સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

રણ : રસ વગરનુ રાજકારણ

P.R
નિર્માતા - શીતલ વિનોદ તલવાર, મધુ મટેના
નિર્દેશક : રામગોપાલ વર્મા
સંગીત : અમર મોહિલે, ઘર્મરાજ ભટ્ટ, સંદીપ પાટિલ, જયેશ ગાંઘી, બાપી, ટુટુલ, સંજીવ કોહલી
કલાકાર : અમિતાભ બચ્ચન, રિતેશ દેશમુખ, પરેશ રાવલ, મોહનીશ બહલ, નીતૂ ચન્દ્રા, ગુલ પનાગ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, રજત કપૂર, સુદીપ, રાજપાલ યાદવ.

રામગોપાલ વર્માની ફિલ્મ 'રણ' સૌ પહેલા તો પોલીટિકલી રાગ છે અને એક પ્રકારની બેઈમાનીથી ભરપૂર છે. મુખ્ય ખલનાયકને તેમને ઈશારાથી દેશની સત્તાસીન પાર્ટીના નેતા બનાવવાની કોશિશ કરી છે અને ઈમાનદાર નેતા બીજા કોઈ નહી પરંતુ વિપક્ષી પાર્ટીના એક જાણીતા નેતા જ છે. આતંકવાદ વિરુધ્ધ જે કડક કાયદા તરફ તેમને ઈશારો કર્યો છે, તેના પક્ષઘર કોણ છે એ પણ સૌ જાણે છે. જો કે લોકો એ પણ જાણે છે કે અસલ મુદ્દો કડક કાયદો નહી, આતંકવાદીઓને પકડવાનો છે.

પોલીસ જ્યારે કોઈ ગુંડને પકડીને મારે છે તો ક્યા કાયદા હેઠળ ? જ્યારે કોઈનુ એનકાઉંટર કરી દેવામાં આવે છે તો કઈ ધારામાં? અસલ મુદ્દો કાયદો નહી આતંકવાદીનુ પકડાવુ છે. કસાબ પર પોટા નહી લાગ્યો તો શુ કસાબ બચી જશે ? અફજલ ગુરૂ પર પણ પોટા નહી લાગ્યો, પણ તેને ફાંસીની સજા મળી છે.

P.R
ગમે તે હોય પણ ફિલ્મ 'રણ' આશંકા પર ખરી ઉતરે છે. રામગોપાલ વર્માએ ખરેખર ભાષણબાજીથી ભરપૂર એક ફિલ્મ બનાવી નાખી છે. વિજય હર્ષવર્ધન મલિક (અમિતાભ બચ્ચન) એક આદર્શવાદી ટીવી પત્રકાર છે. તેની ચેનલ નુકશાનમાં છે અને તેનો પુત્ર જય (સુદીપ) ખોટા લોકોની મદદ લઈને ઈમાનદાર પ્રધાનમંત્રીને પદ પરથી હટાવી દે છે અને એક ખોટા માણસને પ્રધાનમંત્રી બનાવી દે છે. પાછળથી જ્યારે વિજયને આ વાતની જાણ થાય છે તો તે તેને શપથગ્રહણ કાર્યક્રમમાંથે જ પરત ફરવા માટે મજબૂર કરી દે છે. જ્યારે કે હકીકતમાં આવુ થવુ એ લગભગ અશક્ય છે. કોઈ પણ મીડિયામાં આટલી તાકત નથી કે તે આવુ કરી શકે.

ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ અગાઉની ચૂંટણીમાં મીડિયા સાથે કોઈ વાતચીત ન કરી અને ગામોમા કાર્ય કરતી રહી. મીડિયાએ તેમની પાર્ટીને નંબર ત્રણ પર બતાવી દીધી, પરંતુ ચૂંટણી પરિણામોએ તેની પોલ ખોલી નાખી. જાણવા મળ્યુ છે કે મીડિયા શહેરી વિસ્તારોને પણ પ્રભાવિત નથી કરતુ. પાછળથી થયેલી પ્રેસ કોંફરંસમાં માયાવતીએ પોતાનો આક્રોશ બતાવતા કહ્યુ પણ હતુ કે મીડિયા લોકોને જીતવા-હરવાની રમત રમી રહ્યુ હતુ તેથી મે વિચાર્યુ કે તેને ડિસ્ટર્બ ન કરવુ જોઈએ.

P.R
ફિલ્મની એક નબળાઈ છે તેનુ બોરિંગ હોવુ. છેવટે જે લાંબા સંવાદ અમિતાભે બોલ્યા છે એ તો હાલરડાંનુ કામ કરે છે. પૂરી ઉંધ લઈને સીધા સિનેમાહોલમાં જનારા પણ એકાદ ઝોંકુ લઈ શકે છે. થાકેલો માણસ તો ડાયલોગ સાંભળીને નસકોરા બોલવવા માંડે. ક્લાઈમેક્સ જેવુ કશું જ નથી. ગુલ પનાગને ભાગે ફક્ત રિતેશ દેશમુખનો એકાલાપ સાંભળવાનુ આવ્યુ છે. નીતૂ ચંદ્રા આ જ કામ ઓછા કપડા પહેરીને સુદીપ(અમિતાભના પુત્ર જય)માટે કરે છે. સુચિત્રા કૃષ્ણામૂર્તિ દુશ્મન ચેનલની જાસૂસ છે.

પરેશ રાવળનો ગેટઅપ 'બેંડિટ ક્વીન'ના ગોવિંદ નામદેવની નકલ છે. આખી ફિલ્મમાં તેણે તડકાના કાળા ચશ્મા પહેરી રાખ્યા છે. જો કે સૌથી વિશ્વસનીય ચરિત્ર પણ પરેશ રાવળનુ જ છે. સુદીપનો અભિનય શ્રેષ્ઠ છે. અમિતાભ 'બાગવાન'ના મજબૂર વૃધ્ધ જેવા લાગે છે. ટૂંકમાં ફિલ્મ જોવી એક પરીક્ષા આપવા જેવો અનુભવ છે.