રામાનંદ સાગરના હનુમાન હતા સૌથી મોંઘા કલાકાર, દારા સિંહે રામાયણ માટે લીધી હતી આટલી ફી
ભલે આજની પેઢી દૂરદર્શનના એ રામાયણનો અનુભવ ન કરી શકી રહી હોય જેના પ્રસારિત થતા જ બધા ટીવી સામે બેસી જતા હતા. અહી સુધી કે રામાયણ પ્રસારિત થવા દરમિયાન રસ્તા ગલીઓમાં એક બાળક પણ દેખાતો નહોતો. રામાયણને હવે 33 વર્ષ થઈ ગયા છે પણ એવુ લાગી રહ્યુ છે કે ઈતિહાસનુ પુનરાવર્તન થઈ રહ્યુ છે. રામાયણ ફરીથી પ્રસારિત થઈ રહી છે અને બહાર કોઈ વ્યક્તિ દેખાતો નથી પણ આ વખતે કારણ કંઈક બીજુ છે કોરોના વાયરસ. જેમા 21 દિવસના લોકડાઉન પછી ફરીથી લોકડાઉન લંબાય ગયુ છે અને બધા ઘરે બેસીને એકવાર ફરી પોતાના પરિવાર સાથે રામાયણ જોઈ રહ્યા છે.
33 વર્ષના લાંબા સમયમાં ઘણુ બધુ બદલાય ગયુ છે. રામાયણના એ યાદગાર પાત્ર જે આજે પણ લોકોના દિલમાં વસેલા છે પણ તમારી માહિતી માટે બતાવી દઈએ કે તેમાથી કેટલાક કલાકાર આ દુનિયામાં હવે રહ્યા નથી.તેમાથી એક છે દારા સિંહ.
ઉલ્લેખનીય છે કે રામાયણમાં હનુમાનનુ પાત્ર ભજવનારા દારા સિંહ પોતાના સમયના વિશ્વ વિખ્યાત ફ્રી સ્ટાઇલ રેસલર રહી ચૂક્યા છે. તેમણે 1959 માં
વર્લ્ડ ચેમ્પિયન જ્યોર્જ ગાર્ડિઆન્કાને હરાવીને કોમનવેલ્થની વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી. 1968 તેમણ્રે અમેરિકના વિશ્વ ચેમ્પિયન લાઉ થેજને પરાજીત કરી ફ્રીસ્ટાઈલ કુશ્તીના વિશ્વ ચેમ્પિયન બની ગયા. તેમણે પંચાવન વર્ષની આયુ સુધી પહેલવાની કરી અને પાંચ સો હરીફાઈમાં કોઈ એકમાં પણ તેમણે પરાજયનો સામનો નહી કર્યો. 1983માં તેમણે પોતાના જીવનનો અંતિમ મુકાબલો જીત્યા પછી કુશ્તીથી સન્માનપૂર્વક સંન્યાસ લઈ લીધો.
ઓગણીસો સાહીઠના દાયકામાં આખા ભારતમાં તેમની ફ્રી સ્ટાઈલ કુશ્તીઓની બોલબાલા રહી. પછી તેમણે પોતાના સમયની જાણીતી અભિનેત્રી મુમતાજ સાથે હિંદીની સ્ટંટ ફિલ્મોમાં પ્રવેશ કર્યો. દારા સિંહે અનેક ફિલ્મોમાં અભિનય ઉપરાંત નિર્દેશન અને લેખન પણ કર્યુ. તેમણે ટીવી સીરિયલ રામાયણમાં હનુમાનનો અભિનય કરીને અપાર લોકપ્રિયતા મેળવી. ખૂબ ઓછા જ લોકો જાણે છે કે એ જમાનામાં દારા સિંહે રામાયણ માટે મોટી રકમ ફી ના રૂપમાં વસૂલી હતી.
રામાનંદ સાગરની રામાયણ માટે દારા સિંહ સૌથી યોગ્ય અભિનેતા હોવાનું જણાયું હતું. આ શોમાં તેમણે પોતાનું પાત્ર પણ સારી રીતે ભજવ્યું હતું. દારા સિંહની આવડત અને લાંબી પહોળી કદ કાઠી તેમના પાત્રને શૂટ કરતી હતી અને તેમના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતુ. તેમણે પોતાની આગળ મોટા મોટા કલાકારોને ફેલ કરી દીધા હતા
દારા સિંહને એ સમયે જે રકમની ચુકવણી કરવામાં આવી હતી. તે કોઈ પણ મોટા અભિનેતાને મળનારી ફી થી ઓછી નહોતી. ભગવાન હનુમાનના પાત્ર માટે દારા સિંહને 30 થી 33 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જે આજે લગભગ 10 થી 20 કરોડના બરાબર છે. નાના પડદા પર રામ-સીતાના જીવનને લઈને બનનારો પ્રથમ શો હતો. જેને રામાનંદ સાગર ખાસ ફેમિલી ટાઈમના રૂપમાં લઈને આવ્યા હતા.