઈરાની)- શર્મનના રૂક્ષ અને નિરાશાવાદી પિતા-જેઓ હજી પણ તેમના જીવનને બદલી નાંખનાર ટ્રેજેડીના ગમમાંથી બહાર નથી આવ્યા, તેઓ રૂસીને કાયોના આ અશક્ય સપના પાછળ ન પડવા માટે કહેતો રહે છે. આવામાં રૂસીની મદદે આવે છે લોકલ વેડિંગ પ્લાનર (સીમા પાહવા), જેણે ધૂતારા પોલિટિશ્યિયનને વાયદો કર્યો છે કે તેના દીકરાના લગ્નની જાન તો ફેરારીમાં જ નીકળશે. માત્ર રૂસી તેની મદદ કરી શકે છે. તે રૂસીને પ્રોમિસ કરે છે કે જો તે આ લગ્ન માટે એક ફેરારી લાવી આપે તો તે વેડિંગ પ્લાનર રૂસીને જોઈતી રકમ આપશે. એક વાર જેવી આ ફેરારી રસ્તા પર ઉતરે છે અને પછી શરૂ થતી 'ફેરારી કી સવારી' એકવાર માઈકલ શૂમાકરને પણ શરમમાં મૂકી દેશે. ખરેખર, આ ફિલ્મ શર્મન જોષીની કારકીર્દિને અલગ સ્તરે લઈ જશે. તેનો અભિનય દિલને સ્પર્શી જાય છે. હળવી રમૂજી ક્ષણો અને આંખમાંથી આંસુ લાવી દેતી ક્ષણોને અદ્દભુત રીતે નિભાવી છે. રિત્વિક એક ખરા કેપ્ટનની જેમ આખી ટીમને જોડીને રાખે છે. તે બહુ જ સહજ છે અને દરેક હાવભાવને સુંદર રીતે વ્યક્ત કરે છે. તે તમારા દિમાગ પર છવાઈ જશે. પારસી પિતાની ભૂમિકામાં બોમન ઈરાનીએ સુંદર અદ્દભુત અભિનય આપ્યો છે. રૂક્ષ પિતાથી લઈને ઉલ્લાસિત બાળક જેવા બની જતા બોમન ઈરાની તમને ગમશે. પરેશ રાવલ પોતાના નાનકડા રોલમાં પણ તમારું ધ્યાન ખેંચશે. સત્યદિપ મિશ્રા (કોચ વિલાયત) અને સીમા પાહવા તેમના સપોર્ટિંગ રોલમાં ઘણુ સારું કામ કરી ગયા છે. ઘણી વાર ડ્રિમ ટીમ બનાવવા માટે 11 ખેલાડીઓની જરૂર નથી હોતી. નવોદિત ડાયરેક્ટર, રાજેશ માપુસકરે માત્ર 3 ખેલાડીઓ અને એક હોટ આઈટમ(રેડ હોટ ફેરારી) દ્વારા સુપર્બ ટીમ બનાવી છે...વિદ્યા બાલનને ભૂલી જાઓ તો પણ તમને ફિલ્મમાં હિરોઈનની ખોટ નથી સાલતી. રૂસી અને કાયો વચ્ચેની કેમિસ્ટ્રી અસરકારક અને મનોરંજક છે. માપુસકર અને વિધુ વિનોદ ચોપરાની વાર્તા ઘણી નવી છે, રાજુ હિરાણીએ સંવાદોને પોતાનો ટ્રેડમાર્ક ઢાળ આપ્યો છે. ફિલ્મ સરળ અને ઝિણવટતા ભરેલી છે. ફેરારની રાઈડ થોડી ટૂંકી હોઈ શકી હોત (અમુક રેડ સિગ્નલને એડિટ કરી દીધા હોત તો પણ ચાલેત.) ફિલ્મનો ક્લાઈમેક્સ વધુ પડતો સંવેદનશીલ છે અને એક સમયે તમને માન્યમાં ન આવે તેટલી સાકર ભેળવેલી ક્ષણો ટાળી શકાઈ હોત. અલબત્ત, ઈન્ડિયન ડ્રામા ફિલ્મ માટે આટલું તો ચાલે!!! ફિલ્મનો વિષય તાજગીભર્યો છે અને તેમાં પણ પારસી પરિવારના પિતા-પુત્ર વચ્ચેની વાતચીત પછી ત્રણેય પાત્રોના પ્રેમમાં પડી જશો. ખાસ તો, સચિન સાથે નહીં તો સચિનની ફેરારીને રોડ પર દોડતી જોવાનો પણ લહાવો ચૂકવા જેવો નથી.