લગ્નના એક અઠવાડિયા પહેલા આ રીતે બનો સુંદર, ટ્રાય કરો આ 12 Tips

Last Modified બુધવાર, 7 ડિસેમ્બર 2016 (17:30 IST)
બધાની એઈચ્છા હોય છે કે લગ્નના દિવસે તેમનો વટ પડે મતલબ પોતે
આકર્ષક અને સુંદર લાગે. આ માટે લોકો પહેલા અનેક પ્રયત્નો કરે છે.
પણ જ્યા સુધી અંદરથી હેલ્ધી નહી બનો ત્યા સુધી આ કોશિશ ખાસ કમાલ નહી બતાવી શકે.
ન્યૂટ્રીશિયન એક્સપર્ટ મુજબ હેલ્ધી રહેશો તો ચેહરો ગ્લો કરશે અને તમે પણ રહેશો. અહી અમે બતાવી રહ્યા છે કેટલીક સહેલી ટિપ્સ જેને ફોલો કરીને તમે અઠવાડિયામાં જ તમારા ચહેરાનો ગ્લો વધારી શકશો અને વજન પણ કંટ્રોલમાં રાખવાની મદદ મળશે.
ફોલો કરો આ ટિપ્સ અને યાદગાર બનાવો તમારો સ્પેશ્યલ દિવસ.

1. ફ્રૂટ્સ ખાવ - ઓરેંજ પપૈયુ અને જામફળ જેવ ફળ આખો દિવસ દરમિયાન 1-2 વાર ખાવ.

શુ થશે ફાયદો - તેમા રહેલ વિટામિન C ચેહરાનો ગ્લો વધારશે અને સ્કિન સોફ્ટ બનશે.

2. શાકભાજી વધુ ખાવ - ડાયેટમાં પાલક, બીટ રૂટ અને ગાજર જેવા શાકનું પ્રમાણ વધારો.

શુ થશે ફાયદો - તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ સ્કિનને હેલ્ધી બનાવશે અને ગ્લો વધારશે.

3. બદામ અને અખરોટ - રોજ સવારે 4-6 પલાળેલા બદામ અને 2 અખરોટ ખાવ

શુ થશે ફાયદો - ચેહરા પર ગ્લો વધશે. સ્કિન સોફ્ટ બનશે અને UV Rays ની અસર ઓછી થશે.

4. ખૂબ પાણી પીવો - દિવસભરમાં 8-10 ગ્લાસ પાણી પીવો
શુ થશે ફાયદો - બોડીના ટૉક્સિંસ બહાર નીકળશે અને ચેહરાનો ગ્લો વધશે.

5. લીંબૂ કે નારિયળ પાણી પીવો - દિવસમાં 2 વાર એક ગ્લાસ લીંબૂ કે નારિયળ પાણી પીવો

શુ થશે ફાયદો - તેમા રહેલ વિટામિન C અને એંટીઓક્સીડેટ્સ સ્કિનને ક્લીન અને ફેયર બનાવશે.

6. હેલ્ધી કાર્બ્સ લો - રેગ્યુલર ડાયેટમાં બ્રાઉન રાઈસ, મલ્ટીગ્રેન બ્રેડ જેવા હેલ્ધી કાર્બ્સ સામેલ કરો.
શુ થશે ફાયદો - કાર્બ્સથી એનર્જી મળશે અને ચેહરાનો ગ્લો વધશે.

7 ગ્રીન ટી - કોફી અને ખાંડવાળા ડ્રિંક્સને બદલે દિવસમાં 2-3 વાર ગ્રીન ટી પીવો

શુ થશે ફાયદો - વધુ ખાંડ અને કોફીથી પિંપલ્સ થઈ શકે છે. ગ્રીન ટી થી સ્કિન હેલ્ધી બનશે અને વજન કંટ્રોલ થશે.

8. પ્રોટીન લો - રેગ્યુલર ડાયેટમાં ઈંડા, દાળ, બીંસ અને ડેયરી પ્રોડક્ટ્સનું પ્રમાણ વધારો

શુ થશે ફાયદો - તેનાથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળશે જેનાથી ચેહરાનો ગ્લો વધશે.

9. ભરપૂર ઊંઘ લો - રોજ રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાક ઊંઘ જરૂર લો.

શુ થશે ફાયદો -
ઊંઘ પૂરી થવાથી આખો દિવસ એનર્જેટિક રહેશો ચેહરા પર થાક નહી દેખાય.

10. દહી કેળા - નહાતા પહેલા કેળા અને દહી મિક્સ કરીને ચેહરો, હાથ, પગમાં લગાવો.

શુ થશે ફાયદો - ટૈનિંગ દૂર થશે. સ્કિન ગ્લો વધશે.

11.
મીઠુ ઓછુ ખાવ - મોડી રાત્રે ફાસ્ટ ફૂડ અને વધુ મીઠાવાળો ખોરાક એવોઈડ કરો.

કેમ ન લેવો જોઈએ - વધુ મીઠુ ખાવાથી આંખો અને ચેહરા પર સોજા આવી જાય છે.


12. ઘી અને બટર ઓછુ કરો - ઘી બટર અને ઓઈલી ફૂડ ઓછા ખાવ

કેમ ન લેવા જોઈએ - તેને ખાવાથી વજન વધશે.આ પણ વાંચો :