સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (11:01 IST)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 10 કરોડની સાડી

અત્યાર સુધી તમે ખૂબ સારી અને મોંધી મોંધી સાડીઓ જોઈ હશે. ક્યારેય 10 કરોડની કિંમતની સાડી જોઈ છે ખરી ? તો હવે તારક મહેતા કા ઉલ્ટા નામની સિરિયલમાં આ 10 કરોડની મોંઘી સાડી જોવા મળશે. આ સાડીને જોઈને સિરિયલની ગોકુલધામ સોસાયટીની મહિલાઓનું મન ડોલી ગયું છે. તેની સાથે દર્શકોનું પણ મન ડોલી જશે. આ 10 કરોડની સાડીમાં કિમતી પત્થરો અને હીરા જડાયેલા છે. જેને જોઈને આંખો અંજાઈ જશે. આ સિરિયલની દયાભાભી ( દિશા વાકાણી)એ જ્યારે આ સાડી પહેરવાની જીદ કરી ત્યારે તેમના પતિ પરમેશ્વર જેઠાલાલ તેમની જીદને લઈને આ સાડી લઈ આવ્યાં હતાં. જેને સોસાયટીની તમામ મહિલાઓએ વારા ફરતી પહેરી હતી.  

આ સાડી વિશે અંજલી ભાભી ( નેહા મહેતા)નું કહેવું છે કે દયાભાભીને લીધે આ બધુ શક્ય થઈ શક્યું છે. તેમણે જેઠાભાઈને કહ્યું અને તેઓ થોડા સમય માટે આ સાડી અહીં લઈ આવ્યાં છે. આ સાડીને લઈને દીશા વાકાણીનું કહેવું છે કે મને મારા જીવનમાં સાડીઓનો ખૂબજ શોખ છે. અને આ સાડી તો ખૂબજ સુંદર છે. જેમાં સરસ વર્ક કરવામાં આવ્યું છે. જે કોઈપણ મહિલાનું મન મોહી લે તેવી છે.