મંગળવાર, 13 જાન્યુઆરી 2026
views

રંગીલા રાય રણછોડ મારા વાલા... જમો જમાડુ ... કાનુડાનો થાળ

તોરણ બાંધ્યા મેં તો આંગણે રે સ્વાગતમાં ફુલડાની માળા મારા વાલા જમો જમાડુ ઘણા ભાવથી રે રંગીલા રાય રણછોડ મારા વાલા શીરો પૂરીને ઘેવર ઘારીયું રે દુધી બટાકાના શાક મારા વાલા ભાત બનાવ્યા ઘણા ભાવથી રે ઉપર તુવેરની દાળ મારા વાલા જમો જમાડુ ઘણા ભાવથી રે રંગીલા રાય રણછોડ મારા વાલા જળ જમનાની જારી ભરી લાવી રે આચમન કરોને દીનાનાથ મારા વાલા લવિંગ સોપારી પાનના બીડલા રે મુખવાસ કરોને દીનાનાથ મારા વાલા જમો જમાડુ ઘણા ભાવથી રે રંગીલા રાય રણછોડ મારા વાલા #krishnabhajan #krishnabhog #gujaratibhajan #webduniagujarati