રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 19 માર્ચ 2024 (13:15 IST)

ખોટું બોલનારા ભૂલેચૂકે આ મંદિરમાં ન જતા

shiv mandir
ગ્વાલિયર શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર ગિરગામમાં ભગવાન શિવ શંકરનુ એક મંદિર છે. અહી ભગવાન શિવની કચેરી લગાવવામાં આવે છે. તેમા સાક્ષી થાય છે અને નિર્ણય પછી કેસનો નિપટારો પણ કરવામાં આવે છે. મંદિરમાં એવી માન્યતા છે કે મંદિરમાં ખોટુ બોલનારા કે ખોટા સમ ખાનારાને ભગવાન કોઈને કોઈ રૂપમાં સજા આપે છે. 
 
અહી ખોટુ બોલનારને ભગવાન આપે છે સજા 
મહાદેવ મંદિરના મહંત અમરદાસ મહારાજે જણાવ્યુ કે તેઓ અનેક વર્ષોથી મંદિરની સેવા કરી રહ્યા છે. તેમના પૂર્વજ પણ આ મંદિરમાં ભોલેનાથની સેવા કરતા હતા. આ મંદિર હજારો વર્ષ જુનુ મંદિર છે. મંદિરમાં વિરાજમાન શિવલિંગ સ્વંભૂ પ્રગટ થઈ હતી. ત્યારથી અહી પૂજા પાઠ થઈ રહ્યો છે.  તેમણે જણાવ્યુ કે મંદિર પર ખોટા સમ ખાનારાઓને ભગવાન પોતે સજા આપે છે. એ જ કારણ છે કે ખોટુ બોલનારા મંદિરની સીઢીઓ ચઢવાથી પણ ગભરાય છે. 
 
રોજ લાગે છે 10 થી 20 પંચાયત 
મંદિરના પૂજારી ભરત દાસ બાબાએ જણાવ્યુ કે અહી ભગવાન ભોલેની સાથે બધા દેવતા પણ વિરાજમાન છે. અપરાધી જો અહી ખોટુ બોલે છે કે કોઈપણ રીતે બચવાનો પ્રયાસ કરે છે તો તેની સાથે જલ્દી અનિષ્ટ થઈ જાય છે. એટલુ જ નહી અહી લોકોની એટલી શ્રદ્ધા છે કે લોકો ભગવાન મહાદેવના મંદિરમાં ન્યાય મેળવવા માટે રોજ અહી લગભગ 10 થી 20 પંચાયત થઈ જાય છે. 
 
દસ્તાવેજો નો હિસાબ રાખવામાં આવે છે 
મંદિરમાં રોજ આવનારા ગ્રામીણ અમર સિંહે બતાવ્યુ કે અહી લોકોને એટલો વિશ્વાસ છે કે પોતાના લાખો રૂપિયાનો દસ્તાવેજ પણ ભગવાનના ભરોસ એ ન્યાય થતા સુધી આ મંદિરમાં મુકી દે છે. જેનો સંપૂર્ણ હિસાબ કિતાબ પણ રાખવામાં આવે છે જેથી ક્યાય કોઈ શંકા ન રહે.  તેમણે જણાવ્યુકે પહેલા પણ એવી ઘટનાઓ થઈ ચુકી છે કે જ્ય દોષી પક્ષને ભગવાને દંડ કર્યો છે. અમર સિંહ મુજબ અત્યાર સુધી તેઓ મંદિરના ચોકમાં હજરોથી વધુ પંચાયતોનો ન્યાય થતા જોઈ ચુક્યા છે. 
 
નિષ્પક્ષ ન્યાય માટે ભગવાન ભોલેના આ મંદિરમાં આસપાસના ગામ ઉપરાંત પ્રદેશના અન્ય શહેરો અને અન્ય પ્રદેશોથી પણ લોકો અહી આવે છે. જેમા ભીંડ, મુરૈના, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના પણ અનેક શહેરોમાંથી લોકો અહી ન્યાય મેળવવા માટે આવે છે. ભગવાનને પોતાના વાત કહે છે. અહીની પંચાયત ભગવાનનો નિર્ણય સાંભળે છે અને લોકો આ નિર્ણયને સર્વસામાન્ય માને છે.