T20 World Cup 2026 Prize money: ભારત જ નહી, ન્યુઝીલેંડ પણ થયુ માલામાલ, જાણો ઈનામમાં કોને કેટલા કરોડ રૂપિયા મળ્યા
Total prize money for the T20 World Cup 2026 : ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026 જીત્યો છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. આ ભારતીય ટીમનો સતત બીજો અને ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ છે. ટીમ ઇન્ડિયા ત્રણ T20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે. તે ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ પણ બની છે. આ ઐતિહાસિક સફળતા બાદ, ICC એ ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ વરસાવ્યો છે. ICC એ સમગ્ર ટુર્નામેન્ટ માટે કુલ ₹120 કરોડનું બજેટ ફાળવ્યું છે.
અંદાજે રૂ. 27.48 કરોડ - વિજેતા
ભારતીય ટીમને વિશ્વ ચેમ્પિયન બનવા બદલ ICC તરફથી $3 મિલિયન ઇનામી રકમ મળી. આ રકમ ભારતીય રૂપિયામાં આશરે ₹27.48 કરોડ થાય છે.
રૂ.14.65 કરોડ - રનર-અપ
રનર-અપ ન્યુઝીલેન્ડને રૂ. 14.65 કરોડ મળ્યા.
દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ - રૂ. 7.24 કરોડ
સેમિફાઇનલમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થયેલા દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડની દરેક ટીમને રૂ. 7.24 કરોડ
સુપર 8 માં પહોંચેલી ટીમોને રૂ. 3.48 કરોડ મળ્યા.
ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમોને રૂ. 2.29 કરોડ મળ્યા.
ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમોને રૂ. 2.29 કરોડની રકમની ગેરંટી આપવામાં આવી.
ભારતનો 96 રનથી થયો વિજય
પ્રથમ બેટિંગ કરતા, ભારતે સંજુ સેમસનના 46 બોલમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 89 રન, અભિષેક શર્માના 21 બોલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 52 રન, ઇશાન કિશનના 25 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 54 રન અને શિવમ દુબેના 8 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 26 રનની મદદથી 5 વિકેટે 255 રન બનાવ્યા.
256 રનના લક્ષ્યનો પીછો કરતા, ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ટિમ સીફર્ટે 26 બોલમાં 52 રન અને મિશેલ સેન્ટનરે 35 બોલમાં 43 રન બનાવ્યા. ડેરિલ મિશેલે 17 રન બનાવ્યા; અન્ય બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં.
