શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Modified: બુધવાર, 13 જાન્યુઆરી 2021 (14:37 IST)

ઉત્તરાયણ પર કરો આ 6 વસ્તુઓનુ દાન ક્યારેય નહી રહે ધનની કમી

પોષ મહિનામાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાતિનો તહેવાર ઉજવાય છે. આ વખતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરી  (Makar Sankranti 2021) ના રોજ ઉજવાશે. એવી માન્યતા છે કે આ દિવસે સૂર્ય દેવ પોતાના શનિને મળવા માટે આવે છે. સૂર્ય અને શનિ નો સંબંધ આ તહેવાર સાથે હોવાને કારણે આ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. સામાન્ય રીતે શુક્રનો  ઉદય પણ લગભગ આ સમયે થાય છે. તેથી અહીથી શુભ કાર્યોની શરૂઆત થાય છે.   
 
સ્નાન દાનનુ મહત્વ  this text in big size
 
મકરસંક્રાતિના દિવસે સ્નાન અને દાન પુણ્ય જેવા કાર્યોનુ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે કરવામાં આવેલ દાન અક્ષય ફળદાયી હોય છે. આ દિવસે શનિદેવ માટે પ્રકાશનુ દાન કરવુ પણ ખૂબ શુભ હોય છે.  આવો જાણીએ મકર સંક્રાતિના દિવસે કંઈ વસ્તુઓનુ દાન કરવાથી  (Makar sankranti daan items) સુખ સમૃદ્ધિ અને ધનનુ આગમન થાય છે. 
 
તલ -  મકર સંક્રાતિના દિવસે તલના દાનનુ ખાસ મહત્વ હોય છે. આ દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનુ દાન કરવુ પુણ્યકારી માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે શનિ દેવતાએ પોતાના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા ત્લથી કરી હતી જેનાથી સૂર્ય દેવ પ્રસન્ન થઈ ગયા હતા.મકર સંક્રાતિએ તલનુ દાન કરીને શનિ દોષને પણ દૂર કરી શકાય છે.

 
ધાબળો - મકર સંક્રતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ધાબળો દાન જરૂર કરવો જોઈએ. આ દિવસે ધાબળો દાન કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે ધાબળો દાન કરવાથી રાહુનો અશુભ પ્રભાવ પડતો નથી. 
 
ખિચડી - મકર સંક્રાતિને ખિચડી પણ કહેવામાં આવે છે. આ દિવસે ખિચડીનુ દાન કરવુ ખૂબ શુભ હોય છે. કોઈ ગરીબ વ્યક્તિને આ દિવસે ચોખા અને અડદની દાળથી બનેલી ખિચડી દાન કરો. માન્યતા છે કે અડદદાળનુ દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે. બીજી બાજુ ચોખાનુ દાન કરવુ ફળદાયી માનવામાં આવે છે. 
 
ઘી - સૂર્ય અને ગુરૂને પ્રસન્ન કરવા માટે ઘી ખૂબ શુભ માનવામાં આવે છે. આ વખતે ગુરૂવારના દિવસે મકર સંક્રાતિનો તહેવાર હોવાથી ઘી ના દાનનુ મહત્વ વધી જાય છે. માન્યતા છે કે મકર સંક્રાતિના દિવસે શુદ્ધ ઘી નુ દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનનુ આગમન થાય છે. 
 
વસ્ત્ર - મકર સંક્રાતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને નવા વસ્ત્રનુ દાન જરૂર કરવુ જોઈએ. આવુ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ દિવસે કરવામાં આવેલ વસ્ત્રોનુ દાન મહાદાન કહેવાય છે. 
 
ગોળ -  ગોળને ગુરૂની પ્રિય વસ્તુ માનવામાં આવે છે. આ વખતે મકર સંક્રાતિનો તહેવાર ગુરૂવારના દિવસે છે. તેથી આ દિવસે ગોળનુ દાન કરવાથે ગુરૂની કૃપા પ્રાપ્ત થાય છે. તમે તલ અને ગોળથી બનેલ લાડુનુ પણ દાન કરી શકો છો. આ દિવસે ગોળ ખાવો પણ શુભ માનવામાં આવે છે.