1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ગંગા નદીની પ્રાકટ્ય કથા

PRP.R

શિવના હિમાલય અને ગંગા નદી સાથેના સંબંધનું ચિત્રાંકન ખુબ જ પ્રખ્યાત બન્યું છે. હિંદુઓ માટે બધું જ પાણી ભલે ને તે નદી હોય કે સમુદ્ર, ઝરણું હોય કે વરસાદનું પાણી બધું જ જીવનના પ્રતિક સમાન છે અને તેની પ્રકૃતિને તેની દેવી માનવામાં આવે છે. આ સંદર્ભે ત્રણ નદીઓ મુખ્ય છે- ગંગા, જમના અને સરસ્વતી. આમાંથી ગંગા નદીનું ખુબ જ મહત્વ છે.

ગંગા સ્ત્રીલીંગ છે એટલા માટે તેની લાંબા વાળવાળી મહિલાનાં રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. દેવીના રૂપમાં ગંગા એ બધાના પાપો ધોઈ નાંખનારી છે જે એટલા બધા ભાગ્યશાળી હોય છે કે જેમની ભસ્મ તેના પવિત્ર જળમાં પધરાવવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગંગાને સંબોધિત કરનાર એક વાક્યમાં ભગવાન પોતે કહે છે કે- પૃથ્વી પર લાખો જન્મ જન્માંતરો બાદ એક પાપી જે પાપનો ઘડો ભરી લે છે તેના પાપ પણ ગંગાના સ્પર્શ માત્રથી જ ગુમ થઈ જાય છે.

જે વ્યક્તિ આ પવિત્ર જળમાં આર્દ્ર હવામાં શ્વાસ પણ લઈ લેશે તે નિષ્કલંક થઈ જશે. વિશ્વાસ કરી શકાય કે ગંગાના દિવ્ય શરીરના સ્પર્શ માત્રથી જ દરેક વ્યક્તિ પવિત્ર થઈ જાય છે. ભારતીય દેવકથામાં ગંગા સ્વર્ગલોકથી ઉતરીને પૃથ્વી પર આવી હતી તેની કથાઓ છે.

એક વખતે થોડાક રાક્ષસો હતાં જે ઋષી મુનિઓને હેરાન કરતાં હતાં અને તેમના યજ્ઞમાં અને પુજામાં મુશ્કેલીઓ ઉભી કરતાં હતાં. જ્યારે પણ તેમનો પીછો કરવામાં આવતો હતો ત્યારે તેઓ સમુદ્રમાં જઈને સંતાઈ જતાં હતાં પરંતુ રાત્રે ફરીથી આવીને હેરાન કરતાં હતાં. એક વખત ઋષિઓએ ભેગા મળીને ઋષિ અગત્સ્યને પ્રાર્થના કરી કે તેઓ તેમને રાક્ષસોના ત્રાસથી મુક્તિ અપાવે. તેમને સહાયતા કરવાના ઉદ્દેશ્ય હેતુ અગત્સ્ય ઋષિ રાક્ષસો સહિત સમુદ્રને પી ગયાં.

આ રીતે તે રાક્ષસોનો અંત થઈ ગયો પરંતુ પૃથ્વી પર પાણી રહ્યું નહી. ત્યારે બધા મનુષ્યોએ ઋષિ ભગીરથને પ્રાર્થના કરી કે તેઓ તેમની મુશ્કેલી દુર કરી પૃથ્વી પર પાણી લાવે. આટલું મોટુ વરદાન મેળવવાનાં યોગ્ય બનવા માટે ભગીરથે તપસ્યા કરવામાં એક હજાર વર્ષ પસાર કરી દીધા અને ત્યાર બાદ તેઓ બ્રહ્મા પાસે ગયાં અને તેમને પ્રાર્થના કરી કે તેઓ સ્વર્ગ લોકની નદી ગંગા કે જે આકાશની નક્ષત્ર ધારાઓમાંની એક હતી તેને પૃથ્વી પર ઉતારી દો.

ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ યથાશક્તિ પ્રયત્ન કરવાનું વચન આપ્યું અને કહ્યું કે તેઓ આ બાબતે શીવજી પાસે મદદ માંગશે. તેમણે સમજાવ્યું કે જો સ્વર્ગ લોકની તે મહાન નદી પોતાના જોરદાર વેગ અને બધા જ જળના ભાર સાથે પૃથ્વી પર પડશે તો ભુકંપ આવી જશે અને તેના ફળસ્વરૂપે ખુબ જ નુકશાન થશે. એટલા માટે કોઇએ તેનો પડવાનો આઘાત સહન કરીને તેનો ધક્કો ઓછો કરવો પડશે અને આ કામ શિવજી સિવાય બીજુ કોઇ નહી કરી શકે.

ભગીરથ ઉપવાસ અને પ્રાર્થન કરતાં રહ્યાં. સમય આવવા પર શીવજી પ્રસન્ન થયાં. તેઓએ ગંગાને પોતાની ધારા પૃથ્વી પર પાડવા દિધી અને અને તેના આધાતને ઓછો કરવા માટે શીવજીએ પૃથ્વી અને આકાશની વચ્ચે પોતાનું માથુ રાખી દીધુ. સ્વર્ગલોકનું જળ ત્યાર બાદ શીવજીના કેશમાં થઈને હિમાલયમાં મોટી નદી સ્વરૂપે વહેવા લાગ્યું અને ત્યાંથી તે આખા ભારતમાં વહેવા લાગી જ્યાંથી તે સમૃધ્ધ અને સ્વર્ગલોકના આશીર્વાદ અને પાપોથી મુક્તિ લઈને આવી.