રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2023 (09:10 IST)

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Tulsi Vivah- તુલસી વિવાહ કારતક મહિનાની સુદ બારસ તિથિએ કરવામાં આવે છે. આ દિવસે તુલસી અને શાલિગ્રામ સાથે લગ્ન કરવાથી કન્યાનું દાન કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. 
 
ન્દુ ધર્મમાં કારતક મહિનાન સૌથી વધુ મહત્વ બતાવ્યુ છે. આ મહિને ફક્ત ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે. કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુએ શાલેગ્રામ લીધો હતો અને દેવી તુલસીને વરદાન આપ્યુ હતુ કે મારા શાલીગ્રામ રૂપ સાથે તમારી પૂજા કરવામાં આવશે અને તેમના શાલીગ્રામ રૂપને સદા તેમની સાથે રહેવાનુ વરદાન પણ  આપ્યુ હતુ.  
 
 
તુલસી વિવાહ પૂજા વિધિ 
 
- તુલસી વિવાહ કરતા પહેલા ઘરના તમામ સભ્યોએ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ.
-  પ્રદોષ કાળમાં જ લગ્ન કરો અને સમયનું ખાસ ધ્યાન રાખો.
- તુલસી વિવાહ માટે ઘરના આંગણામાં અથવા વાસણમાં બેઠેલા તુલસીદેવીને લાલ ચુનરી ચઢાવો અને ત્યાં શાલિગ્રામ ભગવાનને બિરાજમાન કરો.
- ત્યારબાદ દેવી તુલસીનો શ્રૃંગાર કરો અને સુહાગ સામગ્રી ચઢાવો. તે પછી શાલિગ્રામ ભગવાન સાથે દેવી તુલસીજીના વિવાહની શરૂઆત કરો. લગ્નના તમામ નિયમોનું પણ પાલન કરો.
-  ભગવાન શાલિગ્રામને તલ અર્પણ કરો, હળદરનું તિલક કરો અને હળદરની પેસ્ટ લગ્નમંડપ પર લગાવો.
- લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરો, આમ કરવાથી કન્યાદાનનું ફળ મળશે. પરંતુ ધ્યાન રાખો કે લગ્નનો મંડપ શેરડીનો જ બનાવવો જોઈએ.
- આ પછી તુલસીજી અને ભગવાન  શાલિગ્રામની 11 વાર પરિક્રમા કરવી જોઈએ અને તેમના માટે ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી તમને તુલસી વિવાહનો ઝડપી લાભ મળશે.