સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (08:18 IST)

Shivling Puja- ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવો આ 5 વસ્તુઓ, પૂજાનું ફળ નહીં મળે.

shivling puja rules - વિવાહિત જીવનને ખુશીઓથી ભરવા માટે લોકો ભોલેનાથની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે કરે છે. ભગવાન શિવ શંકરને પોતાની પસંદગીની વસ્તુઓ અર્પણ કરે છે. શાસ્ત્રોમાં એવી ઘણી વસ્તુઓ છે જે ભગવાન શિવની પૂજા કરતી વખતે ન ચઢાવવી જોઈએ.
 
- તમે ભૂલથી પણ શિવલિંગ પર હળદર ન ચઢાવો. હળદરને મહિલાઓ સાથે સંબંધિત માનવામાં આવે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ એટલા માટે પણ છે કારણ કે શિવને પુરુષ તત્વનું પ્રતિક માનવામાં આવે છે.
 
- શિવલિંગની પૂજા દરમિયાન ક્યારે પણ તુલનીના પાન અર્પિત ન કરવુ. શિવજીને બેલ, ધતૂરો વગેરે જ અર્પિત કરાય છે. ચંપાના ફૂલ પણ ન ચઢાવવું. 
 
-  ભગવાન શિવને કુમકુમ ન ચઢાવવી જોઈએ અને ન તો તેને લગાવવી જોઈએ. ભગવાન શિવ પોતાના કપાળ પર ભસ્મ લગાવે છે. શિવપુરાણમાં આ વસ્તુઓ કરવાની મનાઈ છે.
 
- શિવલિંગ પર તૂટેલા ચોખા પણ ન ચઢાવવા જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. શિવજી ગુસ્સે થાય છે.
- ભગવાન શિવની પૂજા કરતી વખતે ક્યારેય પણ શિવલિંગ પર લાલ ફૂલ ન ચઢાવવા જોઈએ. કનેર અને કમળ પણ ક્યારેય ન ચઢાવવા જોઈએ. ભોલેનાથને સફેદ રંગના ફૂલો અર્પણ કરી શકાય છે.