1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 30 મે 2018 (15:57 IST)

B'DAY SPL: એક દિવસ પહેલા જ 'બેપનાહ' ના સેટ પર જેનિફરે ઉજવ્યો બર્થડે (ફોટા)

નાના પડદા પર પોતાની એક્ટિંગ અને બ્યુટીથી વિશેષ ઓળખ મેળવી ચુકેલી જેનિફર વિંગેટ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.  જેનિફરનો બર્થ મુંબઈના ગોરેગાવમાં થયો હતો. જેનિફરે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 1988માં ફક્ત 12 વર્ષની વયમાં જ કરી દીધી હતી.  તમને જાણીને આશ્ચર્ય થશે કે જેનિફરે ફિલ્મ રાજા કો રાની સે પ્યાર હોય ગયા માં ચાઈલ્ડ આર્ટિસ્ટનુ રોલ ભજવ્યો હતો. ત્યારબાદ જેનિફરે 14 વર્ષની વયમાં ફિલ્મ કુછ ન કહો માં જોવા મળી. ત્યારબાદ જેનીને અનેક ટીવી સીરિયલ મળવી શરૂ થઈ ગઈ. 
જેનિફરને સીરિયલ સરસ્વતીચંદ્ર માટે બેસ્ટ એક્ટ્રેસ ઈંડિયન ટેલિવિઝન અકેડમી એવોર્ડ મળ્યો. જેનિફર હાલ કલર્સ ચેનલ પર આવી રહેલ સીરિયલ બેપનાહમાં જોવા મળી રહી છે. સીરિયલના સેટ પર એક દિવસ પહેલા જ જેનિફરનો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. જેનીના બર્થડેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
જેનીફર પોતાના બર્થડે પ્રસંગે રજાઓ પર ગઈ છે. જેનિફર દર વર્ષે બર્થડે પર રજાઓનો પ્લાન કરતી હતી પણ કામને કારણે ક્યારેય જઈ શકી નહી.  આ વખતે પોતાના કેટલાક નિકટના મિત્રો સાથે રજાઓ પર નીકળી ગઈ છે. જો જેનિફરની અસલ જીંદગીની વાત કરીએ તો વર્ષ 2012માં પોતાના કો-સ્ટાર કરન સિંહ ગ્રોવર સાથે લગ્નના બંધનમાં બંધાય ગઈ. પણ તેમનો આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહી અને બે વર્ષમાં બંને એકબીજાથી જુદા થઈ ગયા. વર્ષ 2014માં ડિવોર્સ પછી જેનિફર રિયલ લાઈફમાં એકલી જ એંજોય કરી રહી છે. તો બીજી બાજુ જેનિફરથી જુદા થયા પછી કરને બોલીવુડ અભિનેત્રી બિપાસા બાસુ સાથે લગ્ન કરી લીધા.