મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (05:22 IST)

મંગળવારે હનુમાન પૂજાના સમયે આ 5 વાતોનુ રાખશો ધ્યાન, તો દૂર થશે પરેશાનીઓ

બધા હનુમાન ભક્ત મંગળવારનુ વ્રત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ જોઈએ.  જેની કુંડળીમાં મંગળ ગ્રહ નિર્બળ હોય અને જેના હેઠળ તે શુભ ફળ નથી આપી રહ્યા.  પણ કેટલાક એવા નિયમ છે જેના મુજબ મંગળવારનુ વ્રત રાખવાનુ ફળ લાભકારી હોય છે. 
 
1. શ્રદ્ધાપૂર્વક હનુમાનજી ની મૂર્તિ સામે દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 
2. સાંજના સમયે બેસનના લાડુ કે પછી ખીરનો ભોગ હનુમાનજીને લગાવીને ખુદ મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ. 
3. મંગળવારનુ વ્રત કરનારાઓએ આ દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ. 
4. માન્યતા છેકે માંગલિક દોષવાળા જો મંગળવારનુ વ્રત કરે છે તો તેમને દોષથી મુક્તિ મળે છે. 
5. શનિની મહાદશા, ઢૈય્યા કે સાઢેસાતીની પરેશાનીને દૂર કરવા માટે પણ આ વ્રત ખૂબ કારગર માનવામાં આવે છે.