શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 24 જુલાઈ 2024 (08:49 IST)

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

gas acidity
gas acidity
પેટમાં દુખાવો, તાવ કે છાતીમાં દુખાવો બિલકુલ હળવાશથી ન લેવો જોઈએ. ઘણી વખત લોકો પેટના દુખાવાની અવગણના કરી દે છે અને તેને ગેસનો દુખાવો માની લે છે. પરંતુ આ બેદરકારી તમારા માટે સમસ્યા બની શકે છે. બગડતી લાઈફસ્ટાઈલને કારણે આ પ્રકારની સમસ્યાઓ થવા માંડી છે. લાઈફસ્ટાઈલ એટલી અનિયમિત થઈ ગઈ છે કે તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે. લાંબો સમય બેસી રહેવું, જંક ફૂડ ખાવું, પૂરતી ઊંઘ ન લેવાથી ક્યારેક અપચો અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. જો તમને ગેસ એસીડીટીનો દુખાવો રહેતો હોય તો તમે કેટલાક ઘરેલું ઉપાય કરીને રાહત મેળવી શકો છો.
 
ગેસ, એસિડિટી અને પેટના દુ:ખાવાના ઘરેલું ઉપાય
 
સંચળ - આયુર્વેદમાં સંચળ, સૂકું આદુ, હિંગ, યવક્ષર અને અજમાનાં પાવડરને પેટના દુખાવામાં રાહત આપનાર માનવામાં આવે છે. આ ચુરણ 2-2 ગ્રામ સવાર-સાંજ લેવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. આ પાઉડરને હૂંફાળા પાણી સાથે પીવાથી પેટની ગુડગુડ અને પેટના દુખાવામાં રાહત મળે છે.
 
અજમો - પેટમાં ગેસની એસિડિટી થાય તો અજમાનું સેવન કરો. તેના માટે 1-2 ગ્રામ અજમો અને 1 ગ્રામ સૂકું આદુ મિક્સ કરીને વાટી લો. તમે તેમાં થોડું સંચળ પણ ઉમેરી શકો છો. આ પાવડરને ખાલી પેટે અથવા સવારના નાસ્તા પછી હૂંફાળા પાણી સાથે લો. તેનાથી પેટના દુખાવામાં રાહત મળશે અને ગેસની એસિડિટી ઓછી થશે.
 
હરડ - પેટના દુખાવામાં રાહત આપવા માટે હરડ એક અસરકારક ઘરેલું ઉપચાર છે. તમે 2 હરડ પલાળી દો, તેમાં થોડું સંચળ, 1 પીપર અને અજમો ઉમેરો અને તેને સારી રીતે વાટી લો. આ પાવડરને હુંફાળા પાણી સાથે ખાઓ. રાત્રે જમ્યા પછી તેનું સેવન કરવાથી ગેસ એસિડિટીની સમસ્યા ઓછી થશે.
 
લસણ- ગેસની એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ 1 ચમચી લસણનો રસ 3 ચમચી સાદા પાણીમાં મિક્સ કરીને પીવો. તમારે સવારે અને સાંજે જમ્યાપછી એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા ઓછી થશે.
 
ફુદીનો- ફુદીનાનો રસ પણ પેટના દુખાવામાં અસરકારક રીતે કામ કરે છે. આ માટે 2 ચમચી ફુદીનાનો રસ કાઢી લો. તેમાં 2 ચમચી મધ, થોડો લીંબુનો રસ અને પાણી મિક્સ કરીને પીવો. તેનાથી પેટના દુખાવામાં પણ રાહત મળશે.