શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 31 મે 2023 (06:56 IST)

Bhim ekadashi 2023- ભીમ અગિયારસના મહત્‍વ, ઘરે ઘરે થશે રસ પૂરીનું જમણ

nirjala ekadashi 2023
Bhimseni ekadasshi 2023- અજવાળી એકાદશીને નિર્જલા અગિયારસ પણ કહે છે : ભીમે આ એકાદશીનું વ્રત કરેલું આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવા નું અનેરૂ મહત્‍વ આજે જેઠ સુદ અગિયારસ ‘ભીમ અગિયારસ'  લોકો આ તહેવારની ભાવપૂર્વક ઉજવણી કરે છે.
 
આપણે ત્‍યાં આ તહેવાર સાથે કેરી ખાવાનું મહત્‍વ અનેરૂ છે. આજે ભીમ અગિયારસના દિવસે ઘરે ઘરે રસપૂરીનું જમણ થશે. બજારોમાં કેરીની ખરીદી કાલે પ્રમાણમાં વધુ થશે. પરીણામે ભાવો પણ થોડા ઉંચા રહેશે. પરણેલી દિકરીને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પીયરપક્ષે અચૂક તેડવાનો પણ આપણે ત્‍યાં રીવાજ ચાલ્‍યો આવે છે.
 
આ અનેક પરંપરાઓ સાથે જોડાયેલ ભીમ અગિયારસનો તહેવાર
આ તકે સુપ્રસિદ્ધ શાસ્ત્રી લલીતકુમારે જણાવ્‍યું હતું કે, જેઠ મહિનાની અંદર આવતી અંજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નિવેધમાં કેરી ધરવી પ્રસાદ જમવો. પણ આ અગીયારસને નિરજલા એકાદશી કહેવામાં આવે છે.
 
પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્‍ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્‍પન્‍ન થતું ફળ) ભગવાન વિષ્‍ણુને ધરવું. વિષ્‍ણુ સહષાનો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય'' આ મૂળ મંત્ર એવુ ભગવાન શ્રી કૃષ્‍ણએ ભીમને કહેલું ત્‍યાર બાદ ભીમ નદીમાં સ્‍નાન કરવા ગયા અને સ્‍નાન કરતા ભગવાન વિષ્‍ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્‍યા કે આહાર કરવાનું પણ ભુલી ગયા. પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિરજલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે.
 
આ અગિયારના પૂણ્‍ય પાંડવોને હસ્‍તીનાપુરનું રાજય સુરક્ષિત ભગવાન શ્રી કૃષ્‍ણના આર્શીવાદથી મળેલું આ ભીમ અગિયારસના સમયે હજુ પણ આપણા પ્રાંતમાં બહેન કે દિકરી સાસરે હોય તેને માવતર ભીમ અગિયારસ કરવા તેડી લાવે છે. આ પ્રમાણે આ એકાદશીનું મહત્‍વ તમામ સંપ્રદાયમાં માનીનું છે. તેમાં જૈન સમાજ આ દિવસ પછી કેરી ખાવાનું બંધ કરે છે.