મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|

અહિયા વિચિત્ર રીત-રિવાજ મુજબ સ્ત્રીઓ ઘોડા પર ચડીને પરણવા જાય છે

P.R

ફિલ્મોમાં અનેક વાર મજાકમાં સ્ત્રીને ઘોડા પર બેસીને પરણવા જતી જોઇ છે, પરંતુ સાચુકલી દુનિયામાં અને ખાસ કરીને રીત-રિવાજ મુજબ શાનબાનથી સ્ત્રીઓ ઘોડા પર ચડીને પરણવા જાય એ વાત જ રોમાંચ ઊભો કરે તેવી છે. દેશમાં અનેક પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે ત્યારે કોઇ સ્ત્રી વરઘોડો લઇને પરણવા જાય તેને હવે વરઘોડો કહેવો કે વહુઘોડો તે બાબત પણ ચર્ચામાં છે. માત્ર એક નહીં આખા ગામમાં વસતી તમામ સ્ત્રીઓ માટે આ નિયમ છે કે જ્યારે પણ લગ્ન લેવાય ત્યારે સ્ત્રી પરણવા જશે અને આ અનોખી પરંપરાવાળા ગામનું નામ છે ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાની નજીક આવેલું કનોજિયા.

આ ગામની એક અનોખી પરંપરા છે, જે પહેલાં અહીં એક રિવાજ હતો, જેના કારણે અહીં દુલહન ઘોડી પર બેસીને દુલહેરાજાના ઘરે પોતાની જાન લઇને આવે છે એટલે અહીં જાનૈયા છોકરી પક્ષવાળા બને. આ ગામ, જ્યાં દુલહન ઘોડે ચઢીને દુલહેરાજાના દરવાજા પર જાન જોડીને આવે છે તેનું નામ છે અલીપુર ટન્ડવા. આ ગામ ભારતમાં ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાથી આશરે સિત્તેરેક કિલોમીટરના અંતરે આવેલું છે. આ વિચિત્ર પરંપરા ગામના કનૌજિયા, દિવાકર તેમ વિમલ સમાજમાં જોવા મળે છે. ગામની આ અનોખી પરંપરા પ્રમાણે દુલહન ઘોડા પર દુલહેરાજાના ઘર સુધી આવે છે અને ત્યાર બાદ લગ્નની તમામ વિવિધ વરરાજાના ઘરે જ યોજાય છે. દુલહનનો વરઘોડો આવી ગયા બાદ દ્વાર પૂજન કરવામાં આવે છે અને ત્યાર બાદ મંડપ દુલહનની જગ્યાએ દુલહેરાજાના ઘરમાં ઊભો કરવામાં આવે છે, જ્યાં દુલહન દુલહેરાજા સાથે અગ્નિના ચાર ફેરા ફરે છે. આ પછી દુલહનને સાસરીએથી તેના પિયરમાં વિદાય કરવામાં આવે છે અને બીજા દિવસે તેને ફરી પાછી સાસરે લાવી દેવાય છે. બોલો છે ને આશ્ચર્યમાં મૂકી દેતી સાવ વિપરીત પરંપરા.

લગ્નના બીજા દિવસે દુલહેરાજા તેના સંબંધીઓ સાથે દુલહનને લેવા માટે તેના પિયરમાં જાય છે, જોકે આ ગામની દુલહન દ્વારા વરઘોડો લઇને દુલહેરાજાના ઘરે જવાની આ અનોખી પરંપરા પાછળનું કારણ તો કોઇને ખબર નથી, પણ અહીંના વૃદ્ધ વડીલોનું કહેવું છે કે પહેલાં આ એક રિવાજ હતો, જે હવે ધીમે ધીમે પરંપરામાં ફેરવાઇ ચૂક્યો છે. આ પરંપરા આજે પણ આ ગામમાં રંગેચંગે ઊજવવામાં આવે છે અને સુખ-સુવિધાની દૃષ્ટિએ પણ આ ગામ સુખીસંપન્ન ગામોમાંથી એક છે.