શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By વેબ દુનિયા|

વેલેન્ટાઈન ડે પર ડેટિંગ .

dating
વેલેંટાઈન ડે પર ફિલ્મ જોવા જવુ એ ખૂબ જ જૂની રીત છે. ફિલ્મ જોવામાં ત્રણ કલાકનો ખોટો સમય વેસ્ટ કરવા કરતા સારુ છે કે તમે કોઈ પ્રાકૃતિક વાતાવરણમાં સાથે બેસીને તમારી યાદોને તાજી કરો કે પછી કોઈ સારી હોટલમાં કેંડલ લાઈટ ડિનરનો આનંદ ઉઠાવો 

- જો તમે ડેટ પર જવાની યોજના બનાવી જ લીધી છે તો પોતાને આ માટે સારી રીતે તૈયાર કરો. તમારી ડેટને મિત્રોના ગેટ-ટૂ-ગેધરમાં ક્યારેય પરિવર્તિત ન કરશો. આ ક્ષણને ફક્ત તમારા બંને માટે જ રહેવા દો. તેમા મિત્રોને આમત્રિત ન કરશો. ડેટ પર જતા પહેલા ખુદને એક ફ્રેશ લુક આપી દો.

- વેલેંટાઈન ડેટ પર વગર કોઈ શરમ કરે તમારી ભાવનાઓને તમારા સાથી સામે મુકો. આત્મવિશ્વાસની સાથે તમારા સાથીની આંખોમાં આંખો નાખીને તમારા પ્રેમનો એકરાર કરો. આ માટે તમારા મનમાં જે પણ ભાવનાઓ ઉઠે છે તેને કાવ્યાત્મક અંદાજમાં રજૂ કરવાનો પ્રયત્ન કરો.

 
N.D
- ડાંસ કરતા શીખો. ડાંસ એક એવી કલા છે જેનાથી તમે બંને એકબીજાની પાસે આવવા મજબૂર થશો. આ ખૂબ જ રોમાંટિક ફિલિંગ છે. કદાચ તમે સૌથી બેકાર ડાંસર હોઈ શકો. પરંતુ જ્યારે તમારો સાથી ડાંસ ફ્લોર પર હોય અને તમે બેસી રહો તો એ ખૂબ જ વિચિત્ર કહેવાશે. એ સારુ રહેશે કે તમે થોડો ડાંસ શીખવા સાલસા ક્લાસ લગાવી લો.

- તમારી ડેટને સરપ્રાઈઝ પિકનીકના રૂપમાં પરિવર્તિત કરી દો. તમે આસપાસના કોઈ પાર્કમાં કે પછી તમારી બિલ્ડિગના ટેરેસ પર પિકનીકનુ આયોજન કરી શકો છો. ત્યાં તમે થોડી સજાવટ કરીને કોઈ મ્યુઝિશિયનને બોલાવીને તમારા સાથીની પસંદગીનુ સંગીત પણ વગાડવાનુ કહી શકો છો.