બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 19 એપ્રિલ 2024 (13:27 IST)

દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત, લાઈવ સેશન રદ્દ કરી હોસ્પિટલ પહોચ્યા વિવેક દહિયા

divyanka tripathi
divyanka tripathi
 ટેલીવિઝન સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનો અકસ્માત થઈ ગયો છે. અભિનેત્રીની ટીમે ઈસ્ટાગ્રામ પર તેમના અને પતિ વિવેક દહિયાના પ્રશંસકોને આની માહિતી આપી છે. બીજી બાજુ વિવેક દહિયાની પીઆર ટીમે ખૂબ વધુ માહિતી નથી આપી પણ ખુલાસો કર્યો છે કે દિવ્યાંકા હોસ્પિટલમાં દાખલ છે જેને કારણે લાઈવ સેશન રદ્દ કરવુ પડ્યુ છે. બીજી બાજુ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના ઠીક થતા જ તે લાઈવ આવીને તમારા બધા સાથે વાત કરશે.  દિવ્યાંકા ત્રિપાઠી દહિયા જે તાજેતરમાં એડ્રિયશમની સાથે એક અંડરકવર એજંટના રૂપમાં દર્શકોનુ મનોરંજન કરવા માટે ટીવી પર પરત આવી છે.  તે એક દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. 

દિવ્યાંકા ત્રિપાઠીનો થયો અકસ્માત 
દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયાની પીઆર ટીમે પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ દ્વારા ફેંસને માહિતી આપી છે કે દિવ્યાંકાનો અકસ્માત થઈ ગયો છે અને તેમની આજે સર્જરી થશે. પોસ્ટમાં લખવામાં આવ્યુ ચ હે કે અમે આ જાહેરાત કરતા દુખ થઈ રહ્યુ છેકે  વિવેકનો કાલે થનારો લાઈવ સેશન રદ્દ કરવામાં આવ્યુ છે. થોડા કલાક પહેલા દિવ્યાંકાનુ એક્સીડેંટ થઈ ગયુ હતુ અને તે મેડિકલ કેયર હેઠળ છે. તેમના ઠીક થયા પછી જ વિવેક આપ સૌને મળશે. અમે તમારી સમજદારી અને સમર્થન માટે તમારો આભાર માનીએ છીએ અને દિવ્યાંકાના જલ્દી સ્વસ્થ થવાની કામના કરો. 

 
 
દિવ્યાંકાની થશે સર્જરી 
રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડી 13મા ધૂમ મચાવી ચુકેલ દિવ્યાંકા ત્રિપાઠીનો 18 એપ્રિલના 2024ના રોજ અકસ્માત થયો જ્યાર બાદ 19 એપ્રિલ 2024ના રોજ તેની સર્જરી છે.  ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દિવ્યાંકાના બે લિગામેંટ ફાટ્યા પછી સર્જરીના થોડા મહિના બાદ તે એકવાર ફરી દુર્ઘટનાનો ભોગ બની છે.  વિવેકે પોતાના ઈસ્ટાગ્રામ પર લખ્યુ કે દિવ્યાંકા મેમના સોલ્ડર ના બે હાડકા તૂટી ગયા છે. વિવેકે પોતાના ઈસ્ટાગ્રામ આઈજી સ્ટોરી પર એક એક્સરે રિપોર્ટ શેયર કરી છે. જેમા લખ્યુ છે કે દિવ્યાંકાના બે હાડકા તૂટી ગયા છે. કાલે સર્જરી થશે. તે સુરક્ષિત હાથોમાં છે 
Image source - Instagram