હિન્દુ ધર્મ - શ્રદ્ધા અને સાહસનું બીજુ નામ છે અમરનાથ યાત્રા

Last Updated: શુક્રવાર, 1 જુલાઈ 2016 (16:22 IST)
શ્રદ્ધાની રોમાંચક યાત્રા એટલે અમરનાથ યાત્રા. સમુદ્રતળેટીથી 14500 ફૂટની ઊંચાઈ પર વિશાળ  પ્રાકૃતિક ગુફાના રૂપમાં સ્થિત છે આ તીર્થ. આ ગુફામાં ભગવાન શિવ હિમલિંગના રૂપમાં આકાર લે છે. દર શ્રાવણ માસમાં આ હિમ શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. અમરનાથનો સંબંધ અમરત્વ પ્રાપ્ત કરવાની કથા સાથે છે. માન્યતા છે કે એકવાર દેવી  પાર્વતીએ ભગવાન શિવને અમરકથા સંભળાવાનો આગ્રહ કર્યો. કથા તેઓ એવા સ્થાન પર સંભળાવવા ઇચ્છતા હતા જ્યાં અન્ય કોઇ તે સાંભળી ન શકે. આના માટે માટે તેમણે પોતાના ત્રિશુળથી એક પર્વતમાં વાર કરી ગુફાનું રૂપ આપ્યું અને ત્યાં જ બેસીને અમરકથા સંભળાવવાની શરૂ કરી. શિવ-પાર્વતીના પ્રસ્થાન બાદ આ પવિત્ર ગુફા અમરેશ્વર કે અમરનાથ તરીકે ઓળખાવા લાગી. દર વર્ષે શ્રાવણમાં શિવ પોતાના ભક્તોને પ્રતીક રૂપે અહીં દર્શન આપે છે. અહીં પ્રાકૃતિક રૂપે બરફનું શિવલિંગ બને છે.
 
છડી મુબારક યાત્રા - અમરનાથ યાત્રાને છડી મુબારક યાત્રા પણ કહે છે . કથા છે કે સૌથી પહેલા મહર્ષિ ભૃગુએ અહીં શ્રાવણ પૂર્ણિમાના રોજ પવિત્ર હિમલિંગના દર્શન કર્યા હતા. તેમણે એ જ દિવસે પોતાના એક શિષ્યને પ્રહરીના રૂપમાં છડી સહિત અહીં મોકલ્યો હતો. માટે આજે પણ અહીં છડી લાવવાની પરંપરા છે. દરવર્ષે અહીં શ્રાવણમાં ઋષિ-મુની, સાધુ-સંતો છડી લઇને આવે છે. પહેલગામથી અમરનાથ ગુફાનું અંતર 56 કિલોમીટરનું છે. 16 કિલોમીટર દૂર ચંદનવાડી સુધી યાત્રી જીપ દ્વારા પહોંચી શકે છે. આગળની યાત્રા પગપાળા કરવાની હોય છે. ઇચ્છો તો પહેલગામથી ઘોડાની વ્યવસ્થા કરી શકો છો. 


આ પણ વાંચો :