views

અમદાવાદની કોલેજના ક્લાસ રૂમમાં જય શ્રી રામના નારા, પ્રિન્સિપાલે લખાવ્યો માફીપત્ર

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે આખરી દિવસ છે. ત્યારે પ્રચંડ પ્રચાર પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોલેજના ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. કોલેજમાં વિવાદ વકરતાં જ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે ન્યુસન્સ ફેલાવવા માટે માફી પત્ર લખાવ્યો હતો. ત્યારે આ મામલે ABVPએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર હનુમાન ચાલીસા કરીને વિરોધ નોંધાવ્યો હતો. #gujaratelection2022 #abvp #jaysriram2022