મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

સોરી ભાઈ

IFM
નિર્માતા : વાસુ ભગનાની, ઓનીર
નિર્દેશક : ઓનીર
સંગીત : ગૌરવ દયાલ, વિવેક, ફિલિપ
કલાકાર : શરમન જોશી, ચિત્રાગદા સિંહ, સંજય સૂરી, શબાના આઝમી, બોમન ઈરાની.

નિર્દેશક ઓનીરેની ફિલ્મોની સ્ટોરી હંમેશા લીંકથી હટીને હોય છે. 'માય બ્રધર નિખિલ' અને 'બસ એક પલ' પછી તેમની નવી ફિલ્મ 'સોરી ભાઈ' માં પણ તેમને પોતાની આ પરંપરા કાયમ રાખી છે.

'સોરી ભાઈ'ની વાર્તા પણ થોડી બોલ્ડ છે. પોતાના ભાઈની થનારી પત્ની એટલે કે ભાભી સાથે પ્રેમ કરવાની થીમ પરંપરાવાદી દર્શકોને કદાચ જ ગમે. અહી સુધી કે જે લોકોના વિચારો આધુનિક છે, તેઓ પણ આ ફિલ્મને કદાચ પસંદ ન કરે.


IFM
સિધ્ધાર્થ(શરમન જોષી) એક યુવા વૈજ્ઞાનિક છે, જે પોતાના મોટા ભાઈ હર્ષ (સંજય સૂરી)ના લગ્નમાં ભાગ લેવા પોતાના માતા-પિતા સાથે મોરીશિયસ જાય છે. હર્ષની મા આ લગ્નથી ખુશ નથી.

હર્ષ પોતાના કામમા ખૂબ જ વ્યસ્ત છે અને પોતાના પરિવારને ખૂબ જ ઓછો સમય આપી શકે છે. લગ્ન પહેલા તે આલિયા(ચિત્રાંગદા સિંહ)ના મોરિશિયસ ફરવા માંગે છે. આ જવાબદારી તેઓ પોતાના નાના ભાઈ સિધ્ધાર્થને સોંપે છે. હર્ષની આ નિર્ણયથી આલિયા પોતાની જાતને ઉપેક્ષિત અનુભવે છે.

સિધ્ધાર્થ સાથે ફરતાં-ફરતાં એ બંનેની મૈત્રી થઈ જાય છે. બંનેને એકબીજા પ્રત્યે આકર્ષણ જાગે છે. જ્યારે સિધ્ધાર્થની માઁ ને આ વિશે જાણ થાય છે તો ઘરમાં હલચલ મચી જાય છે.

ફિલ્મની થીમ રસપ્રદ છે, પરંતુ ફિલ્મ રોચક ન બની શકી. ફિલ્મનો કેટલોક ભાગ સારો બન્યો છે. શરમન અને ચિત્રાંગદાને એકબીજા પ્રત્યે આકર્ષણ થવું એ અને શબાના અને ચિત્રાંગદાની વચ્ચે તણાવના દ્રશ્ય ઓનીરે સારી રીતે ફિલ્માવ્યા છે.

IFM
શરમન જોષીનો અભિનય શ્રેષ્ઠ છે. ચિત્રાંગદા સિંહ નૈસર્ગિક અભિનેત્રી છે અને શબાના જેવી સક્ષમ અભિનેત્રીની સામે પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે. શબાના હંમેશાની જેમ શ્રેષ્ઠ છે. બોમને તેમનો સાથ સારી રીતે આપ્યો છે. સંજય સૂરીને વધુ તક નથી મળી.

સમય બદલાઈ રહ્યો છે, પરંતુ જ્યારે સંબંધોની વાત આવે છે તો દર્શક પરંપરાવાદી થઈ જાય છે. 'સોરી ભાઈ'ની થીમ ભારતીય દર્શકોને માટે વધુ પડતી બોલ્ડ છે.