મેરે બ્રધર કી દુલ્હન - ફિલ્મ સમીક્ષા
બેનર : યશરાજ ફિલ્મ્સ નિર્માતા : આદિત્ય ચોપડા નિર્દેશક : અલી અબ્બાસ જફર સંગીત - સોહેલ સેન કલાકાર - ઈમરાન ખાન, કેટરીના કેફ, અલી જફર, તારા ડિસૂઝા, કંવલજીત સિંહ, પરિક્ષિત સહાની સેંસર સર્ટિફિકેટ : યૂ/એ *2 કલાક 20 મિનિટ રેંટિંગ : 3.5/5 લગ્નની પુષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મો સતત જોવા મળી રહી છે અને દર્શકો દ્વારા પસંદ પણ થઈ રહી છે. બ્રેંડ બાજા બારાત એ સફળતાના પરચમ લહેરાવ્યા અને તનૂ વેડ્સ મનુની પણ પ્રશંસા થઈ. યશરાજ ફિલ્મ્સની 'મેરે બ્રધર કી દુલ્હન' પર પણ લગ્નનો રંગ ચઢ્યો છે. લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, મેહમન આવી રહ્યા છે, રિવાજો ચાલી રહ્યા છે અને આ દરમિયાન કુશ (ઈમરાન ખાન)ને પોતાના ભાઈ લવ(અલી જાફર)ની ફિયાંસી ડિમ્પલ(કેટરીના કેફ) વચ્ચે પ્રેમ થઈ જાય છે. આમ તો આ પ્રકારની વાર્તા પર આધારિત ફિલ્મ 'સોરી ભાઈ' કેટલાક વર્ષ પહેલા આવી હતી. 'તનુ વેડ્સ મનુ' દ્વારા પણ ટ્રીટમેંટના બાબતે આ ફિલ્મ ખૂબ મળતાવડી છે. 'તફાવત માત્ર એટલો જ છે મોટાભાઈની થનારી પત્ની સાથે પ્રેમ થઈ જાય છે. પાત્ર પણ તનુ વેડ્સ મનુ જેવા છે. કંગના જેવી બોલ્ડ અને બિંદાસ અહી કેટરીના પણ છે. તે પણ દારૂ પીએ છે. અને બીડી ફૂંકે છે. માઘવનને એ ફિલ્મમાં સીધો સાદો યુવાન બતાવવામાં આવ્યો છે અને એવુ જ પાત્ર ઈમરાન ખાનનુ છે. નિર્દેશક અલી અબ્બાસ જફર જૂની ઘણી ફિલ્મોથી પ્રભાવિત છે અને તેને જ આધાર બનાવીને તેમણે 'મેરે બ્રધર કી દુલ્હન'ની સ્ક્રિપ્ટ લખી છે. ઘણા સ્થાન પર તેમણે જૂના ગીતોનો ઉલ્લેખ કર્યો છે અને ઘણી ફિલ્મોના દ્રશ્યોનો ઉલ્લેખ પણ કર્યો છે. શાહરૂખ ખાન એ 'માય નેમ ઈઝ ખાન'માં જે પાત્ર ભજવ્યુ હતુ એવુ જ પાત્ર કેટરીનાના ભાઈના રૂપમાં જોવા મળ્યુ છે. તે અભિનય પણ શાહરૂખની જેમ કરે છે. ટૂંકમાં અલી અબ્બાસ જાફર એક મનોરંજક ફિલ્મ બનાવવા માંગતા હતા અને તેઓ તેમાં એકદમ સફળ રહ્યા છે. કુશની ડિમ્પલ સાથે એક નાનકડી મુલાકાત પાંચ વર્ષ પહેલા થઈ હતી. જ્યારે તેને તે ફેશનેબલ જાનવર જેવી લાગી હતી. પોતાના લંડનમાં રહેતા નાના ભાઈ લવ માએ તે દુલ્હન શોધવા નીકળે છે અને સંયોગથી ડિમ્પલ સાથે પણ તેની મુલાકાત થઈ જાય છે. ડિમ્પલ હવે ઘણી બદલાય ગઈ છે અને કુશને એ પોતાના ભાઈ માટે પરફ્રેક્ટ લાગે છે. લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે લવ લંડનથી આવવાનો છે, તેના આવતા પહેલા ડિમ્પલનો મોટાભાગનો સમય કુશ સાથે વીતે છે. લગ્ન પહેલા તે બે દિવસ મોજ-મસ્તીથી વિતાવવા માંગે છે. કુશ તેનો સાથ આપે છે. પછી લવ આવે છે. ડિમ્પલ, લવની સાથે સમય વ્યતીત કરે છે, પરંતુ કુશને મિસ કરે છે. એવી જ હાલત કુશની પણ છે. બંનેને સમજાય જાય છે કે તેઓ એકબીજાને ચાહવા માંડ્યા છે. ડિમ્પલ ઈચ્છે છે કે તે અને કુશ ભાગીને લગ્ન કરી લે. પરંતુ કુશ તૈયાર નથી. તે મધ્યમવર્ગીય પરિવારનો છે. પિતાની ઈજ્જત થનારી ભાભી સાથે ભાગવાનુ લાંછન, બદનામીને કારણે તે તૈયાર નથી. તે અને ડિમ્પલ મળીને એક પ્લાન બનાવે છે, જેથી લવ આપમેળે જ રસ્તામાંથી હટી જાય. પરિસ્થિતિઓ એવી ઉભી થાય કે બધાની મરજીથી તેમના લગ્ન થાય. કેવી રીતે તેમની આ યોજના સફળ થાય છે, તે ફિલ્મમાં કોમેડીના મદદથી બતાડવામાં આવ્યુ છે. કેટલાક લોકોને આ વાત પર વાંધો પણ હોઈ શકે છે કે કેવી રીતે તમે તમારી થનારી ભાભી સાથે પ્રેમ કરી શકો છો. પોતાના જ સગાભાઈને દગો આપી શકો છો, પરંતુ ફિલ્મ જોતી સમયે આ વાતો પર વધુ ધ્યાન નથી જતુ કારણ કે સ્ક્રીનપ્લે ચુસ્ત લાગ્યુ નએ મનોરંજનથી ભરપૂર છે. વધુ વિચારવાનો સમય નથી મળતો. ઈંટરવલ સુધી તો ફિલ્મમાં એટલુ ઝડપથી બધુ ઘટે છે કે ઉત્સુકતા વધે છે કે ત્યારબાદ હવે શુ જોવા મળશે. ઈંટરવલ પછી થોડા 'ડલ સીન' આવે છે, પરંતુ ફિલ્મ ફરી ગતિ પકડી લે છે. ફિલ્મમાં ઘણા સીન શ્રેષ્ઠ બન્યા છે, જેવા કે કેટરીના દ્વારા ઈમરાનને ભગાડીને લઈ જવો, એયરપોર્ટ પર ઈમરાન અને કેટરીનાનુ અલીને લઈ જવુ, અલી દ્વારા ઈમરાન સામે સ્વીકારવુ કે તે કેટરીના સાથે લગ્ન નથી કરી શકતો, કેટરીનાઅ અને ઈમરાનનુ વેષ બદલીને ફરવુ. જોરદાર સંવાદ અને સિચુએશન કોમેડી હોવાથી ફિલ્મ ખૂબ મનોરંજ છે. એક નિર્દેશક તરીકે અલી અબ્બાસ જફરની આ પ્રથમ ફિલ્મ છે, પરંતુ તેમનુ કામ કોઈ અનુભવી નિર્દેશકની જેવુ લાગે છે. જો કે સ્ક્રીનપ્લે પણ એમનુ લખેલુ છે. તેથી ફિલ્મ પર તેમની પકડ વધુ મજબૂત છે. ફિલ્મમાં મૂડને ધ્યાનમાં રાખીને અલીએ બધા કલાકારો પાસેથી થોડી ઓવરએક્ટિંગ કરાવી છે, જે સારી લાગે છે. કેટરીના કેફને પોતાના કેરિયરની શ્રેષ્ઠ ભૂમિકાઓમાંથી એક ભૂમિકા મળી છે, જેનો તેને પૂરો ફાયદો ઉઠાવ્યો છે. આખી ફિલ્મ તેના પાત્રની આસપસ ફરે છે. તેની એક્ટિંગ પ્રભાવશાળી છે, પરંતુ તે હજુ વધુ સારુ કરી શકતી હતી. ઈમરાન ખાન આ પ્રકારના રોલ પહેલા પણ કરી ચૂક્યા છે. તેમને માટે કુશનુ પાત્ર કોઈ નવી વાત નથી. અલી જાફર એ પોતાના પાત્રને સ્કાઈલિશ લુક આપ્યુ છે. ફિલ્મનુ સંગીત તેનો પ્લસ પોઈંટ છે. સોહેલ સેન એ 'મધુબાલા', 'ધુનકી', 'છૂમંતર' અને 'ઈશ્ક રિસ્ક'ની ધુન સારી બનાવી છે. ઈરશાદ કામિલના બોલ પણ સારા છે. તકનીકી રૂપે ફિલ્મ સશક્ત છે. '
મેરે બ્રધર કી દુલ્હન' એક હલ્કી ફુલ્કી અને મનોરંજક ફિલ્મ છે, જેને જોઈ શકાય છે.