લગ્ન માટે છોકરો જોવા આવે તો આ રીતે કરવી વાતચીત -6 જરૂરી ટીપ્સ

Last Modified ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (15:07 IST)
લગ્ન માટે છોકરો જોવા આવે તો આ રીતે કરવી વાતચીત
છોકરીને છોકરો જોવા આવે ત્યારે આ ટિપ્સ કામ લાગશે
જો તમે લવ મેરેજ કરવાના હોય તો કોઇ વાંધો નહીં પરંતુ જો અરેન્જ મેરેજ કરવાના હોય તો આજે નહીં તો કાલે આવી સિચ્યુએશનનો સામનો કરવો પડશે. અરેન્જ મેરેજમાં પહેલા ફોન પર વાતચીત થાય છે પછી છોકરાના ઘરના લોકો છોકરીને જોવા માટેની ઇચ્છા વ્યક્ત કરે છે. ત્યારબાદ છોકરીના ફેમિલિ વાળા અને છોકરાના ફેમિલિના લાકો બહાર મળે છે. જો તમે છોકરી છો અને તમને પણ કોઇ છોકરો થોડાક દિવસોમાં જોવા આવવાનો હોય તો તેની તૈયારી કરી લો. સામાન્ય રીતે છોકરીઓને સમજ આવતી નથી કે તે લોકો વાતની શરૂઆત કેવી રીતે કરે. એવામાં આ ટિપ્સ તમને મદદરૂપ થશે.
1. મને તમારી ટાઇનો કલર ગમ્યો, દેખીતી વાત છે કે આ દિવસે તમે સારા કપડા પહેરીને ગયા હશો. પરંતુ વાત કરવાની શરૂઆત માટે આવું કહેવું સારું રહેશે. તેનાથી સામે વાળી વ્યક્તિને એવું લાગશે કે તમે એને નોટીસ કર્યો છે.
2. હું થોડી નર્વસ થઇ રહી હતી, સામે બેઠેલા વ્યક્તિને આવું કહેવામાં કશું ખોટું નથી કારણ કે સામે બેસીને તે તેવું જ ફીલ કરી રહ્યો હશે. તમારું આવું કહેવું તેને પણ મોટીવેટ કરશે.
3.છોકરાને સારું લાગે છે કે તેમની આવનારી પત્ની તેને તેના પરિવાર માટે પૂછે.
4. જો તમને કંઇ પણ સમજ ના પડે તો તમે તેની સાથે ફિલ્મોની વાતો પણ કરી શકો છો.
5. છોકરાને તેની કરિયર માટે તેની સાથે વાત કરવી એ પણ સારો વિકલ્પ છે.
6. કેટલીક વખત સિચ્યુએશન એવી આવી જાય છે તે સમજમાં આવે નહીં કે શું વાત કરીએ ત્યારે તમે તેની પસંદ નાપસંદ માટે પૂછી શકો છો.


આ પણ વાંચો :