રવિવાર, 11 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 4 જાન્યુઆરી 2026 (09:50 IST)

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

જય મેલડીમાતા
સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનું રૂપ ભયાનક બિહામણું છે. તેમનું વાહન કાળો બોકડો હોઈ બોકડા પર માતાજી આરૂઢ થયેલાં છે. અષ્ટ હાથવાળા મેલડી માના હાથમાં ગાળા, ચક્ર, તલવાર, ધનુષ્ય-બાણ ખપ્પર ગરવો અને ત્રિશૂલ શોભે છે. એક હાથ આશિષ આપતો ખાલી છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે. મેલડી માતાજી મેલાં ગણાયેલ દેવી છે. આથી મેલી વિદ્યાનાં સાધકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ મેળવે છે. તેઓ અનેક નામે ઓળખાય છે.

માં મેલડી કલયુગ ની આદ્યશક્તિ દેવી છે જોગમાયા છે મહામાયા છે કલયુગ માં ઘરે ઘરે પૂજાસે એવા ભગવાન શિવશંભુની કૃપા મળે છે.  મેલડી મા  સમય સમયે અનેક રૂપ ધારણ કરી પોતાના ભક્તો ના દુઃખ દૂર કર્યા છે,

માં મેલડી એ નવ દુર્ગા નું તેજ છે, માં મેલડી માં કરે એવું કોઈ ના કરી શકે. મેલડી માનો મંત્ર નીચે મુજબ છે  

ૐ મેલડી માતા નમો નમઃ

ૐ એં હ્રીમ કલીં નમો નમઃ