મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

સમગ્ર ભારતમાં એકમાત્ર પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં છે

P.R


ભારતમાં બે ચીની ભાઇઓએ આવીને પતંગની શરૃઆત કરી હોવાનું ઇતિહાસ કહે છે. તો બીજી તરફ જયપુરમાં ૧૬મી સદીમાં પતંગનો ઉલ્લેખ કરાયો છે. અંગ્રેજો અને રાજારજવાડાંઓ સંદેશવાહક તરીકે પતંગનો ઉપયોગ કરતાં હતાં. કબૂતરના સંદેશવાહક તરીકેના ઉપયોગ બાદ પતંગ આવ્યા. પછી મલ્ટિનેશનલ કંપનીઓ આવી અને પતંગ બન્યા ટંકશાળ પાડવાનું પર્વ.

પતંગનાં અનેક નામ દુનિયાભરમાં પ્રખ્યાત છે. પતંગ જુદા જુદા નામે બજારમાં વેચાય છે. આકાર, કદ અને દેખાવ મુજબ પતંગનાં નામ દેશ અને દુનિયામાં જાણીતાં છે. પતંગ ખાસ કરીને સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે. ગુજરાતમાં દરેક પતંગ તેના રંગ, આકાર અને કદ પ્રમાણે ઓળખાય છે.
P.R

સમગ્ર વિશ્વમાં ભારતમાં કાઇટ ફેસ્ટિવલ ધામધૂમથી ઉજવાય છે ત્યારે પતંગચાહકોનું એસોસિયેશન અમેરિકામાં છે. અમેરિકાના પતંગરસિયાઓના એસોસિયેશનમાં સૌથી વધારે ૫૦૦ સભ્ય છે, જોકે ભારતમાં અમેરિકાથી કેટલાક પતંગરસિયા પતંગ ચડાવવા આવે છે.

પતંગની કમાનમાં વપરાતી સળીઓ સ્મશાનમાં આવતી નનામીની રિસાઈકલ છે. આધારભૂત વર્તુળો પ્રમાણે વડોદરાના સ્મશાનમાં આવતી તમામ નનામીઓના વાંસ એ જ સ્થળે કાઢી લેવામાં આવે છે. ત્યાર બાદ એ વાંસની સળીઓ બનાવીને પતંગની કમાનમાં વાપરવામાં આવે છે. રિસાઈકલ થયેલી આ સળીઓ બજારમાં મળતી સળીઓ કરતાં ૭૦ ટકા સસ્તી પડે છે. મૃતદેહ માટે વપરાયેલી વસ્તુનો ખર્ચ પહેલેથી જ થયેલ હોય છે. માટે તેને નજીવી કિંમતે વેચવામાં આવે છે. એક તબક્કે જગ્યા શોધવાની ઝંઝટમાં પડયા વગર કારીગરો સ્મશાનની જગ્યામાં જ સળીઓ તોડીને કમાન બનાવવાનું કામ કરાવવા લાગ્યા છે. તેના પગલે હવે પતંગ બનાવનારાઓ પણ ત્યાં હાજર થઈ ગયા છે.

પૂરા દેશમાં પતંગનું મ્યુઝિયમ બન્યું હોય તેવું એકમાત્ર પહેલું ગુજરાત છે. ૧૯૮૬માં પાલડી ખાતે ભાનુ શાહ દ્વારા આ મ્યુઝિયમ બનાવાયું છે, જેમાં ભારતના સમગ્ર વિસ્તારના વિવિધ પતંગ પ્રદર્શિત કરાયા છે.
P.R

હાલમાં પતંગરસિયાઓ કાગળના બદલે સૌથી વધારે નાયલોન, પોલિયેસ્ટર, ફાઇબર ગ્લાસ અને કાર્બન રોડના બનાવેલા પતંગ ખરીદી રહ્યા છે, કારણ કે આ પતંગ વધારે મજબૂત, ટકાઉ અને રંગબેરંગી દેખાવ સાથે આકર્ષક બનાવાય છે.