સદીયા - તૈયારી વગરના કામનુ પરિણામ
બેનર - ઈન્દ્રજીત ફિલ્મ કમ્બાઈંસનિર્માતા-નિર્દેશક - રાજ કંવરસંગીત - અદનાન સામી કલાકાર - લવ સિન્હા, ફરીના વજીર, રેખા, હેમા માલિની, ઋષિ કપૂર, જાવેદ શેખ શત્રુધ્ન સિન્હાનો પુત્ર ન હોત તો લવ સિન્હા ફિલ્મ 'સદિયા'માં હીરો શુ સાઈડ એક્ટર તરીકે પણ ન આવી શક્યો હોત. રંગ-રૂપ અને શરીરના બાંધાના મામલામાં તે ખૂબ જ ગરીબ છે. તેમનામાં હીરોને લગતુ કંઈજ નથી. અત્યાર સુધી આપણે તુષાર કપૂરના નામે રડતા હતા, લવ સિન્હા તો તેનાથી પણ વધુ દયનીય નીકળ્યા. તુષાર કપૂર ઓછામાં ઓછી જેવી-તેવી એક્ટીંગ તો કરી જ લે છે, પણ લવ સિન્હાનુ ઉચ્ચારણ ખૂબ જ ખરાબ છે. નાયિકાનુ નામ ચાંદની છે અને તેઓ મોટા ભાગે તેને 'ચાનદની' બોલાવે છે. નાયિકા ફરીના વજીર પોતે પોતાને ઘણીવાર ચાનદની કહે છે. અન્ય ઉચ્ચારણ પણ ખૂબ જ ખરાબ છે. ફૂલોને નાયિકા અંગ્રેજીવાળા એફથી બોલીને મૂર્ખવાળુ ફૂલ કહે છે. સિતમ એ છે કે નાયિકા અમૃતસરના મોટા ખાનદાનની મુસ્લિમ છોકરી છે. હીરોઈનની મા હીરોને દોષ આપતા ખુદા ગારત કરે ને બદલે 'ખુદા ગૈરત કરે' બોલે છે. ખોટું ખોટુ બોલવામાં તમામ કલાકારો એક બીજા સાથે હરીફાઈ કરતા લાગે છે. હીરોઈન ડલ ઝીલને ડાલ ઝીલ બોલે છે. રોમન લિઇમાં સંવાદ કલાકારોને આપવામાં આવે છે. હીરોના પુત્ર અને હીરોઈન બનવાની ઈચ્છા ધરાવનારી છોકરીએ હિન્દી-ઉર્દુ શીખ જ નથી. મિત્રો સાથે પણ તેઓ હિંગ્લિશ જ બોલે છે. હવે હિન્દી બોલે તો કેવી રીતે બોલે. અંગ્રેજીમાં ડીએએલ લખ્યુ હશે તો હીરોનીને વાંચી લીધુ ડાલ ઝીલ.... કોઈ બીજાના પૈસા લાગી રહ્યા હોય તો નિર્દેશક કટ કરીને ફરીથી સીન ફિલ્માવતા. મગર રા કંવર ગરીબીમાં પોતે ફિલ્મ બનાવી રહ્યા હતા. તેથી પૈસા બચાવવા માટે જેણે જે બોલ્યુ તે રાખી લીધુ છે. પાર્ટીશન પછીના સમયને ફિલ્માવતા રાજ કંવરે ટ્રીટમેંટ પણ સીત્તેરના દસકાનુ જ આપ્યુ છે. બીજી મુશ્કેલી એ છે કે કોઈપણ રીતે એ જમાનો નથી લાગતો. ન તો પહેરવેશથી કે ન તો લોકેશનથી. ડલ ઝીલ ફિલ્માવતા થોડીક સફાઈ કરાવી લેવી હતી, સૂના વિસ્તારમાં નીકળી જવુ હતુ. આટલી ગંદી તો સિત્તેરના દસકમાં ડલ ઝિલ ક્યારેય નહોતી. ન તો તેના કિનારા પર આટલા લોકોનો કબજો તે સમયે હતો. અમૃતસર પણ આજનુ જ લાગે છે, જૂના જમાનાનુ નહી. સંવાદ ઘણા બોરિંગ, લાઉડ અને વાસી છે. ગીત અને કોરિયોગ્રાફી પર વર્તમાન સમયની ઘણી ફિલ્મોની અસર જોવા મળે છે. નાયિકા ફરેના વજીર જરૂર થોડી સુંદર છે અને અભિનય બાબતે પણ ઠીક છે, પણ હીરો મજા બગાડી નાખે છે. વાર્તા હિન્દુ મુસલમાન પ્રેમની છે અને દેખાય છે કે નિર્દેશક ગદરથી પ્રભાવિત છે. શત્રુધ્ન સિન્હાના પુત્રનુ લોંચિગ આનાથી વધુ ખરાબ ફિલ્મ દ્વારા નહોતી થઈ શકતી, અને ન તો આનાથી ખરાબ કોઈ નિર્દેશક તેને રજૂ કરી શકતો હતો. ફિલ્મમાં એટલી કમીઓ છે અને એ પણ એટલી જગ્યાએ કે આ ફિલ્મ પર પુસ્તકોના પુસ્તકો લખી શકાય છે. જેનો મુખ્ય વિષય રહેશે 'કેવી ફિલ્મો ન બનાવવી જોઈએ અને કેવી રીતે ફિલ્મો ન બનાવવી જોઈએ. રેખા, ઋષિ કપૂર જેવા સારા કલાકારો પણ શુ કરી શકે છે. તેઓ તો માત્ર અભિનય કરી શકે છે , કોઈનુ નસીબ બનાવી કે બગાડી શકતા નથી.