સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (08:02 IST)

Margashirsha Purnima 2023: ધનલાભ માટે આર્થિક લાભ માટે માગશર પૂર્ણિમાના રોજ કરો આ અચૂક ઉપાય, તમારી તિજોરી ધનથી ભરપૂર રહેશે.

Margashirsha Purnima: ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માગશર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે તમારું સમગ્ર જીવન સુખ-શાંતિમાં પસાર થાય છે. આવો જાણીએ માર્ગશીર્ષ પૂર્ણિમાના ઉપાયો.
 
માર્ગશીર્ષ પૂર્ણિમા હિંદુ ધર્મમા ખાસ મહત્વ છે હિંદુ પંચાગ મુજબ મા માર્ગશીર્ષ પૂર્ણિમા દર મહિનાની ચતુર્દશી તિથિના બીજા દિવસે આવે છે, તેથી આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા 26 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.
 
આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન, પૂજા અને ઉપવાસ કરનારને શુભ ફળ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરશો તો તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
 
માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે પીપળનું વૃક્ષ લગાવવાથી શુભ ફળ મળે છે. આ દિવસે સૂર્યોદય પછી પાણીમાં દૂધ અને તલ નાખીને પીપળાને અર્પણ કરો. પછી તેને 7 વાર વર્તુળ કરો. માન્યતા અનુસાર આ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.